________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક ઐતિહાસિક લઘુ-કૃતિઓનો સાર
હિરેન દોશી
ઐતિહાસિક કૃતિઓની શોધમાં કેટલીક લધુ કૃતિઓ મળી આવી, સંપૂર્ણ કૃતિને પ્રકાશિત કરવા માટે સમય ઘણો માંગી લે, પ્રાયઃ આવી લઘુ કૃતિઓમાં નાયકશ્રીઓના ગુણાલેખન, એમની ચારિત્ર-પાલનની સજ્જતા, સ્વાધ્યાય-રૂચિ, તેમજ તત્કાલીન શાસક અને સંધ ઉપર પડેલા પ્રભાવનું વર્ણન મળી આવતું હોય છે. એ વર્ણનની સાથે-સાથે એમનાં માતા-પિતાનું નામ, જન્મ-સ્થાન, દીક્ષા, પદારોહણ, જેવી કેટલીક ઐતિહાસિક નોંધ મળી આવતી હોય છે. કૃતિમાં આવી ઐતિહાસિક-નોંધ કૃતિના સાર રૂપે અહીં રજુ કરી છે.
અક્ષયચંદ્રસૂરિ ભાસ', ગાથા - ૯, કર્તા- અજ્ઞાત.
આ કૃતિ અનુસાર એમના પિતાનું નામ સાહ સહસમલ હતું. આગળની પાંચ ગાથાઓમાં આચાર્ય મહારાજના ગુણોનું વર્ણન મળે છે. વર્ણનમાં મુખ દીઠે સુખ ઉપજે, અને ગુણના દરિયા, જ્ઞાને ભરીયા જેવી પ્રાયઃ પ્રચલિત ઉક્તિઓનો કવિએ ઉપયોગ કર્યો છે. રતલામનો સંધ અક્ષયચંદ્રસૂરિ મ. સા. ને ચાતુર્માસ માટે વિનંતી કરે છે. એ વિનંતિને સ્વીકારી આચાર્ય મહારાજ વિ. સં. ૧૭૬૧ નું ચોમાસું રતલામમાં કરે છે. શક્યતા છે, કે આ ભાસની રચના રતલામમાં થઈ હોય ...
અક્ષયચંદ્રસૂરિ ભાસ', ગાથા
૭, અજ્ઞાત.
કૃતિ અનુસાર એમના પિતાનું નામ સાહ સહસમલ્લ અને માતાનું નામ સંપૂરદે હતું. ખંભાતના સોની તિલકસીએ વિ. સં. ૧૭૫૦ના જેઠ સુદ ૧૦ના ખંભાતમાં આચાર્ય અક્ષયચંદ્રસૂરિ મ. સા.ના પદ મહોત્સવનો લાભ લીધો હતો. આ કૃતિમાં પ્રધાનરૂપે ગુણવર્ણન મળે છે.
પાસચંદ્રસૂરિ ભાસ', ગાથા - ૭ કર્તા – મુનિ ખુશાલ
-
ભાસમાં જણાવ્યા અનુસાર મરુધરના હમીરપુરમાં રહેતા પોરવાડ જ્ઞાતીય સા. વેલાના પત્ની વિમલાદેની કુખે એમનો જન્મ થયો, સં. ૧૫૪૭માં એમણે સાધુરત્ન પાસે દીક્ષા લીધી, અને સં. ૧૫૬૫ માં એમણે ક્રિયોદ્ધાર કર્યો, દેવની સહાયથી વરસાદ વરસાવી જિનશાસનની પ્રભાવના કરી. (આચાર્ય પાર્શ્વચંદ્રસૂરિ
For Private and Personal Use Only