SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gિo માર્ચ - ૨૦૧૩ ચોવીશી પટ નંબર - ૨ પ્રસ્તુત પટમાં ચોવીશ દેરી બનાવી ચોવીશ તીર્થંકર ભગવંતોની પ્રતિષ્ઠા કરેલ છે. દરેક દેરીમાં ઉપરના ભાગે તીર્થકર ભગવંતનું નામ અને ત્યારબાદ ક્રમાંકનું આલેખન થયું છે. દેરીની નીચેના ભાગે લાભ લેનાર વ્યક્તિનું નામ આલેખેલ છે, પટમાં ઉપરના ભાગે શિખરની આકૃતિ ઉપર ફરકતી ધજા જણાય છે, યથાશક્તિ એક-એક વ્યક્તિ સ્વતંત્ર રીતે જિનાલય બંધાવ્યા સરખો લાભ મેળવી શકે એ ઉદ્દેશથી જ આ પ્રકારના ચોવીશી પટોનું નિર્માણ સંભવે છે. આ પટ ભરાવનાર તરીકે ઉલ્લેખિત ચોવીશ વ્યક્તિઓ નામાનુસાર સ્ત્રી, તેમજ પ્રાયઃ એક જ પરિવાર-કુટુંબના સભ્ય હોવાની શક્યતા વધુ છે, પ્રસ્તુત લેખમાં આ પેટ ભરાવનાર વ્યક્તિઓનો નામોલ્લેખ આપેલ છે. લેખમાં નામ આગળ આપેલ ક્રમાંક દેરી નંબર અને તીર્થકર ભગવંતના ક્રમને જણાવે છે. २. चोवीशी पट लेख ૧. તે નિર્ણવી, ર. વિદેવી, રૂ, પૂ, ૪, વણિવી , ૬. વેતરેવી, ૬. મલ્ફિી , . વર્લ્ડ, ૮. શનીવે, ૬. દૂરવા, ૧૦. કેવી, ૧૧. મીનાવી, ૧૨. રવી, ૧૩. પૂનિજ, ૧૪. સર્દી, ૧૬. વીન્દુ, ૧૬. કીન્હાવે, ૧છે. મૂળ, ૧૮. પૂણી, ૧૬. સુવરે, ર૦, ધૂની, ૨૧. વાની, ર૨, વહૂતેવી, ર૩, ૨નનવી, २४.जाल्हदेवी સ્થાનાંગસૂત્રની સાક્ષીએ રોગોત્પત્તિના નવ કારણો ૧. અત્યાસન :- એક આસને લાંબો સમય બેસવાથી. ૨. અત્યાશન :- વધુ ભોજન કરવાથી, કે અપથ્યનું સેવન કરવાથી. ૩. અતિનિદ્રા :- વધારે પડતું સુવાથી. ૪. અતિ જાગરણ :- વધારે મોડે સુધી જાગવાથી. ૫. ઉચ્ચાર નિરોધ :- મળ(ઝાડો) રોકી રાખવાથી. ઉ, પ્રશ્રવણ નિરોધ :- પેશાબ રોકી રાખવાથી. ૭. ગમન :- નિરંતર ચાલવાથી. ૮. ભોજન પ્રતિકુળતા :- પ્રતિકુળ ભોજન કરવાથી (પ્રકૃતિ વિરૂદ્ધનું ભોજન કરવાથી.) ૯. ઈન્દ્રિયાર્થના વિપાક :- એન્દ્રિક વિષયોનું અતિ સેવન કરવાથી. આ નવ કારણોથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. (સ્થાન-૯, સૂત્ર-૯૯૭) * ટાઈટલ પેજ નં. ૪ For Private and Personal Use Only
SR No.525276
Book TitleShrutsagar Ank 2013 03 026
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy