________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - २६
એક અનુશ્રુતિ તો એમ કહે છે કે ધરણાશાને એક રાત્રે સ્વર્ગલોકના ‘નલિનીગુલ્મ દેવવિમાન’ જેવું મંદિર નિર્માણ કરવા માટેનું સુંદર સ્વપ્ન આવ્યું. ધરણાાએ વિચાર્યું કે મારે પણ સ્વપ્નમાં દર્શન કર્યા જેવું જ એક અતિભવ્ય અને અતિસુંદર જિનપ્રાસાદનું નિર્માણ કરવું. આ માટેની તૈયારીઓના પ્રારંભમાં નામાંકિત શિલ્પીઓ પાસેથી મંદિરના નકશાઓ મંગાવ્યા. સૌના નકશાઓ જોતાં-જોતાં છેવટે મુંડારાના વતની દેપા કે દેપાક નામના શિલ્પીનો નકશો પસંદગી પામ્યો. શિલ્પી દેવા એક અનોખા પ્રકારનો ક્લાકાર હતો. પૈસા કરતાં એને પોતાની કલાસમૃદ્ધિને છતી કરવાનો શોખ હતો. મંત્રી ધરણાશાની ધર્મભક્તિથી આકર્ષાઈને આ કાલાકારે એક ઉત્તુંગ અને ભવ્યમંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરી, સંવત ૧૪૪૬માં મંદિરનું કાર્ય શરૂ કર્યું. આ મંદિરનું નિર્માણ ૫૦ વર્ષે પણ પૂર્ણ થઇ શક્યું નહીં. ધરણાશાને આ મંદિર સાત મજલાનું કરવું હતું. તેને અટકાવીને પોતાની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરમાં ભગવાન ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કર્યો. એટલે સંવત ૧૪૯૬માં આ પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતશ્રી સોમસુંદરસૂરિજીના વરદ હસ્તે સંપન્ન થઇ. ધરણાશાએ એમની અંતિમ ઘડીઓમાં જિનમંદિરનું થોડું બાકી રહેલું કાર્ય પૂર્ણ કરવા મોટાભાઈ રત્નાશાને જણાવ્યું. શ્રી ધરણાશાના અવસાન બાદ આઠ-દસ વર્ષ સુધી મંડપોનું કલાત્મક શિલ્પકામ રત્નાશાએ કરાવ્યું અને તીર્થની શોભા વધારી.
આ મંદિરના નિર્માણ માટે મંત્રીશ્રી ધરણાશાહે કુંભા રાણા પાસે જમીનની માગણી કરેલી. રાણાએ જમીન ઉદારતાથી આપવાની સાથે ત્યાં નગર વસાવવાની પણ સલાહ આપેલી, એ પ્રમાણે ગામ વસાવીને રાણાના નામ પરથી ગામનું નામ રાણકપુર રખાયું. એ પછી લોક જીભે આ નગરનાં નામોનો જુદો-જુદો ઉચ્ચાર થવા લાગ્યો - રાણપુર, રાણીંગપુર, રાણીકપુર, રાણકપુર છેવટે રાણકપુર નામ પ્રસિદ્ધ થયું. સંવત ૧૭૪૬માં કવિશ્રી શીલવિજયજીએ રચેલ ‘તીર્થમાળા'ના વર્ણન પરથી એવું જણાય છે કે એ સમયે રાણકપુર ઘણુ સમૃદ્ધ હતું. અને શ્રાવકોના જ ત્રણ હજાર જેટલાં ધરો હતાં. ત્યારબાદ એ નગર વેરાન બન્યું.
७५
આ મંદિર મધાઈ નદીની પાસ, અરવલ્લી ગિરિમાળાની નાની નાની ટેકરીઓ અને શાંત એકાંત નિર્જન જંગલ એમ કુદરતના આ ત્રિવિધ સૌંદર્યો વચ્ચે માનવસર્જિત સ્વર્ગલોકના દેવ વિમાન સાદેશ આ શિલ્પ સમૃદ્ધિવાળા મંદિરના દર્શન કરી, માનવી પોતાની જાતને ભૂલી, પ્રભુને સમર્પિત થઈ દિવ્યર્લોકના આનંદની અનુભૂતિ કરે છે. જિનાલય પરિચય :- આ મંદિરની નિર્માણ કથાના ચાર આધારસ્તંભો છે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી, મંત્રી શ્રી ધરણાશાહ, શ્રી રાણા કુંભા અને શિલ્પી દેપા. આ ચારેની ભાવનારૂપ ચાર સ્તંભોના આધારે ગગનને આંબતાં, કોતરણીયુક્ત સ્તંભોથી શોભતાં, વિશાલ મંદિરની રચના સાકાર થઇ.
:
For Private and Personal Use Only
આ મંદિરને ચાર દ્વાર છે. મંદિરના મૂળ ગભારામાં ભગવાન ઋષભદેવની ૭૨ ઇંચ જેટલી ચારે દિશાઓ ત૨ફ મુખ કરતી ચાર ભવ્ય પ્રતિમાઓ બિરાજિત