________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुरुवाणी
आचार्य श्री बुद्धिसागरसूरिजी વિચારી લો સ્વયં કેવા
(કવ્વાલ) કોઈ પણ દિશાના કોઈ પણ વિષયના વિકાસમાં સર્વ પ્રથમ પગથીયું છે સ્વયંનો સુધાર. સ્વયેના સુધાર વિના કંઈ જ શક્ય નથી. જાતને જાણ્યા, ઉજાળ્યા વિના કરવામાં આવેલ કાર્યનું વજન અને અર્થ પ્રાયઃ કંઈ જ રહેતો નથી હોતો.
શાસ્ત્રોમાં કહ્યું છે કે “અપ્પહિય કાયવૂ”, બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે “અપ્પો દીવો ભવ”, એક બહુ જ પ્રસિદ્ધ કડી છે તેમાં પણ ગવાયું છે કે “આતમાને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં રે ટળે રે લોલ”
યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ પોતાના પ્રસ્તુત કાવ્યમાં આગળ વધીને કંઈક એવું જ કહેવા માંગે છે. આ રચનાની એક-એક કડી જીવને ઝંકર્યા વિના રહેતી નથી. આપણે કેવા છીએ તેનું હુબહુ ચિત્ર એક દર્પણની માફક કરાવી દે છે.
પ્રત્યેક ગાથામાં પ્રથમ ત્રણ પદોમાં આપણે શું કરીએ છીએ તેનું વિવરણ આવે છે અને પછી દરેક ગાથાના અંતે આવારનવાર આવતું ધ્રુવપદ જડબેસલાક ટકોરાની જેમ સાદ દેતું રહે છે કે “વિચારી લ્યો સ્વયં કેવા” આગળના ત્રણ પદો સાથે ચોથું આવતું ધ્રુવપદ એકબીજા સાથે ભાવ, તાલ અને અર્થનો એવો તો સમન્વય સાધે છે કે આ કાવ્ય વારંવાર ગાયા કરવાનું મન થયા કરે.
૨૧ ગાથાની આ કૃતિ એક વખત વાંચવા માત્ર થી ગમે તેવા વિષય-કષાય અને પ્રમાદાદિમાં પડેલા ભારેકર્મી જીવને પણ એકવાર તો વિચાર કરતો કરી જ દે તેવું છે. તો ચાલો આપણે પણ એનો રસાસ્વાદ માણીએ
For Private and Personal Use Only