SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra S www.kobatirth.org (રોડઠં7) तुह राउल राउलह सामि हुं राउलरंकह हिणसु दुहाइ सुहाइ कुणसु मइ मा अवहीरह • पिखइ जुग्गु अजुग्गु ठाणु वरसंतउ किं घणु पत्तउपइ इ होसु दुहिअ सा तुह अवहीलणु ॥ १८ ॥ अपभ्रंशिका Acharya Shri Kailassagarsuri Gyanmandir એપ્રિલ ૨૦૧૨ હે નાથ! તું તો રાજાઓનો પણ રાજા છે, જ્યારે હું રંકોનો સરદાર છું. આથી મારા દુઃખોને હણ અને સુખને (પ્રદાન) કર. મારી પ્રાર્થનાને તું અવગણીશ નહી. શું વરસતો મેઘ ક્યારેય પણ યોગ્ય કે અયોગ્ય સ્થાનને જુએ છે? નહિ ને! તેમ આપને પામ્યા છતા જો હું દુ:ખી રહીશ તો તેમાં તારી જ અવહીલના છે. (વસંતતિતા છંz) 'सज्जंतुकामितविधाननिधामरूपं चित्ते दधामि तव नाम सुगेयरूपं । इच्छामि कांतमिदमेव भवे भवेहं वामांगजेह गुणगेहसुपूरितेहं । १९ ।। समसंस्कृत હે વામાદેવીના લાડકવાયા! ભવ્ય જીવોની ઇચ્છિત કામનાઓને પૂરવા માટે નિધાન જેવા, આદેય નામકર્મના કારણે અત્યંત પ્રશંસનીય આપના નામને હું ચિત્તમાં ધારણ કરું છું. ગુણભંડાર! અત્યંત મનોહર અને સર્વે ઇચ્છાઓને પૂર્ણ કરનારા તારા નામને આ લોકમાં અને ભવે ભવે ઇચ્છુ છું. (નાનિની અંઢ) इम अरज अम्हारी तांहि पक्षी कुरु त्वं गिणइ जहित कीधुं तस्य सत्यं गुरुत्वं । हिव मुज सुख आपो सा तवैवास्ति शोभा तुज चिण कहि स्वामी कस्य नो संति लोभाः ।।१०।। અમારી આ અરજને તું નજરમાં લે, જેટલું કીધું તેને સત્ય અને ગૌરવપૂર્ણ કરીને માન, હવે તો મને સુખ આપો તેમાં તમારી જ શોભા છે. હે સ્વામી આપવાવાળા તમારા જેવા હોય તો પછી લોભ કાને ન થાય? (સ્ત્રગ્ધરા) स्वर्भाषा संस्कृतीया तदनुप्रकृतिजा मागधी शौरसेनी पैशाची व्यंगरूपानुसृतविधिरपभ्रंसिका सूत्रवाक्यैः || भिर्वाग्भी. रसैर्वा स्तुतिसुरसवती निर्मिता पार्श्वभर्तुः श्रीधर्माद्वर्धनेनामितसुकृतवतां ह्लादसुस्वाददा स्तात् ।। ११ ।। આમ સૂત્ર એવું વાક્ય વડે કહેવા યોગ્ય અર્થ અને ઉપદેશ છે, જેમાં એવી સંસ્કૃત- પ્રાકૃત- માગધી- શૌરસેનીપૈશાચી અને અપભ્રંશરૂપી ષદ્ભાષાના રસોથી સ્વાદિષ્ટ અને શ્રીધર્મવર્ધન મુનિ વડે રચિત પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપી રસોઇ અતિપુણ્યશાળી જીવોને આહ્લાદરૂપી સ્વાદને આપનારી થાઓ. For Private and Personal Use Only उत्फुल्ल गल्लैरालापा क्रियन्ते दुर्मुखैः सुखम् । जानाति हि पुनः सम्यक्कविरेव कवेः श्रमम् ।। હું આ કૃતિનું સંપાદન મારી મતિ અને શક્તિ અનુસાર કરેલ છે. છદ્મસ્થપણું હોવાથી ક્યાંક ક્ષતિ રહી જવી શક્ય છે. આથી વિદ્ઘર્યો મારી ભૂલોને ધ્યાનમાં ન લેતા મારો કાર્ય કરવાનો વિશેષ પ્રયત્ન અને ઉત્સાહ વધે તેમ અનુગ્રહ. કરે. કેમકે ગર્ભિણી સ્ત્રીના દુઃખને જેમ વંધ્યા સ્ત્રી નથી જાણી શકતી. તેમ ાંત સંપાદનાદિ કાર્યોમાં કેટલો શ્રમ પડતો હોય છે તે તેના જ્ઞાતાઓ જ જાણતા હોય છે. અન્ય કોઇ આ કાર્યશ્રમને ન્યાય આપી નથી શકતા. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ કહેવાયું કે લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy