SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિભુવનવિહાર રાણકપુર તીર્થ ઃ એક પરિયય કનુભાઈ એલ. શાહ શ્રી શત્રુંજય મહાતીર્થનું નામ સ્મરણ થતાં જ ઊંચા પર્વત પર મંદિરોની નગરી એવું ચિત્ર મનમાં અંકિત થાય, શ્રીસમેતશિખરનું નામ લેતાં જ પર્વત પર શામળા પાર્શ્વનાથનું મંદિર તેમજ ઊંચી-નીચી ટેકરીઓમાં વીસ તીર્થંકરોના પગલાંની દેરીઓનું ચિત્ર મનમાં ઉપસે જ્યારે શ્રી રાણકપુર તીર્થનું નામ પડતાં જ નયનરમ્ય કોતરણીવાળા સ્તંભોનું વિશાળકાય શ્રી ઋષભદેવનું ચતુર્મુખ જિનપ્રાસાદ એવી સ્પષ્ટ છબિ માનસપટ પર ઉપસી આવે છે. આ મંદિરના નિર્માણકર્તા શ્રેષ્ઠી ધરણાશાહ હોવાથી ‘ધરવિહાર’ તરીકે પ્રસિધ્ધિ પામ્યું છે. આ મંદિર ત્રણે લોકમાં દીપક સામન હોવાથી ‘ત્રૈલોક્યદીપકપ્રાસાદ' અથવા ‘ત્રિભુવનવિહાર’ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ મંદિરને ‘નલિનીગુલ્મ વિમાનની' પણ ઉપમા આપવામાં આવી છે. મંત્રી ધરણાશાહ :- શેઠ કુંરપાલ અને તેમની પત્ની કામલદેને બે પુત્રો હતા રત્નાશાહ અને ધરણાશાહ*. પોરવાડ જ્ઞાતીય ધરણાશાની પત્નીનું નામ ધા૨લદે હતું. ધરણાશાના મોટાભાઈનું નામ રત્નાશા અને તેમની પત્નીનું નામ રત્નાદે હતું. ધરણાશા અને રત્નાશાને નાનપણથી જ ઘરના સુસંસ્કાર અને ધર્મપરાયણતાનો સમૃદ્ધ વારસો મળ્યો, પંદરમી સદીમાં થયેલા આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીની પ્રેરણાથી ધરણાશાહે તેમનું જીવન ધર્મ તરફ વાળ્યું. બત્રીસ વર્ષની ભરયુવાનીમાં શત્રુંજય તીર્થમાં બત્રીસ સંઘોની વચ્ચે ઇન્દ્રમાળ પહેરી ચોથા બ્રહ્મચર્ય વ્રતનો કઠોર નિયમ ધારણ કર્યો. ધરણાશાહે તીર્થયાત્રામાં અને અન્ય ધાર્મિક કાર્યોમાં પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો. શેઠ ધરણાશાની બુદ્ધિમત્તા અને દાનવીરતાની ગુણસમૃધ્ધિ પારખી, કુંભા રાણાએ તેમને મંત્રીપદે સ્થાપ્યા. જિનાલય નિર્માણ :- મંત્રી ધરણાશા ધર્મપરાયણ હોઇ ભગવાન ઋષભદેવનું એક અલૌકિક અને ભવ્ય મંદિરનું નિર્માણ ક૨વાની ભાવના તેમને જાગૃત થઇ. * सं. १५०७ चैत्र वदि ७ शनौ प्राग्वाट. सं. कुमरपाल भा. कामलदे पुत्र सं. धरणाकेन भा. धारलदे पुत्र जाजा - जावड ज्येष्ठभ्रातृ सं. रत्ना पुत्र लाखु सजी-सालिग सोन्त પૌત્ર સોના મહળતી-સાંડા-ગુળરાખ-પર્વત-વાછા-રાનિન-પાસા-આશા-સો.... રાખાવિ कुटुंबयुतेन स्वकारिते चतुर्मुखप्रासादे द्वितीया भूमौ मूलनायक : श्रीयुगादिदेवः का. प्र. तपागच्छेश श्री सोमसुंदरसूरिशिष्य श्रीमुनिसुंदरसूरि - श्रीजयचंद्रसूरिपट्टयोः रत्नशेखरसूरिभिः । સં. સાનિાવે પ્રમત્તિ ।। ( राणकपुर- जिनालयना रंगमंडपमां बिराजमान आदिनाथ प्रतिमा लेख ) For Private and Personal Use Only
SR No.525276
Book TitleShrutsagar Ank 2013 03 026
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy