SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ એપ્રિલ ૨૦૧૨ (હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૪ ડૉ. ભારતીબહેન શેલત લેખનકળા એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પાયાના વિષયોમાંના એક વિષય તરીકે ખૂબ અગત્યનું સ્થાન ધરાવતી હતી. લેખનકળા માટે ‘લિપિ' શબ્દ અને પ્રાથમિક શાળા માટે ‘લિપિશાળા' શબ્દ પ્રયોજાતો. વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જૈન અનુકૃતિમાં બાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી મનાય છે, જ્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના સર્જક બહ્માએ કર્યું મનાય છે પરંતુ અનુકૃતિઓની પ્રાચીનતા નક્કી કરવી મુશ્કેલ છે. બૌદ્ધ સાહિત્યના લલિતવિસ્તર(ઈ.સ.૩૦૦ પૂર્વે) નામે સંસ્કૃત ગ્રંથમાં લિપિઓની યાદી આપવામાં આવી છે, તેમાં મહત્વની લિપિ બ્રાહ્મી અને ખરોષ્ઠી દર્શાવી છે. અન્ય લિપિઓમાં પ્રદેશોનાં નામ પરથી પુષ્કરસારી, અંગ લિપિ, વંગ લિપિ, મગધ લિપિ, દ્રવિડ લિપિ જેવી લિપિઓના નામ અને જાતિ કે દેશવિદેશની લિપિઓ - દરદ લિપિ, ખાસ્ય લિપિ, ચીન લિપિ, હુણ લિપિ વગેરેનાં નામ છે. સમવાયાંગ સૂત્ર અને પ્રણવારા સૂત્રમાં લિપિઓની યાદી આપેલી છે. બંનેમાં ઘણાં નામો સમાન છે. આ યાદીમાં બંભી(બ્રાહ્મી,) ખરોટી(ખરોષ્ઠી), પુખરસારિયા (પુષ્કરસારિકા), દ્રામિ લિપિ (દ્રાવિડી) લિપિઓનો સમાવેશ થાય છે. જૈન આગમોની યાદીમાં ‘ઝવણાલિયા લિપિનો ઉલ્લેખ છે, તે સ્પષ્ટત: યવનાની લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની શબ્દ પ્રચલિત હતો. તેનો ઉલ્લેખ પાણિનીના અષ્ટાધ્યાયી (ઈ. પૂ. ૫મી સદી) માં થયેલો છે. આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ.પૂ પમી સદીથી મળે છે હડપ્પા અને મોહેંજો -દડોનાં ખંડેરોમાંથી મુદ્રામાં. મુદ્રાંકો અને તામ્રપટ્ટિકા પર લખાણ કોતરેલાં મળે છે. તેની લિપિ ઉકેલવા પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ ઘણાં પ્રયત્ન કર્યા છે. આ લખાણમાં આવતાં જુદા જુદાં ચિહ્નોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની અને એમાં ઉમેરાયેલાં માત્રાચિની ગણતરી કરવાના પ્રયત્નો થયા છે. ડાં, હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરની કુલ સંખ્યા અને એમાં મૂળાક્ષરોની સંખ્યા છે. આ મુળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવા ચિહ્નો ઉમરેલો જણાય છે. અબરામાંનાં કેટલાંક ચિત્રાત્મક છે. આ અક્ષરના આકાર પરથી એને તે તે પદાર્થના દ્યોતક માનવામાં આવ્યા છે. જેમ કે મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. આ લિપિનું સ્વરૂપ પૂર્ણત: ચિત્રાત્મક નથી. કેટલાક વિદ્વાનો એમાં ભાવાત્મક તથા વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે. તો કોઈ એને મુખ્યત: ધૃત્યાત્મક માને છે. ચિહ્નોની સંખ્યા પરથી આ લિપિ પૂર્ણત: વર્ણાત્મક નહિ હોવાનું પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોએ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવી હોવાનું ધાર્યું અને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિની પ્રાચીનતમ અમુક અક્ષરો સાથે આકાર સામ્ય ધરાવે છે. તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતી જણાય છે આઘ-ઐતિહાસિક કાલની આ અણઉકેલી લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઉતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતા આ બે લિપિઓના ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબી ગાળો રહેલો છે. પ્રાચીન ભારતમાં મુખ્યત્વે બે લિપિઓ સહુથી વિશેષ પ્રચલિત હતી, બ્રાહ્મી અને ખરષ્ટી, ચીની વિશ્વકોષ ફા - યુઆન - સ - લીન(ઈ.સ.) માં ત્રણ દેવી તત્ત્વોએ લેખનકળાની શોધ કરી. બીજા દેવ ફાન(બ્રહ્મા) જેમણે ડાબેથી જમણે લખાતી બ્રાહ્મી લિપિની શોધ કરી બીજા દેવ કય -લુ(ખરોષ્ઠ) જેમણે જમણાથી ડાબે લખાતી ખરોષ્ઠી લિપિની શોધ કરી. ત્રીજી લિપિની શોધ સંકીએ ઉપરથી નીચે લખાતી ચીની લિપિરૂપે કરી. એમાં પહેલી બે લિપિઓના કર્તા ભારતમાં જન્મ્યા. For Private and Personal Use Only
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy