SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नवम्बर-२०१५ ૧૨ા I૧૩ ૧૪ ૧પા TI૧૬ll श्रुतसागर નથી આચારમાં ઉત્તમ, જરા ના ધર્મની પરવા; કરો છો ચિત્તમાં આવ્યું, વિચારી લો સ્વયં કેવા. બની ઉદ્ધત કરો ભૂંડું, અવિચારી અનાચારી; ગુરૂઓની કરી નિન્દા, વિચારી લો સ્વયં કેવા. ગુણો લેવા નથી ઇચ્છા, નથી વાચન સુશાસ્ત્રોનું; સુણે નહિ સત્તની વાણી, વિચારી લો સ્વયં કેવા. સમય ગાળો નિરર્થક બહુ, સ્વપરની ઉન્નતિ ના કંઈ; નથી પરમાર્થની વૃત્તિ, વિચારી લો સ્વયં કેવા. નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યો ઉપકાર વાણીમાં, કરો ઉપકારપર અપકાર, વિચારી લો સ્વયં કેવા. બનીને સ્વાર્થનાં ગીધો, અવરનાં ચિત્ત ચૂસો છો; અવરને આળ ઘો કૂડાં, વિચારી લે સ્વયં કેવા. ધરી કેદારનું કંકણ, બિલાડીસમ કરો ભક્તિ; હૃદયમાં દોષની પોઠી, વિચારી લો સ્વયં કેવા. ઉપરથી ધર્મીનો ડોળજ, ગયા ના દોષ અત્તરના, ગમે તેવું ધરાવો નામ, વિચારી લો સ્વયં કેવા. ફસાશે ફન્દમાં અજ્ઞો, જણાશે અન્તમાં સાચું; કરો છો પુણ્ય કે પાપજ, વિચારી લો સ્વયં કેવા. કરો તે ચિત્તથી ના ગુપ્ત, વિચારો તે સ્વયં જાણો, બુદધ્યબ્ધિ” સત્ય દૃષ્ટિથી, વિચારી લો સ્વયં કેવા. || ૐશાન્તિઃ ૩ 11શા TI૧૮ |૧૯ો ૨૦ાા ૨૧ For Private and Personal Use Only
SR No.525304
Book TitleShrutsagar 2015 11 Volume 01 06
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2015
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy