________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહાલયના બે ચોવીશી પટનો પરિચય
હિરેન દોશી જૈન કલામાં પ્રાય તીર્થંકર ભગવંતોની પ્રતિમા સર્વાધિક પ્રાપ્ત થાય છે. તીર્થકર ભગવંતોના નિર્વાણ બાદ કેટલોક સમય એમનું સ્મરણ યથાવત્ બની રહ્યું, એમની સ્મૃત્તિને ચિરંજીવ બનાવવાના હેતુથી તીર્થકર ભગવંતોની પ્રતિમાઓનું
સ્થાપન થયું, તત્કાલીન શાસકોના પ્રભાવ હેઠળ તીર્થંકર ભગવંતની પ્રતિમાઓમાંના નિર્માણમાં ઘણા ફેરફારો જોવા મળે છે, તીર્થકર ભગવંત સદૈવ ધ્યાનાવસ્થામાં હોવાથી એમની પ્રતિમા ૧. ખડુગાસન (કાયોત્સર્ગ) ૨. પદ્માસન આમ બે આસનોમાં જોવા મળે છે. કાલાંતરે જિન-પ્રતિમાઓમાં દ્રિતીર્થિ, ત્રિ-તીર્થિ, ચતુર્વિશતિ જિન-પટ વિગેરે વિવિધ્ય મળતું રહ્યું. લગભગ દસમી સદીમાં ચોવીશી પટો નિર્માણ પામ્યા, ચોવીશી પટ્ટો શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર એમ બંન્ને પરંપરામાં મળી આવે છે, દિગંબર પરંપરામાં પણ ચોવિશી પટ્ટોમાં ઘણાં પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. આ ચોવીશ તીર્થંકર-પ્રતિમાઓમાં સામાન્યથી અષ્ટપ્રાતિહાર્ય, લાંછન, અને યક્ષ-યક્ષિીનું અંકન પણ પ્રાપ્ત થતું રહ્યું, નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ કુલ ચાર નિક્ષેપે સમસ્ત લોકને પાવન કરતા તીર્થકર ભગવંતોના અભિનવ સ્વરૂપની પરિકલ્પના કરવામાં આવી છે. અને તીર્થકર ભગવંતોના વિવિધ રસ્વરૂપોની પૂજા-અર્ચના વિગેરેની પરંપરા પણ અનવચ્છિન્ન રૂપે મળી આવે છે. ચોવીશી પટ નંબર – ૧
પ્રસ્તુત ચોવીશીમાં તીર્થકર ભગવંતોના બાળ સ્વરૂપનું અંકન છે. વિ. સં. ૧૨મી સદીના આ શિલ્પમાં વર્તમાન ચોવીશીના તીર્થકર ભગવંતની માતા એના બાળ સ્વરૂપ પરમાત્માને ખોળામાં લઈને બેઠાં છે, પહેલી લાઈનમાં પ્રથમ તીર્થંકર, બીજી લાઈનમાં ત્રણ તીર્થકર, ત્રીજી લાઈનમાં પાંચ તીર્થકર, ચોથી લાઈનમાં સાત તીર્થકર, અને પાંચમી લાઈનમાં આઠ તીર્થકર બિરાજમાન છે, પાંચમી લાઈનના મધ્યભાગમાં મંગલ-કુંભનું સ્થાપન કરવામાં આવ્યું છે. તોરણ અને થાંભલી-યુક્ત દેરીમાં દરેક માતા બિરાજમાન છે, દરેક લાઈનના આરંભ અને અંતે ચામર-ધારી પરિચારકો જણાય છે. માતા અર્ધપદ્માસનમાં બિરાજમાન છે, દરેકની નીચે માતાના નામો લખ્યાં છે. પ્રસ્તુત ચોવીશીમાં લેખ વિગેરે કોઈ સાધન પ્રાપ્ત થતું નથી. * ટાઈટલ પેજ નં. ૧
For Private and Personal Use Only