SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७६ जून २०१३ પ્રતને આધારે શ્રી લાલચંદ ગાંધીએ સંપાદન કર્યું હતું. ત્યાર બાદ વર્ષો પછી ડૉ. બળવંત જાનીએ પુનઃ મૂળ હસ્તપ્રતનો ઉપયોગ કરી સંપાદન કર્યું, તેમ જ તેનો અર્વાચીન ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ કરી આપ્યો, વળી આગલા બંને સંપાદનોના ઉત્તમ અંશોને આ સંપાદનમાં સમાવિષ્ટ કરી લીધા. આ સંપાદન વિદ્વત્તા અને રસજ્ઞતાનું ઉત્તમ ઉદાહરણ છે. આમાં અર્થઘટનના એક-બે સ્થળોમાં ચર્ચાનો અવકાશ છે. આ રાસમાં ૪૦મી કડી આ પ્રમાણે છે; સાઠિ સાહસ સંવરચ્છરš, ભરહસ ભરત છ ખંડ તુ સમરું ગણિ સાઈ સધર, વરતઈ આણ અખંડતુ. ૪૦ - (રાજા ભરતે સમરાંગણમાં છખંડ પૃથ્વી જીતી લધી. સાઠ હજાર વરસ સુધી ભરતની આણ અખંડ વરતાણી.) અહીં અર્થ આ પ્રમાણે હોવો જોઇએ; ભરત રાજાએ ભરત (ક્ષેત્ર)ના છ ખંડ સાઠ હજાર વર્ષ સુધી સમરાંગણમાં યુદ્ધ કરી સાધ્યા અને પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. અહીં કથા અનુસાર ભરત ચક્રવર્તી એ સાઠ હજાર વર્ષ યુદ્ધ કર્યું હતું, સાઠ હજાર વર્ષ સુધી માત્ર આજ્ઞા પ્રવર્તાવી નહોતી. આજ્ઞા તો લાખો પૂર્વ સુધી પ્રવર્તાવી હતી. એ જ રીતે ફમી કડીમાં આવતા યક્ષ અને કાળિયાર શબ્દો પક્ષીનામ સૂચક હોવા જોઈએ. હમણાં ઉપલબ્ધ થયેલું સતીષ કણાકનું સંપાદન ડૉ. બળવંત જાનીના સંપાદનને જ અનુસરે છે. ટૂંકમાં, આ રચનામાં વીર, ભયાનક, બીભત્સ શાંત આદિ રસો અને બોલચાલની વિવિધ છટાઓ આસ્વાદ્ય છે અને ગુજરાતી ભાષાની પ્રારંભિક કૃતિ તેમ જ તેના કર્તા શાલિભદ્રસૂરિ ગૌરવના અધિકારી છે. For Private and Personal Use Only (ગુજરાતી સાહિત્ય પરિષદ અને હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠના ઉપક્રમે યોજાયેલ જૈન સાહિત્યવિષયક પરિસંવાદમાં ૨જૂ કરેલ વક્તવ્ય થોડા સુધારા વધારા સાથે અત્રે પ્રકાશિત કરેલ છે.) સંદર્ભ સૂચિ (૧) ગુજરાતી સાહિત્યકોશ ખંડ - ૧ (મધ્યકાળ) ૧૯૮૮ (૨) શાલિભદ્રસૂરિરચિત ભરતેશ્વર બાહુબલિ રાસ (૩) શાલિભદ્રસૂરિષ્કૃત ભરતેશ્વર બાહુબલિ રાસ - ૨૦૦૩. સં. - જયંતભાઈ કોઠારી J સં. - સતીશ ડશાક સં. - ડૉ. બળવંત જાની
SR No.525279
Book TitleShrutsagar Ank 2013 06 029
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy