SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિ.સં.૨૦૬૮-ચૈત્ર મ હૈ જિનેશ્વર પરમાત્મા આપના ભક્તો ભક્તિપૂર્વક આપનું જ્યાં જ્યાં પણ સ્મરણ કરે છે. ત્યાં ત્યાં આપ પ્રત્યક્ષ તેઓના વાંછિતોને વારંવાર પૂરો છો. આથી જ આપના દર્શનાર્થે અસંખ્ય ભકતજનો આવે છે. તેના મેં કેટલાય પ્રત્યક્ષ ઉદાહ૨ણો જોયેલા છે. આવું આપનું સાક્ષાત્ માહાત્મ્ય જોવાથી મારું ચિત્ત અત્યંત પ્રસન્ન થાય છે, અને આથી જ હું બીજા કોઇ દેવની કામના કરતો નથી. (ચિત્રાક્ષ) છંદ્ર} विविहसुविहलच्छी वल्लिसंताणमेहं सुगुणरयणगेहं पत्तसप्पुण्णरेहं । दलि अदुरियदाहं लद्धसंसद्धिलाहं जलहिमिव अगाहं बंदिमो पासनाहं । । ३ । । प्राकृतीया Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ લક્ષ્મીરૂપી વેલડી માટે મેઘ સમાન, સદ્ગુણોરૂપી રત્નોના ભંડાર સમાન, પ્રાપ્ત કરેલ છે ઉત્કૃષ્ટ પુણ્યરૂપી રેખા જેણે, પાપરૂપી અગ્નિને જેમણે દળી નાખી છે, પ્રાપ્ત કરેલ છે મુક્તિરૂપી લાભ જેમણે અને સમુદ્રની જેમ જેઓના ગુણોને પામવા કઠિન છે તેવા પાર્શ્વનાથને અમે વંદીએ છીએ, शुलपुलनलवललुचिलविनिलमिदपलमानंद सकलशुलाशुलशेविदपदशलशीलुहदंद | कलुनाशागल कुलकमलालिदिनेशलदेव चलनशलोजमहं पणमामि निलंतलमेव ||४|| मागधी દેવેંદ્રોને પણ અત્યંત આનંદ ઉત્પન્ન કરનારા, સકલ સુરાસુરો વડે સેવાયેલા છે ચરણકમલરૂપી યુગલ જેમના, કરૂણાસાગર! કુળરૂપી કમલોની શ્રેણી માટે સૂર્ય સમાન હૈ પાર્શ્વ પ્રભુ! આપના ચરણકમલને હું નિરંતર વંદુ છું. (તોટક છંદ્ર) दुहटिनीवारनदरुनपोअ दुरिदोहहुदासन अदुलदोअ । संपूरिदजगदीजं दुकाम पूरय महवंछिद पाससामि । । ५ । । शौरसेनी જન્મ-મરણવાળી દુઃખરૂપી નદી તરવા માટે જહાજ સમાન, પાપોના સમૂહરૂપ અગ્નિના શમન માટે અતુલ જળ સમાન, પૂર્ણ કરેલ છે જગતના જીવોની કામના જેમણે એવા હે પાર્શ્વનાથ આપ મારા વાંછિતને પુરો. तुहताहतबानलनासघनं सुभतानसुकोवितगीतगुनं । धरनीशफनीशनतं सततं नम पासजिनं सुसुहं तततं || ६ || पैशाची જેઓ દુઃખના દાહરૂપી દાવાનળનો નાશ કરવા માટે મેઘ સમાન છે. સુખને આપનાર હોઇ પંડિતો વડે જેમના ગુણો ગવાયા છે. જેઓ ધરણેન્દ્ર વડે સતત વંદાયેલા અને નિરંતર સુખને આપનારા છે, એવા પાર્શ્વજિનને હે સખે! તું નમન કર. (નન્દ્વવ૭૯) मतनमतसरवनवनतहनरवनपावकं सिद्धिसुभजुवति सिंगारवरजावकं । जो हु तुह चलनजुकमंच संततं च कति सव्वे चना पास पनमंति तं ।।७।। चूलिकापैशाची હે પાર્શ્વ પ્રભુ! મદનના મદરૂપી ધનિષ્ઠ જંગલને બાળવામાં પ્રકૃષ્ટ અગ્નિ સમાન, પુનઃ મુક્તિરૂપી યુવતીના શૃંગારમાં શ્રેષ્ઠ અળતાના રંગ જેવા રક્તવર્ણીય એવા આપના ચરણયુગલની જે પુરુષ અર્ચના કરે છે. તેને નિશ્ચયે કરીને સર્વેલોક નમે છે. For Private and Personal Use Only
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy