________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
98
जून - २०१३ ખેંચી લીધું અને બળવાન બાહુબલિ ચક્ર હાથમાં લઇ કહેવા લાગ્યો કે હું આ ચક્રનો ચૂરો કરી નાખુ. આ જ વિજયની, પરાકાષ્ઠાની ક્ષણે બાહુબલિના મનમાં મનોમંથન થયું અને કહેવા લાગ્યો;
તુ બોલઈ બાહુબલિ રાઉં, ભાઇય મનિ મ મધરાસે વિસાઉ તઇ જીતવું મેઈ હારિઉં ભાઇ, અમદ્દ શરણ રિસદેસર પાય ૧૮૯
પોતાના કર્તવ્ય પર પશ્ચાત્તાપ કરતા બાહુબલિએ મસ્તકનો લોચ કરી સંયમ ગ્રહણ કર્યો. આ પ્રસંગે ભરતે પુનઃ સંસારમાં આવવા ઘણી વિનંતી કરી, પરંતુ દૃઢમના બાહુબલિ સંયમમાં સ્થિર રહ્યા. તેઓ મૌનમાં રહ્યા
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ પ્રભુ પાસે જવું, જેથી મારા લઘુ બાંધવોને મારે વંદન ન કરવું પડે આ વિચાર રૂપ માનમાં રહ્યા. વર્ષ અંતે બંને બહેનોના હાથી પરથી ઊતરવાનો સંદેશો સાંભળી અંતઃકરણનાં વિચાર કરતાં અનુભવાયું કે, પોતે માન રૂપી હાથી પર બેઠા છે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ પ્રભુ પાસે જવું, નાના ભાઈઓને ન નમવું એવી જીદ ખોટી છે. આથી બાહુબલિ નમ્ર બની પ્રભુ પાસે જવા તત્પર થયા, ત્યાં જ્વળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભરત રાજાએ આયુધશાળામાં આવી ચક્રરત્નની પૂજા કરી, છ ખંડ પૃથ્વી પર પોતાની આજ્ઞા પ્રવર્તાવી.
આ રાસ રાજગચ્છ શણગાર વજસેનસૂરિના પટ્ટધર શાલિભદ્રસૂરિએ ફાગણ સુદ પાંચમના દિવસે રચ્યો છે, એમ કહી આ રાસ સમાપ્ત કર્યો છે. કવિએ આ રાસમાં પોતનપુર નગરના વર્ણનમાં, બાહુબલિના વર્ણનમાં તેમજ સૈન્યની વિવિધ ગતિવિધિ અને બાર વર્ષના યુદ્ધના વર્ણનમાં સુંદર કલાના દર્શન કરાવ્યા છે. કવિ વાત વેગભરી ગતિએ પરંતુ જીવંતતાના સ્પર્શ કરાવતી પદ્ધતિએ કરાવે છે.
આ કથા ધર્મનિમિત્તક છે, પરંતુ કવિ યુદ્ધવર્ણન માટે જેટલો સમય ફાળવે છે, એટલો બાહુબલિના અંતરંગ વૈરાગ્ય વર્ણવવા માટે નથી ફાળવતા, પરંતુ કવિનો હેતુ તો યુદ્ધકથા નિમિત્તે ધર્મકથા કહેવાનો જ છે.
આ જગતનું પ્રત્યેક યુદ્ધ પહેલા ચિત્તની ભૂમિમાં સર્જાતું હોય છે, પછી અનુકૂળતાએ તે બહાર પ્રગટ થતું હોય છે. ચિત્તની ભૂમિમાં રહેલ અહંકાર એ યુદ્ધનું પ્રેરક બળ છે, તે ભરત અને બાહુબલિના ચિત્તમાં રહેલ ગર્વના સચોટ આલેખન દ્વારા સર્જકે ધર્મ અને સાહિત્યનો સુમેળ કર્યો છે. ધર્મ પણ કહે છે કે,
For Private and Personal Use Only