SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुत सागर, माघ २०५५ જૈન દર્શનમાં પ્રકાશપુંજ: ૨ સમ્યગ્દર્શનમ્ મુનિ શ્રી અમરપદ્મસાગરજી आधारभूतं जिनशासनस्य, पवित्रपीठं शिवमन्दिरस्य। द्वयादिभेदैः परिकीर्तितं च प्रणौमि सम्यक्त्व पदं सुभक्त्या ।। શ્રી જિનશાસનરુપી ભવ્ય ઇમારતનો આધારસ્તંભ સમ્યક્ત છે અને મોક્ષમંદિરની પવિત્રપીઠ પણ સમ્યક્ત છે. સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી જીવ અવશ્ય મોક્ષપદને પ્રાપ્ત કરે છે. અનન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવનો જ્યારે અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી રહે છે ત્યારે તે જીવ સમ્યક્ત પામી શકે છે. અપાદ્ધ પરાવર્ત સંસાર જે જીવનો વધારે હોય તે જીવ સમ્યક્તને પામી શકતો નથી. પરમાત્માની સંપૂર્ણ આજ્ઞા જે વ્યક્તિને રુચિપૂર્વક શિરોમાન્ય હોય તે જ વ્યક્તિ સમ્યક્વી બની શકે છે. સમ્યક્ત ધારણ કરનારી વ્યક્તિ સંસારથી ભયભીત હોય છે, કારણકે સંસારના કલુષિત પરિણામોમાં એ વ્યક્તિને અત્યન્ત દુઃખાનુભવ થતો હોય છે! જૈન શાસનના પરમાર્થગ્રાહી ગુરુ ભગવન્તો પણ શ્રાવકવ્રત અથવા સાધુવ્રતના દાનના પ્રસંગમાં સહુથી પહેલા સમ્યક્તનું દાન કરે છે. સમયન્ત વગરનું વ્રતદાન મોક્ષ આપવા માટે અસમર્થ બને છે. માટે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત પંચાશકની ટીકામાં આચાર્ય શ્રી અભયદેવસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે – संसारभीतो अन्यथाविधस्य हि व्रतप्रतिपत्ति न मोक्षाय स्यात। સમ્યક્ત મુખ્યત્વે ત્રણ પ્રકારના છે- ૧, ક્ષાયિક ૨. ક્ષાયોપથમિક ૩. પથમિક. ૧. ક્ષાયિક- અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ તથા સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય આ સાત કર્મ પ્રકૃતિનું જ્યારે આત્મા ઉપરથી સત્તા તરીકે પણ અસ્તિત્વ ન હોય ત્યારે ક્ષાયિક સમ્યક્ત જીવને પ્રાપ્ત થાય છે. આ સમ્યક્તની સ્થિતિ સાદિ અનન્ત કાલની છે. આ સમ્યક્તને પામનારા જીવો ઉત્કૃષ્ટથી ચારથી પાંચ ભવ સુધી જ સંસારમાં પરિભ્રમણ કરીને મોક્ષસુખ નિશ્ચયથી પામે છે. સમ્યક્ત પામતી વખતે જો જીવે આયુષ્યનો બંધ કર્યો ન હોય તો ચોક્કસ પણે તે જ સમયે ક્ષપકશ્રેણિ માંડીને નિર્મળ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. દર્શન સપ્તકના ક્ષયથી પ્રગટ થતું આ સમ્યક્ત ક્ષાયિકભાવનું કહેવાય છે. ચોથા ગુણસ્થાનકથી તમામે તમામ ગુણસ્થાનકમાં આ સમ્યક્ત હોઈ શકે છે. ૨. ક્ષાયોપથમિક સમ્યક્ત- આ સમ્યક્ત ઉપરોક્ત સાત કર્મ પ્રકૃતિના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેનો કાલ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમની સ્થિતિનો છે. ક્ષયોપશમ સમ્યક્તને જીવ અસંખ્યાત વખત પણ પ્રાપ્ત કરી શકે છે. મૂલથી મિથ્યાત્વરસના પુદ્ગલને જીવ વિશેષ પુરુષાર્થથી શુદ્ધ કરીને વેદે છે માટે આ સમ્યકત્વને વેદક સમ્યક્ત પણ કહેવાય છે. આ સમ્યક્તમાં વર્તતા જીવોમાં સમ્યક્ત સંબંધી અતિચારની સંભાવના રહેલી છે. આ સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. ૩. ઔપશમિક સમ્યક્ત- ઉપરોક્ત દર્શન સપ્તકના ઉપશમનથી આ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. આ સમ્યક્તનો કાલ અન્તર્મુહૂર્તનો છે. ઉપશમભાવનું આ સમ્યક્ત ચોથા ગુણસ્થાનકથી ૧૧મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. [વધુ આવતા અંકે] पाठकों से नम्र निवेदन यह अंक आपको कैसे लगा, हमें अवश्य लिखें. आपके सुझावों की प्रतीक्षा है. आप अपनी अप्रकाशित रचना/लेख सुवाच्य अक्षरों में लिख कर हमें भेज सकते हैं. अस्वीकृत रचनाओं की वापसी के लिए उचित मूल्य का डाक टिकट लगा लिफाफा अवश्य भेजें. - सम्पादक, श्रुत सागर For Private and Personal Use Only
SR No.525258
Book TitleShrutsagar Ank 1999 01 008
Original Sutra AuthorN/A
AuthorManoj Jain, Balaji Ganorkar
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year1999
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy