________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मार्च - २०१३ વિશાલ સોમસૂરિ ગુરુ-ગુણ ભાસ”, ગાથા - ૯, કર્તા - હર્ષવિમલ.
ભાસમાં જણાવ્યા અનુસાર વિશાલ સોમસૂરિ સાત સંતોષીની પત્ની નારંગદેની કુક્ષિએ જમ્યાં, વિરાટનગર એમનું જન્મ-સ્થાન, અને સંસારી અવસ્થાનું નામ વિસરામ હતું. વિશાલ સોમસૂરિએ બાલ્યવયમાં વિમલસોમસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, વિશુદ્ધ કોટિનું ચારિત્ર પાળ્યું. ઈડરમાં પંડિત વિશાલ સોમને આચાર્ય પદ આપવામાં આવ્યું, ઈડરના સાહ સહિમલે પદ સ્થાપનાનો મહોત્સવ કર્યો.
(વિક્રમ સંવત ૧૭૦૮માં આસો સુદ-૧ના શુક્રવારે જગાણા ગામે આચાર્ય વિશાલસોમસૂરિ મ. સા. ની નિશ્રામાં સંઘમાણિક્યવિજયે પોતાના શિષ્ય સુમદ્રમાણિક્ય અને રાજમાણિક્યના પઠન માટે ભગવતીસૂત્રની પ્રત લખી, તેમજ વટપદ્રનગરમાં વિ. સં. ૧૭૪૯માં કાર્તિક વદ-૧૦ને બુધવારે વિશાલ સોમસૂરિ મ. સા.ના શિષ્ય ૫. સિદ્ધસોમ ગણિના અધ્યયન માટે મુનિ રામવિજયે જ્ઞાતાધર્મકથાંગસૂત્રની પ્રત લખી.)
વિજયધર્મસૂરિ ભાસે, ગાથા - ૧૧, કર્તા - મોહન. ભાસ અનુસાર તેઓશ્રીનો જન્મ મેવાડના રૂપનગરમાં રહેતા ઓશવાલ વંશીય પ્રેમચંદ સુરાણાની પત્ની પાટમદેની કુખે થયો, વિજયધર્મસૂરિ તપાગચ્છમાં વિજયપ્રભસૂરિ મ. સા. ની પરંપરામાં વિજયદયા સૂરિ મ. સા. ની પાટે પધાર્યા, એમણે ભુજના રાજાને પ્રતિબોધ પમાડી, મધ-માંસાદિ ત્યાગ કરાવી, જિનધર્માનુરાગી બનાવ્યો હતો. (ભટ્ટારક વિજયદયાસૂરિએ વિ.સં. ૧૮૦૩ના માગશર સુદ પાંચમના દિવસે ઉદયપુરમાં આચાર્ય પદવી આપી, વિ. સં. ૧૮૦૯માં મારવાડના કાછોલી ગામમાં તેમને ગચ્છનાયક પદે સ્થાપ્યા.)
વિજયાણંદસૂરિ ભાસ, ગાથા – ૯, કર્તા - ઋદ્ધિવિજય. ભાસ અનુસાર મારવાડમાં આવેલા રોહ ગામમાં વિ. સં. ૧૬૪૨માં પોરવાડ જ્ઞાતીય સા. શ્રીવંતની પત્ની સિણગારદે કે સાંણગારદેની કુક્ષિએ એમનો જન્મ થયો, તેમનું મૂળ નામ કલો હતું, તેમણે વિ. સં. ૧૯૫૧માં માતા-પિતા, ચાર ભાઈ તેમજ ફોઈબા સેંજબાઈ સાથે જગદ્ગુરુ આચાર્યશ્રી વિજયહિરસૂરીશ્વરજી મ. સા. દીક્ષા આપી, દીક્ષા બાદ એમનું નામ મુનિ કમલવિજયજી રાખ્યું, અને એમને શ્રી સોમવિજયજી મ. સા.ના શિષ્ય બનાવ્યા.
મુનિ કમલવિજયજીને વિ. સં. ૧૯૭૦માં આચાર્ય વિજયસેનસૂરિએ પંડિત પદ આપ્યું, અને વિ. સં. ૧૭૭૬ના પોષ સુદિ ૧૩ના દિવસે વિજયતિલકસૂરિએ
For Private and Personal Use Only