________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતસાર - ર૬ મ. સા નો જન્મ વિ. સં. ૧૫૩૭ માં થયો હતો. અને સં. ૧૫૯૫ માં એમણે નાગોરમાં ઉપાધ્યાય પદ, અને વિ. સં. ૧પ૯૯માં ભટ્ટારક પદ પ્રાપ્ત કર્યું હતું. એમણે તંદુવૈચારિક પન્ના, પ્રશ્નવ્યાકરણ, સૂત્રકૃતાંગ, તેમજ જંબૂચરિત્ર પર બાલાવબોધની રચના કરી હતી. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૬૧રના માગશર મહિનામાં જોધપુરમાં થયો હતો. એમનાથી વિ. સં. ૧૫૭૨માં પાયચંદ મત નીકળ્યો.)
શુભવર્ધનગણિ નિર્વાણ ગીત, ગાથા - ૧૫, કર્તા – અજ્ઞાત.
ગીતમાં જણાવ્યા અનુસાર શુભવર્ધન ગણિને છ વિગઈનો સંપૂર્ણ ત્યાગ હતો, એમના જીવનકાળ દરમ્યાન એમણે બત્રીશ હજાર નવા ગ્રંથોની રચના કરી. એમનો કાળધર્મ વિ. સં. ૧૫૩૭ના ચૈત્ર શુદિ-૨ ના સોમવારે કુણગિરિ (કુણઘેર)માં થયું હતું. નિર્વાણ-ગીતમાં કવિ શુભવર્ધનગણિના કાળ-પ્રસંગે વાતાવરણની ગમ-ગીનીને ૧રમી ગાથામાં આ રીતે જણાવે છે.
પંથીડા પૂછઈ નગર નિવાસીને, ઇહા હાટડે કાઈ હટતાલ,
શ્રીગુભવર્ધન ગરુઆ-ગુરુ તણ, તેહનું પહુત હો કાલ. રાજસાગરસૂરિ નિર્વાણમહોત્સવ સઝાયર, ગાથા-૧૫, કર્તા-રત્નસાગર.
ગુજરાતના સીહપુર(પ્રાયઃ આજનું સિદ્ધપુર) માં રહેતા ઓશવંશીય સાદેવીદાસના પત્ની કોડાઈની કુખે વિ. સં. ૧૯૩૮ના ફાગણ સુદિ બીજના દિવસે એમનો જન્મ થયો, વિ. સં. ૧૬પ૧માં એમણે દીક્ષા લીધી, વિ. સં. ૧૯૮૬ના જેઠ સુદિ-૧૪ શનિવારે અમદાવાદના મહાવીર સ્વામીના દેરાસરમાં ગચ્છનાયક પદે બિરાજિત થયા, આચાર્ય રાજસાગરસૂરિ મ. સા. ના ઉપદેશથી શેઠ શાંતિદાસે સાતેય ક્ષેત્રમાં ધન વાપરી જિનશાસનની અનેરી પ્રભાવના કરી.
વિ. સં. ૧૭૨૦ના ભાદરવા સુદિ-૭ ના દિવસે અમદાવાદમાં એમનો સ્વર્ગવાસ થયો. શેઠ શાંતિદાસના પરિવારજનો સહિત અમદાવાદના શ્રીસંઘે આચાર્ય ભગવંતના નિર્વાણ નિમિત્તે આઠ દિવસનો મહોત્સવ કર્યો, આ કૃતિમાં વિ. સં. ૧૬૯૬ના જેઠ મહિનામાં આચાર્ય રાજસાગરસૂરિ મ. સા. ને ગચ્છનાયક પદની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે. જ્યારે તિલકસાગરકૃત રાજસાગરસૂરિ રાસમાં આજ સમયે આચાર્ય પદ પ્રાપ્ત થયાની નોંધ મળે છે.
* જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પેજ નં. ૫૦, તિલકસાગરફત રાજસાગરસૂરિ નિર્વાણરાસ,
ઢાળ-૫, કડી-૩થી
For Private and Personal Use Only