________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂo
जनवरी - २०१४ મુનિ ઉજ્જૈન નગરીમાં આવ્યા. મહાકાલના મંદિરમાં રાતવાસો રોકાયા. મુનિ શિવપિડિકા પર પગ મૂકીને સૂતા હતા. મુનિને આ રીતે સૂતેલા જોઇને મહાકાલ મંદિરે લોકો ભેગા થયા. સૌ લોકોએ મુનિને ઉઠાડવાનો પ્રયત્ન કરી જોયો, પણ ઊડ્યા નહિ. મહારાજા વિક્રમાદિત્યને લોકોએ ફરિયાદ કરતાં રાજાના હુકમથી અવધૂતના દેહ પર ચાબુકના ફટકા મારવામાં આવ્યા. તેની અવધૂતને અસર ન થતાં ફટકાની અસર રાણીઓને થતી હતી. રાણીઓની હાલત અધમૂવા જેવી થઈ ગઈ.
મહારાજા વિક્રમાદિત્યને આ ઘટના ચમત્કારી લાગી. તેથી રાજા તરત જ અવધૂત પાસે આવ્યો અને અવધૂતની ક્ષમા માંગી.
રાજાએ અવધૂતને આવી વિચિત્ર વર્તણૂંકનું રહસ્ય જણાવવા વિનંતી કરી. ત્યારે અવધૂત મહામંગલકારી શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી. તેઓ એક એક શ્લોક ઉચ્ચારતા ગયા. અગિયારમા શ્લોકનું ઉચ્ચારણ થતાં જ મહાદેવનું લિંગ ભયાનક કડાકા સાથે ફાર્યું અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અત્યંત મનોહર જિનબિંબ પ્રગટ થયું. મુનિએ આ મંદિરનો ઇતિહાસ અથથી ઇતિ સુધી રાજાને સંભળાવ્યો. આ ઘટનાથી પ્રતિબોધ પામેલા રાજા વિક્રમાદિત્યે જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમને આધીન અઢાર રાજાઓ પણ જૈન ધર્મી બન્યા. મહારાજા વિક્રમાદિત્યે મુનિને “શ્રી સિદ્ધસેન દિવાકર' નું બિરુદ આપ્યું.
આ રીતે “મહાકાલ મહાદેવ' માં બદલાયેલું શ્રી અવંતિ પાર્શ્વનાથનું આ પ્રાચીન તીર્થ પુનઃ પ્રકાશમાં આવ્યું. આચાર્ય ભગવંતો તથા મહાપુરુષોએ પ્રાચીન તીર્થ શ્રી અવંતીનાથ પાર્શ્વનાથની યશોગાથા પોતાના ગ્રંથોમાં ઉલ્લેખેલી છે.
ઉર્જનમાં હાલ ર૦ જેટલાં જિનાલયો છે તેમજ અનેક ઉપાશ્રયો છે. ઉજ્જૈનમાં જૈનોની સારી એવી વસતિ છે. અહીં ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.
'कल्याण मंदिर स्तोत्र' से, यह बिम्ब सन्मुख आया। अवंति सुकुमार स्मृति, निर्माण बन जग छा गया ।। जागृत हैं माणिभद्र जहां, उज्जैन संघ सुख पा गया। હેશે ‘શ્રી અવંતિ પાર્વજો, માવજે જે વંદના || (શ્રી પાર્શ્વ-સ્તવના, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ સંપુટ પૃ. ૨૮)
આ છે ૨
For Private and Personal Use Only