________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
21
जून-२०१६
મૂર્તિનાં કે પૂજા-પૂજનના મોટા દ્રવ્ય વ્યયને અનુલક્ષી આવા પગલા બનાવ્યા હોય તેવું વિચારવું યોગ્ય નથી. લૌકિક દૃષ્ટિએ વિચારીએ તો આખા શરીરમાં સૌથી પૂજનીય અંગ ચરણ છે. વળી સૌથી સંવેદનશીલ અંગ પણ તે જ છે. તેથી તેની પૂજાનું મહત્ત્વ હશે. કથાનકોમાં ઘણે ઠેકાણે પગનો સ્પર્શ કરી યોગીઓને ધ્યાનમાંથી જાગૃત કર્યાની નોંધો જૈન-જૈનેતર ગ્રંથોમાં મળે છે. બીજું એક આધ્યાત્મિક કારણ વિદ્વાનો એવું માને છે કે શરીર ઉર્જામય છે. તે ઉર્જાનું સંક્રમણ પગનો સ્પર્શ કરવાથી ઝડપથી થાય છે હજુ બીજા પણ કારણો હશે તેના પર કોઇ વિદ્વાન પ્રકાશ પાથરશે.
પગલાની વિવિધતાઃ
આપણે ત્યાં જૈન દર્શનમાં લેખસહિતના પ્રાપ્ત થતા સ્વતંત્ર પગલાઓમાં સૌથી પ્રાચીન પગલા પ્રાયઃ ૧૧મી સદીના છે. તે પૂર્વના કોઇ સ્વતંત્ર પગલા અમારા ધ્યાનમાં નથી. કદાચ આયાગપટ્ટમાં પગલા કોતરાયા હોય તો તે ઉપરોક્ત સંવત્ પૂર્વેના હોય તેવું બને. પાદુકાનું ઉત્કીર્ણન આરસપહાણથી લઇ જેસલમેરી, પોરબંદરી, ધ્રાંગધ્રા જેવા કેટલીય જાતના પથ્થરોમાં થયેલું જોવા મળે છે. કિમતી દ્રવ્યમાં સ્ફટિક, જવાહરમોહરા જેવા પથ્થરોમાં તથા સોના-ચાંદી-પિત્તળ તેમજ પંચધાતુમાં પણ પગલાઓનું નિર્માણ થયેલું છે. કોઈક ઠેકાણે સુખડ કે અન્ય કાષ્ઠના પણ પગલાઓ સચવાયા છે. આ થઈ તેના નિર્માણદ્રવ્યની વાત. હવે તેની રચના (આકૃતિ) અંગે વિચારીશું.
પગલાની આકૃતિનો આધાર તેની ઊંચાઈ-પહોળાઈ પણ તો છે જ સાથે સાથે તેની સંખ્યા પર પણ હોય છે તવું કહેવું અયોગ્ય નથી. કારણ કે જો એક જ પગલાનું શિલ્પ હોય તો તે નાનું હોય પણ પગલાની સંખ્યા ૨-૩-૪ એમ વધતી જાય તો શિલાપટ્ટનું માપ તેના આધારે મોટું-મોટું થતું જાય. આપણે ત્યાં ૧,૨,૩ થી લઈ યાવત્ ૧૬,૨૪,૭૦ કે છેલ્લે ૧૪૫૨ની સંખ્યામાં પગલાવાળો પટ્ટ બન્યો છે ૧૪૫૨ પગલાનો પટ્ટ મોટો હોય તે સ્વાભાવિક વાત છે. અહીં બીજી પણ એક વાત કે જો સ્વતંત્રરૂપે પગલાને ઉપસાવીને કે ઊંડા કંડારીને ગોળ કે ચોરસ આકારના પાષાણમાં બનાવ્યા હોય તો તે રચનાનું માપ જુદુ હોય અને તેવા જ પગલા જો ખૂલતા કમળની આકૃતિમાં ષટ્કોણમાં કે નવપદજીની મધ્યમાં ગોક્ળ્યા હોય તો અથવા તો શત્રુંજ્યજી, ગિરનાર કે સમવસરણ જેવી કોઈ રચનાની અંદર કંડાર્યા હોય તો તે રચનાનું માપ સાવ ભિન્ન ગણાય. પ્રાચીન કાળના સ્થપતિઓ પોતપોતાની કળા બતાડવા ખાતર જુદી-જુદી રચનાઓમાં પગલાની આકૃતિ બનાવતા. જેમાંની ઘણી રચનાઓ આજે પણ રાજસ્થાનના
For Private and Personal Use Only