________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-ચૈત્ર ખરોષ્ઠી લિપિ
આ લિપિ મુખ્યત્વે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ પ્રચલિત હતી. જે ધીમે ધીમે પ્રાચીન કાળમાં જ લુપ્ત થઈ ગઈ છે. હસ્તપ્રતોમાં આ લિપિનો પ્રયોગ ઈ.સ.ની રજી સદીથી જોવા મળે છે. અફઘાનિસ્તાનના એક સૂપમાંથી મળેલા ભૂર્જપત્રો ઉપર આ લિપિ પ્રયોજાઇ છે. પોતાન (ચીની તુર્કસ્તાન) માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ ધમ્મપદની હસ્તપ્રત પ્રાપ્ત થઇ છે. આ પ્રત પ્રાય ગંધારમાં કુષાણકાળ દરમિયાન લખાઇ હતી. ચીની તુર્કસ્તાન (મધ્ય એશીયા) માં લાકડાંના પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ Lou-lan, Tun huang અને miran માંથી મળ્યાં છે. રેશમ પર લખેલાં ત્રણ ધાર્મિક અને બિનધાર્મિક લખાણ પ્રાકૃત અને ખરોષ્ઠીમાં છે. વેપારીઓ, કારકુનો અને ગુમાસ્તાઓ માટેની આ લિપિમાં પ્રાકૃત લખાણ સરળતાથી લખાતાં.
- આ લિપિ સેમેટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી ઉત્તરી સેમેટિક કુળની અરમાઇક લિપિના કેટલાક અક્ષરો સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરો સામ્ય ધરાવે છે. ભારતીય વર્ણો લખવા માટે અરમાઇક વર્ણમાળા સુધારા-વધારા કરવામાં આવ્યાં. અમરાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરોષ્ઠી લિપિ, મૌર્યો, ભારતીય-યવનો, શક-પટ્સવો અને કુષાણોના શાસનકાળમાં આ લિપિનો સ્થાનિક લિપિ તરીકે ઉપયોગ ચાલુ રહ્યો. ઇ.સ. ની પમી સદી પછી આ લિપિ સદંતર લુપ્ત થઇ. બ્રાહ્મી લિપિ :
બ્રાહ્મી લિપિ સમસ્ત ભારત વર્ષમાં પ્રયોજાતી અને સમય જતાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામીને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે હજુ પણ વિદ્યમાન છે. આમ વર્તમાન ભારતીય લિપિઓની જનની બ્રાહ્મી લિપિ છે.
પાશ્ચાત્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમેટિક કુળની લિપિઓમાંથી થઇ હોવાની કલ્પના કરી. તેમાંય વિલ્સન, કસ્ટ, વેબર, વ્યુહર જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિનો ઉદભવ ઉત્તરી સેમેટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. ડિકના મત પ્રાચીન દક્ષિણા સેમેટિક લિપિ દ્રારા કયુનિફોર્મ (કિલાક્ષરી) લિપિમાંથી થઈ હોવાનું સૂચવ્યું. રાજ બલિ પાંડેય અને ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉદ્ભવી હોવાનો મત રજુ કર્યો જનરલ કનીંઘમ, ડાઉસન, લારસન જેવા વિદ્વાનોએ જણાવ્યું કે આર્ય બ્રાહ્મણોએ બ્રાહ્મી લિપિ દેશજ ભારતીય ચિત્રાક્ષરોમાંથી વિકસાવી અડવર્ડ ટોમસે સાંસ્કૃતિક રીતે આગળ વધેલી દ્રવિડ પ્રજાએ બ્રાહ્મી લિપિની શોધ કરી હોવાનું મંતવ્ય રજુ કર્યું, આ ધારણા ભૂલભરેલી છે. દ્રવિડો મૂળ દક્ષિણ ભારતના હતા. જ્યારે આર્યોનું મૂળ વતન ઉત્તર ભારતમાં હતું અને લેખનકળાનો સહુથી જૂનો નમુનો ઉત્તર ભારતમાંથી મળ્યો છે. બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતરો અને વર્તમાન પ્રાદેશીક લિપિઓ :
પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય બુઠ્ઠર અને ઓઝા ઇ.સ. ૩૫૦ થી ઇ.સ. ૩પ૦ સુધીનો મૂકે છે. આ સમયમાં મોટા ભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સમગ્ર દેશની એક સરખી લિપિ તરીકે રહી છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખ મળ્યા છે. આ બધામાં બ્રાહ્મી લિપિનો એક સરખો મરોડ પ્રચલિત હતો. અશોકના સમયમાં કેટલાક અક્ષરોનાં સ્પષ્ટ પરિવર્તનો થયાં હતાં અ' અને “આ” નાં ઓછામાં ઓછાં દસ રૂપે મળે છે અશોકના અભિલેખોમાં ત્રણ બોલીભેદ જોવા મળે છે પ્રાદેશિક ધોરણે કોઇ લિપિભેદ જોવા મળતો નથી. ડૉ.દાનના મતે ઈ.પૂ.૨૦૦ થી ઈ.સ.ના પ૦ના ગાળા દરમ્યાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતરો થયેલાં માલુમ પડે છે અને તેમાંથી પ્રાદેશિક ભેદ વિકસવા લાગે છે. ડૉ. દાની તેને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ કહે છે અને ૧. પૂર્વ ભારતીય, ર, ઉત્તર-પશ્ચિમ ભારતીય રૂ, ઉત્તર પશ્ચિમ દખ્ખણી અને ૪. દક્ષિણ ભારતીય એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરે છે.
For Private and Personal Use Only