SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर • २६ લીધાં. આ વાસ્તવિકતા પિછાણીને સાદડીના શ્રી સંધને રાણકપુર તીર્થના જીર્ણોદ્ધારની ભાવના જાગી. જીર્ણોદ્ધાર માટે સંપત્તિ તથા કારીગરો મેળવવા જેવા અનેક જટિલ પ્રશ્નોના કારણે ભારતના સમસ્ત થે. મૂ. પૂ. જૈન સંધની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી સાથે વાટાઘાટો આદરી. છેવટે શ્રી સાદડી સંઘે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને આ તીર્થનો વહીવટ સોંપ્યો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સુકાની શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શાસનસમ્રાટ શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની સલાહ અને આજ્ઞા લઇને એ સમયના કુશળ શિલ્પીઓનો સાથ લઈને અને તે સમયના સ્થાપત્યના વિદ્વાન અને નિષ્ણાંત શિલ્પી ગ્રેગસન બેટલીનો પણ સાથે મેળવીને રાણકપુરના મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય સુંદર રીતે પાર પાડ્યું. શ્રેષ્ઠીવર્ય શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની વિશાલ દૃષ્ટિથી મંદિર અને પરિસરની વ્યવસ્થાઓમાં નવેસરથી રચના કરવામાં આવી. ઝુમ્મરો, મેઘનાદ મંડપ વગેરે ફરી ચેતનવંતા બન્યાં. નવી ધર્મશાળા, ભોજનશાળા અને અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી. વિ.સ. ૧૯૯૦માં શરૂ કરેલું જીર્ણોદ્ધારનું કાર્ય અગિયાર વર્ષ સુધી ચાલ્યું. વિ. સં. ૨૦૦૯માં ૫. પૂ. વિજયઉદયસૂરિજી મ.સા. તથા પ.પૂ. વિજયનંદનસૂરિજી મ.સા. વગેરે આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોની નિશ્રામાં યાદગાર રહે તેવો પુનઃ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો. સાવ ઉજડ અને વેરાન બની ગયેલા આ મંદિરે પુનઃ એના શિલ્પ, સૌદર્ય અને ધર્મભાવનાનો ધ્વજ લહેરાયો. આ જિનમંદિરમાં ૧૪૪૪ સ્તંભોની અનુપમ રચના કરવામાં આવી છે. આ સ્તંભોની ભવ્યતા અને એની કોતરણી દર્શનાર્થીઓને આકર્ષે છે. આ સ્તંભો આડી અને ઊભી હરોળમાં એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે દર્શનાર્થીઓને ગમે તે બાજુએથી પ્રભુ દર્શનમાં અવરોધરૂપ બનતા નથી. આ સ્તંભો સ્થાપત્ય સૌંદર્યનો અનુભવ કરાવે છે. તેમજ એનું નકશીકામ મન હરી લે છે. એવી જ રીતે એક જ પત્થરમાંથી બનાવેલાં મનોહર તોરણો એ આ જિનમંદિરનું આગવું કલા પાસું છે. આ મંદિરની ભૂતકાલીન મહત્તા આંકનારા સ્તવનો અને તીર્થમાળાઓ રચાઈ છે. શ્રી મેહ કવિએ સંવત ૧૪૯૯માં રચેલા રામપુર તુક્રવાસી સ્તવન માં તેમણે પ્રત્યક્ષ જોયેલા ગામનું વર્ણન કર્યું છે. આબુના મંદિરો એની ઝીણી કોરાણી માટે પ્રસિધ્ધ થયાં. રાણકપુરના મંદિરમાં કાંઇ કોતરણી ઓછી નથી, પણ પ્રેક્ષકનું ધ્યાન એની સપ્રમાણ વિશાળતા તરફ ખેંચાય છે. તેથી જનસમૂહમાં “આબુની કોરણી અને રાણકપુરની માંડણી’ એવી લોકોકિત પ્રસિધ્ધિ પામી. કવિશ્રી મેહે પણ રાણકપુરના મંદિરની કોરાણીને આબુની કોણી જેવી, એના જીવનમાં નીચેની પંક્તિમાં વર્ણવી છે. For Private and Personal Use Only
SR No.525276
Book TitleShrutsagar Ank 2013 03 026
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy