________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRUTSAGAR
www.kobatirth.org
5
કવ્વાલિ
ખરીદી સમ ધરો પ્રેમ, ખરો શો પ્રેમ સમજો ના; ભમાવો ચિત્ત ક્ષણ ક્ષણમાં, વિચારી લો સ્વયં કેવા.
કરો નહિ ત્યાગ વા દાનજ, ભમો છો ભૂતની પેઠે; કરો ઈચ્છા ગમે તેવી, વિચારી લો સ્વયં કેવા.
ધરો છો સ્વાર્થ સંબંધો, નથી કહેણી સમી રહેણી; ગુણો છોડી ગ્રહો દોષો, વિચારી લો સ્વયં કેવા.
શરીરે ત્યાગીનો વેષજ, હૃદયમાં રાગની વૃત્તિ; બહિર્ અન્તર પડે ભેદજ, વિચારી લો સ્વયં કેવા.
કરો અજ્ઞાનથી ઉંધુ, બનાવો શત્રુઓ હાથે; કરો નિન્દા ગમે તેની, વિચારી લો સ્વયં કેવા. મફતનો માલ ખાઇને, કરો ઉપકાર નહિ કિંચિત્; રજો ગુણમાં રહો રાચી, વિચારી લો સ્વયં કેવા. કરો તે કીર્તિ આશાએ, વિષય હોળી બળે મનમાં; અદેખાઇ હૃદયમાં બહુ, વિચારી લો સ્વયં કેવા.
અવરની ઉન્નતિ દેખી, ભભુકે આંખમાં અગ્નિ; કરો છો કાર્ય દુર્જનનાં, વિચારી લો સ્વયં કેવા. કરો વિશ્વાસીનો ઘાતજ, કરો છો મિત્રનો દ્રોહજ; સરલને છેતરો છો બહુ, વિચારી સો સ્વયં કેવા.
અભિમાનજ કરો મિથ્યા, વિચારો શેખશલ્લીવત્; હઠીલાઇ ધરો ગાંડી, વિચારી લો સ્વયં કેવા.
અમારૂં સર્વ છે સારૂં, અવરનું સર્વ છે ખોટું; કદાગ્રહ ચિત્તમાં ભારે, વિચારી લો સ્વયં કેવા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
November-2015
11911
મારા
11311
૪
114411
યાદા
11911
!!
ધાણા
119011
।।૧૧।।