SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर - २९ પ અહંકાર એ યુદ્ધને જન્મ આપે છે, તો જગતનું ઉત્તમ સાહિત્ય પાત્રના મનોપ્રદેશને ઉજાગર કરે છે. અહીં જુઓ બાહુબલિની ભરત પ્રત્યેની ઉક્તિઓ; કહિ રે ભરદેસર કુણ કહીઈ, મઈ સિરૂં રણિ સુરિ અસુરિ ન રહઈ જે ચકિઈ ચક્રવૃત્તિ વિચાર, અમ્લ નગારે કુંભાર અપાર. ૧૧૪ અરે તું જ કહે, ૨૫માં જ્યાં મારી સામે સૂર કે અસૂર પણ ટકી શકે નહિ, ત્યાં ભરતેશ્વરનું શું કહેવું? જે ચક્રથી એને ચક્રવર્તીપણાનું (અભિમાન) છે, તેવા ચક્ર ચલાવનાર તો અમારા નગ૨માં અસંખ્ય કુંભાર છે, આવી ગર્વોક્તિઓ યુદ્ધનો જન્મ ન આપે તો જ નવાઈ. કવિએ આ રાસમાં છંદોરચના પણ અત્યંત કુશળતાપૂર્વક કરી છે. આમાં ઠવણીમાં દોહરા, સોરઠા, ચોપાઈ, ચરણા કુલ, કોળા, જેવા છંદો તેમ જ ધોળ અને ત્રુટકના બંધો પ્રયોજીયા છે સાથે જ ઠવણી અંતે અવલોકનાર્થે વસ્તુછંદ પ્રયોજ્યો છે. આ છંદોમાં ધોળ અને ત્રુટકના બંધો દ્વારા સર્જકે વાતાવરણને અત્યંત જીવંત બનાવ્યું છે. કવિએ યુદ્ધને લગ્નની પરિભાષામાં વર્ણવી ધઉંલ બંધ, લગ્નગીતના ઢાળમાં રજૂ કર્યું છે, તે કવિની છંદોવિધાનની સૂઝનું ઉત્તમ ઉદાહરણ છે; મંડએ માથએ મહીયલિ રાઉ, ગાઢિમ ગય-ધડ ટોલવએ પિડિ પર પરબત પ્રાય, ભડધડ નરવએ નાચવઇએ કાલ કંકોલએ કરિ કરમાલ, ઝાઝએ ઝૂઝિäિ ઝલહલઈએ ભાંજએ ભડધડ જિમ જમ જલ, પંચાયણ ગિરિ ગઢયડએ.૧૪૬ રાજપુત્રો પોતાના મસ્તકથી ધરતીને શણગારે છે, શત્રુઓના પર્વત જેવા હાર્થીઓની ગાઢ ઘટાને પીડીને તોડે છે, રાજા યોદ્ધાઓના ધડને નચાવે છે. હાથમાં રહેલી કાળ વિકરાળ તલવાર યુદ્ધોમાં ઝળહળે છે, પર્વતમાં ગાજતા સિંહ જેવો તે, જેમ જમ મનુષ્યોના ટોળાને તેમ, હાથીઓના સમૂહ તથા વીર યોદ્ધાઓને ભાંગી નાખે છે. સર્જનની આવી મનોહર લીલા વડે કવિએ કવિતા અને ધર્મનું અપૂર્વ સાયુજ્ય સિદ્ધ કર્યું છે. આવું આ નાના પરંતુ મનભર રાસનના અવલોકનથી કરી શકાય. આ રાસનું પ્રથમ સંપાદન મુનિ શ્રી જિનવિજયજીએ કર્યું, ત્યાર બાદ અન્ય For Private and Personal Use Only
SR No.525279
Book TitleShrutsagar Ank 2013 06 029
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy