________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९
श्रुतसागर - ३६ આ અસાર સંસારના સુખોનો ત્યાગ કરી મુલાયમ કાયાવાળો અવંતિસુકુમાલ સંયમના કાંટાળા પંથે વિચારવા તૈયાર થયો. તેના તીવ્રતમ વૈરાગ્યભાવને માતા તથા પત્નીઓનો મોહ પણ રોકી શક્યો નહિ. ભદ્રા શેઠાણીના અતિ કોમળ કાયાવાળા લાડકવાયાએ સંયમનો પંથ સ્વીકાર્યો અને અણગાર બન્યો.
સંયમજીવનનો સ્વીકાર કરીને કોમળ કાયાવાળાએ કઠિન સાધના ચિરકાળ પર્યત કરવાને બદલે તેણે ગુરૂદેવ પાસેથી અનશનની આજ્ઞા પ્રાપ્ત કરી. રાત્રિના સમયે જ અનશન આદરીને આ નૂતન મુનિ કંથારિકા કંડ પાસે કાયોત્સર્ગધ્યાને ઊભા રહીને અંતરમનને આરાધનામાં સ્થિર કર્યું. પરમ સમાધિમાં લીન બનેલા આ મુનિની મનોહર કાયાને પૂર્વભવોની વેરા ભૂખી શિયાલડીએ પોતાનાં બચ્ચાં સાથે આવી ક્રૂરતા સાથે ફોલી ખાધી. નલિની ગુલ્મ વિમાનમાંથી ભૂલો પડેલો આ આત્મા સમાધિની સાધના કરીને નલિનીગુલ્મ વિમાનમાં પહોંચી ગયો.
બીજા દિવસે અવંતીસુકુમલ મુનિના કાળધર્મના વેધક સમાચાર ભદ્રા શેઠાણી અને ૩૨ વહુને જાણવા મળતાં તે દરેકના અંતરમાં વૈરાગ્યનો દીપક પ્રજ્વળી ઉક્યો. એક સગર્ભા પત્ની સિવાયના ૩૨ આત્માઓ સંયમના પંથે વિચર્યા.
સગર્ભાવસ્થાને કારણે સંસારમાં રહેલી સ્ત્રીએ મહાકાલ નામના પુત્રને જન્મ આપ્યો. આચાર્ય ભગવંતશ્રી આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી મહાકાલે પોતાના પિતાની સ્મૃતિમાં ક્ષિપ્રા નદીના તટે ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. વીરનિર્વાણના લગભગ રપ૦ વર્ષ બાદ આ જિનાલયનું નિર્માણ થયું હતું. આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરેલા શ્રી પાર્શ્વપ્રભુ અવંતિસુકુમાલની સ્મૃતિમાં “શ્રી અવંતિ પાર્શ્વનાથ'ના નામથી જગવિખ્યાત બન્યા. મહાકાલે આ જિનાલય બંધાવેલું હોઈ “મહાકાલ ચૈત્યના નામથી ઓળખાવા લાગ્યું.
તીર્થસદશ આ ભવ્ય જિનપ્રાસાદ કાલાન્તરે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાદેવના મંદિરમાં ફેરવાયો અને “મહાકાલ મહાદેવ' ના નામથી આ મંદિર ઓળખાવા લાગ્યું. આ ઘટના ચિરકાળ સુધી પરદામાં રહી.
આચાર્યશ્રી વૃદ્ધવાદિસૂરિના વિદ્વાન શિષ્ય કુમુદચંદ્ર નમસ્કાર મહામંત્રનું સ્વનિર્મિત સંસ્કૃત પદ પોતાના ગુરૂ પાસે રજૂ કર્યું. પૂર્વના મહાપુરુષોની અવહેલનાસમા તેમના કૃત્યથી શ્રી વૃદ્ધવાદિસૂરિએ તેમને પારાંચિત પ્રાયશ્ચિત્ત'ના અધિકારી ઠેરવ્યા. આ પ્રાયશ્ચિત અનુસાર અવધૂત વેષમાં ફરીને તેમણે અઢાર રાજાઓને પ્રતિબોધીને “જૈનધર્મી બનાવવાના હતા. અવધૂતના વેશમાં ફરતાં ફરતાં આ
For Private and Personal Use Only