SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर - २९ યુદ્ધવર્ણન ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાં કે ચઉપન્ન મહાપુરૂષચરિયંમાં નથી, આથી કવિ બીજી અન્ય પરંપરાને આધારે આ યુદ્ધ વર્ણન આપે છે, તેવું જણાય છે. આ યુદ્ધમાં ચંદ્રચૂડરાજાના પુત્રે ખૂબ પરાક્રમ બતાવ્યું, ત્યારે રાજા ભરત ચક્ર છોડ્યું. આ ચક્રથી બચવા ચંદ્ર, સૂર્ય, મંડળ અને પાતાળમાં પહોંચ્યો, પરંતુ છેલ્લે જાણ્યું કે, ચક્રથી કોઈ બચી શકતું નથી, ત્યારે વીરની જેમ આદિનાથ પ્રભુનું સ્મરણ કરતા સામે જઈ મૃત્યું સ્વીકાર્યું. એના મૃત્યુબાદ ચંદ્રચૂડે ત્રણ મહિના, રત્નારિ અને રત્નચૂડ દોઢ વર્ષ, બાહુબલિક-સુરસારી, અમિતકેતુ - ભરત સાત મહિના, મહેન્દ્રચૂડ – રથચૂડ, ભરતપુત્ર યુરદાદિ-બાહુબલિ પુત્ર બલિ સાત માસ, સિહરથ-અમિતગતિ ત્રણ માસ, અમિતતેજ – સારંગ એક મહિનો, સૂર્ય-ચંદ્ર નામના યોદ્ધાઓ એ પાંચ વર્ષ યુદ્ધ કર્યું. આમ ઘણા યોદ્ધાઓના યુદ્ધનું વર્ણન કર્યું છે. છેલ્લે ભરત રાજા ગુસ્સે થઈ ધનુષ્ય લઈ યુદ્ધિ ભૂમિ પર આવ્યો. આ યુદ્ધની ભયાનકતા વર્ણવતાં કહે છે : વહઈ હિર-નઈ સિરવર તરઈ, રીરીયાટ રણિ રાખસ કરી હળદલ હાકઇ ભરત નરિંદ, તુ સાહસુ લહઈ સગ્નિ સુરિંદ, ૧૮૦ રુધિરની નદી વહે છે, માથાઓ તરી રહ્યા છે. રાક્ષસો રણમાં રીરીયાટા (અવાજ) કરે છે, ભરત રાજા દળને હાક મારે છે, સુરેન્દ્ર સાહસિકોને સ્વર્ગમાં લઈ જાય છે. આવા ભયાનક યુદ્ધને શાંત કરવા ઇન્દ્ર રાજા પૃથ્વી લોક પર આવી ભરત બાહુબલિને કહે છે, યુદ્ધમાં અન્ય મનુષ્યોનો સંહાર કરવાનું છોડો, તમારા પરાક્રમની પરીક્ષા કરવી છે, તો તમે સ્વયં સામ સામે મલ્લયુદ્ધ કરો. ઇંદ્રની વાત સ્વીકારી બંને ભાઈઓ મલ્લોના અખાડામાં ગયા. તેઓના યુદ્ધમાં વચનયુદ્ધમાં ભારત જીત્યો નહિ, દૃષ્ટિ યુદ્ધમાં કોઇ ન હાર્યું, દંડયુદ્ધમાં ભરત જમીન પર પડી તરફડવા લાગ્યો. મુઠ્ઠિયુદ્ધમાં બાહુબલિ ગોઠણ સુધી જમીનમાં ખૂંપી ગયા, ત્યારે સામા પ્રતિકારમાં કરેલા મુદ્ધિપ્રહારથી ભરતરાજા કિંઠ સુધી ખૂંપી ગયા. આથી ક્રોધિત ભરતે પોતાનું અંતિમ શસ્ત્ર ચક્ર ફેંકવા ઇડ્યું, પરંતુ ચક્ર બાહુબલિની ચારે બાજુ ફરી પાછું ફર્યું. ચક્રનો નિયમ એવો છે કે, પોતાના કુટુંબની વ્યક્તિનો ઘાત કરતું નથી. આ પાછા ફરતા અને બાહુબલિએ *આ પરંપરા અત્યારે અનુપલબ્ધ તીર્થંકર ચરિત્રોમાંથી હોઈ શકે. For Private and Personal Use Only
SR No.525279
Book TitleShrutsagar Ank 2013 06 029
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy