________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मार्च - २०१३ છે. બીજા અને ત્રીજા માળના ગર્ભગૃહમાં પણ આ રીતે ચાર ચાર જિનપ્રતિમાઓ છે. માટે આ મંદિર ચતુર્મુખજિનપ્રાસાદ તરીકે પ્રસિદ્ધ થયું, ગોડવાડની મોટી પંચતીર્થીમાં જેટલાં પ્રાચીન જૈન મંદિરો છે તેમાં સૌથી મોટું અને શિલ્પ સમૃદ્ધિની દૃષ્ટિએ આ મંદિર અનુપમ છે. આ જિનાલયમાં ૭૬ નાની શિખરબંધી દેરીઓ, ચાર રંગમંડપ તેમજ શિખયુક્ત મોટી દેવકુલિકાઓ છે. ચાર દિશાઓમાં રહેલા ચાર મહાધર પ્રાસાદોમાં ૮૪. દેવકુલિકાઓ છે. મંદિરના ત્રણ માળમાં ૨૪ રંગમંડપો, ૮૫ શિખરો અને ૧૪૪૪ સ્તંભો છે. તેમજ ૮૪ ભોંયરાઓ પણ છે.
આ ધરણવિહાર મંદિર ૪૮૦૦૦ વર્ગ ફીટના વિસ્તારમાં પથરાયેલું છે. મંદિરની ઊંચાઇના પ્રમાણમાં જગતિ ભોયતળિયાની ઉંચાઇ અને વિસ્તાર, ચારે દિશામાં એક સરખાં પગથિયાં, શૃંગાર ચોકીઓ તે ઉપરના મંડપો, દરવાજાઓ બધું માપ એકસરખું નજરે પડે છે. અંદરની બાજુએ ચારે દિશાના ચાર દરવાજાયુક્ત મુખ્ય મંદિર, તેના ચાર સભા મંડપ, ચાર વિશાળ મેઘનાદ મંડપો, તેના તોરણો યુક્ત ઊંચા સ્તંભો, મુખ્ય મંદિરના ચારે ખૂણામાં શિખરબંધી દેરાસરો, ભમતીની શિખરબદ્ધ દેવકુલિકાઓ, વચ્ચે વચ્ચે ચારે તરફના એકસરખા મોટા ગભારા ઉપર બે માળ અને શિખરબંધી રચનાવાળું આ મંદિર છે. આ બધા ઠેકાણે શિલ્પના દર્શન તો થાય જ છે પરંતુ મેઘનાદ મંડપની શિલ્પકળાની સમૃદ્ધિ જ યાત્રિકનું મન હરી લેવા પૂરતી છે.
આ મંદિર નિર્માણમાં થયેલા ખર્ચની વિગતો ૧૮મા સૈકામાં રાણકપુરની તીર્થયાત્રાએ આવેલા જ્ઞાનવિમલસૂરિજીએ રાણકપુર તીર્થ સ્તવનમાં ઘણવિહારના વર્ણનમાં જણાવેલ છે. જિનમંદિર નિર્માણમાં આજથી સાડાપાંચસો વર્ષ પૂર્વ ૯૯ લાખ સુવર્ણમુદ્રાઓનો ખર્ચ થયો હતો. “પોરવાડ નિન્ના ના દ્રવ્ય તાયો
મુખ્ય મંદિરની રચના પછી રાણકપુરની જાહોજલાલીમાં વિદેશી આક્રમણના કારણે ઓટ આવી. મોગલ સમ્રાટ ઔરંગઝેબે આ પ્રદેશમાંથી પસાર થતાં ધરણવિહારને ઘણું નુકશાન પહોચાડ્યું હતું. એ પછી આ વિસ્તારમાં દુષ્કાળનો ઓળો ઉતરતાં આસપાસની વસતી શહેરોમાં સ્થળાંતરિત કરી ગઇ. આ તીર્થની આસપાસ ગીચ ઝાડી ઊગી ગઇ, રસ્તાઓ વિકટ અને નિર્જન બન્યા, જંગલી પશુઓનો ભય વધ્યો. એટલે લોકોની આ પ્રદેશમાં અવર જવર ઘણી જ ઓછી થઈ. યાત્રીઓથી ધમધમતું સ્વર્ગસમું આ તીર્થ સાવ નિર્જન બન્યું.
જિનાલયનો જીર્ણોદ્ધાર :- જેમ ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી આવે છે તેમ આ મંદિરના ચઢતીના દિવસો આવ્યા. અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ સંઘ કાઢીને સાદડી ગામમાં આવેલા ત્યારે એમને આ તીર્થની કફોડી જીદશા જોઇને આ તીર્થને ડાકુ-લૂંટારાઓના ભયથી મુક્ત કરવા પગલા ૨. જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ-૧, ખંડ બીજો પૃ. ૨૧૬.
For Private and Personal Use Only