________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - २६ સિરોહીમાં આચાર્ય પદ આપી, તેમનું વિજયાણંદ(વિજયાનંદ)સૂરિ નામ પાડવામાં આવ્યું, આચાર્ય મહારાજના પદ મહોત્સવનો લાભ સંઘવી મેધાજલે લીધો, મહોત્સવમાં સંઘવી મેધાજલે દરેક ઘરે પીરોજીની પ્રભાવના કરી, ભટ્ટારક વિજયાણંદસૂરિ મહારાજ વિ. સં. ૧૯૧૧ના આષાઢ વદિ ૧ના મંગળવારે પ્રાતઃ કાળે ખંભાતમાં સ્વર્ગવાસી થયાં. શીલવિજય ગણિ નિર્વાણ ભાસ, ગાથા - ૧૭, કર્તા - કલ્યાણચંદ.
ઓશવાલ વંશીય નાહર ગોત્રીય સાહ ઉદાના પત્ની ઉછરંગદેની કુખે એમનો જન્મ થયો હતો, ગણિ મેઘવિજયની પ્રેરણાથી વિ. સં. ૧૯૩૬માં શ્રી વિજયહીરસૂરિ મહારાજ પાસે બાળ વયે ચારિત્ર ગ્રહણ કર્યું, અને એમને ઉદ્યોતવિજયજીના શિષ્ય બનાવ્યા, દીક્ષા લીધા બાદ આચાર્ય વિજયસેનૂરિ મહારાજ પાસે વિશિષ્ટ તપ સાથે યોગ ક્રિયાદિનું આરાધન કર્યું, આચાર્ય વિજયસેનસૂરિ મહારાજે એમને પંડિત પદ આપ્યું, અનુક્રમે વિહાર કરતા એ મહાપુરુષને આયુષ્યની અવધિનો અણસાર આવી જતાં સકળ જીવ-રાશી સાથે મિથ્યા-દુષ્કૃત કરી, ગુરુભગવંતના શ્રીમુખે અણસણ આદર્યું, અંતે, વીરમપુર નગરમાં વિ. સં. ૧૬૪૬ના ચૈત્ર વદિ - ૯ ના દિવસે એમનું નિર્વાણ થયું,
પ્રત-વિગત ૧. પ્રત નંબર :- ૪૩૭૦૭
પત્રના અંતે શ્રાવિકા રાજી પઠનાર્થે આવો ઉલ્લેખ મળે છે. ૨. પ્રત નંબર :- ૪૪૧૮૫ ૩. પ્રત નંબર :- ૫૧૩૪૧ ૪, પ્રત નંબર :- ૫૧૦૬૫ ૫. પ્રત નંબર :- ૨૯૮૪૦ ૬. પ્રત નંબર :- ૨૮૩૯૬ ૭. પ્રત નંબર :-- ૩૦૬૫૯
For Private and Personal Use Only