________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦-૮-ચૈત્ર
૨૩
સમયની મહારાષ્ટ્રા અને કર્ણાટકાની લિપિ પશ્ચિમી લિપિ તરીકે ઓળખાવે છે. જો કે ગુજરાતીની લિપિમાં દખ્ખણની શૈલીની સાથે રાજસ્થાન શૈલીની અસર પણ જોવા મળે છે. પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય લગ.ઇ. સ.૬૧૦) માં તત્કાલીન લિપિની યાદીમાં ‘લાટ લિપિ' (પ્રાલાડલિવી) જણાવવામાં આવી છે, તે પરથી ગુજરાતી આ લિપિને લાટ લિપિ તરીકે ઓળખાવી શકાય.
ઇ.સ. ૪૦૦ થી ૮ના વિધિ વિકાસના ગાળામાં ગોદાવરી કૃષ્ણા પ્રદેશમાં આદ્ય કાનડી લિપિ વિકસી. કૃષ્ણા પ્રદેશની દક્ષિણના ભાગમાં સાતમી સદીમાં ગ્રંથલિપિ વિકસી. આ લિપિ આરંભમાં તેલુગુ અને કન્નડ લિપિ જોડે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પણ સમય જતાં ચાલુ લમેં લખવાથી ઉભી અને આડી રેખાઓને વળાંકદાર મરોડ આપવાથી તેમજ ક્યાંક ક્યાંક અક્ષરો વચ્ચે ગાંઠ બનાવવાની પ્રક્રિયાને લીધે આ લિપિએ વિશિષ્ટ રૂપ ધારણ કર્યુ. વર્તમાન પ્રાદેશિક લિપિઓ :
ભારતની બધીયે વર્તમાન પ્રાદેશિક લિપિઓ સમય જતાં બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની લિપિઓ પણ બ્રાહ્મી કુળનો જ પરિવાર છે.
નાગરી લિપિ :
ભારતમાં નાગરી લિપિ બધા જ પ્રદેશોમાં સહુથી વધુ પ્રચલિત છે. ઉત્તર ભારત તથા દખ્ખણમાં આ દેવનાગરી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને નંદિનાગરી કહે છે. વર્તમાન નાગરીનો પ્રયોગ દખ્ખણમાં ૮ મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં મેવાડામાં ૧૦ મી સદીથી જોવા મળે છે, આ સમયની હસ્તપ્રતોમાં બે પંક્તિઓ વચ્ચે ઘણી ઓછી જગ્યા રાખવામાં આવતી અને એ ઓછી જગ્યામાં શિરોરેખા ઉપર અંતર્ગત 'એ' નું ચિહ્ન ઉમેરવું હોય ત્યારે શિરોરેખાની ઉપર નહીં પણ અક્ષરની જમણી બાજુએ ઊભી પડી માત્રાનો ઉપયોગ કરવામાં આવતો.
ઇ.સ.ની.૧૨મી-૧૩મી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયાં. આ સમયમાં કાગળ પરની પ્રતો વિશેષ મળે છે. જૈન હસ્તપ્રત ન નાગરી લિપિમાં અને જૈનેતર હસ્તપ્રત નાગરી લિપિમાં લખાઇ છે. જેન હસ્તપ્રતોમાં સમયનિર્દેશ પણ મળે છે.
જૈન નાગરી લિપિ :
મગધમાં વસતી જૈન પ્રજાએ દુષ્કાળ એન સાંપ્રદાયિક સાઠમારીને લીધે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર કર્યું ત્યારે બ્રાહ્મી-બંગલા લિપિની છાયા જૈન લિપિમાં ઊતરી. અક્ષરોના મરોડ, પડીયાત્રા વગેરેમાં તેની અસર દેખાય છે. શ્રમણ સંસ્કૃતિએ લેખનકલામાં પોતાને અનુકુળ લિપિમાં ફેરફાર, સુધારાવધારા અને સંકેતોનું નિર્માણ કર્યું. આથી એ આગવી જૈન લિપિ તરીકે ઓળખાઈ. લિખિત પુસ્તકોની સંશોધન પધ્ધતિ, સાધનો, સંકેત ચિન્હો, સંયુક્તાક્ષરો, મોડો વગેરે જુદા પડતા હોઈ આ લિપિ નવીન છે.
જુદી જુદી ટેવ, પસંદગી વગેરેને લઈને જૈન લિપિ અનેક ભાર્ગોમાં વહેંચાઈ, જેમાં પતિઓની લિપિ. અરતગચ્છીય લિપિ, અક્ષરોના ટુકડા કરી લખેલી ગુજરાતી લેખકોની લિપિ વગેરે, પત્તિઓની લિપિ અક્ષરોના ટુકડા કરી લખેલી હોય છે. મારવાડી લેખકો અક્ષરોનાં નીચેનાં પાંખડાં ઓછાં ખેંચે છે. બીજા લેખકો વધુ ખેંચે છે. પશ્ચિમ ભારતમાં આ લિપિનો પ્રયોગ થયો હોવાથી જૈન લિપિની હસ્તપ્રતો તાડપત્ર અને કાગળ પર જ મળે છે. આ લિપિમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રત ‘પંચમી કથા” (વિ. સં. ૧૧૦૯ ઇ.સ.૧૦૫૨-૫૩)ની પ્રાપ્ત થઇ છે.
(વધુ આવતા અંકે...)
For Private and Personal Use Only