SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈનેતર ભક્ત કવિઓએ ભક્તિરસ વહાવવા ઉપરાંત સામાજિક ટીકાઓ કરી છે અને એમાં અખો મોખરે છે. જૈન કવિઓમાં કોઈ એ સામાજિક પ્રહારો કર્યાં છે કે કેમ, એવો પ્રશ્ન સ્વાભાવિક થાય. આનંદધનજીએ સમાજ પર પ્રહારો કર્યાં છે, જે તુલનાષ્ટિએ અખાની જેમ આકરા નથી, પરંતુ હળવા છે. અખો અને આનંદધનજી એવા સમયમાં થયા કે જ્યારે સમાજ અંધાધૂંધીમાં, ધર્માંધતાના ગૌધકારમાં સખાતો હતો. લોકોને ભક્તિ તો સદા રુચિ છે, પરંતુ તેની ભાવનાને વિસારે પાડી એટલે માત્ર બાહ્યાચરણ રહ્યું. સમસ્ત ભારતના કવિઓની કૃતિઓમાં ભક્તિરસ ઝર્યો છે. તેનું કારણ કદાચ ઉપર ખયાન કર્યાં મુજબની સામાજિક સ્થિતિ હોય. મીરાંબાઈ, ધીરો, ભોજો ભગત, પીપા ભગત, દયારામ, નરસિંહ મહેતા, કબીર વગેરેનું ઉદ્બોધન આપણે જોઈ એ તો ભક્તિભાવનો વિચાર કેન્દ્રસ્થાને છે. અખાએ તો પોતાની તીક્ષ્ણ કલમ વડે સમાજને ચાબખા ફટકાર્યાં છે. શ્રી આનંદધનજીને સમાજ પિચ્છની શકયો નહિ. એથી તેઓ આત્મલક્ષી બન્યા, અને વનવાસ સેવ્યો. સ્તવનો જંગલમાં રચ્યાં, પરંતુ સમાજની—સાધુસમાજની અસરથી મુક્ત રહ્યા નહિ. એમનાથી કહેવાઈ ગયું : ગચ્છના ભેદ બહુ નાણુ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થયાં મોહ નડિયા કલિકાલ રાજે, ભક્તિકાવ્યોની ચર્ચા કરતી વખતે આવા ઉદ્ગારોને એટલા માટે સ્થાન આપ્યું છે કે આપણા પ્રાચીન કવિઓની એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની સામાજિક સ્થિતિને કાવ્યમાં વણી લેતા. આ દૃષ્ટિએ તે સમયના સમાજ દર્શન માટે આવાં કાવ્યો નજર બહાર ન રહેવાં જોઈ એ. જૈન સમાજ અનેક ફિરકાઓમાં વહેંચાયેલો છે એનું સમર્થન યથાર્થ રીતે થયું છે. જોકે આવું કથન ક્વચિત જ થયું છે. બાકી એમનાં કાવ્યો ભક્તિરસથી ભરપૂર છે. ઈશ્વરવેલાને લોકો શું કહે ? પાગલ જ ને ? ભક્તિ-ધૂનીને લોકો પાગલ કહે એવો વિચાર તેઓ વ્યક્ત કરે છે પણ ખરા : દરિશણુ દરિશણુ રટતો જો કિડું, તો રણ રોઝ સમાન. પણ સમાજના ડરથી ખીધા નહિ. તેમને તરત જ ખ્યાલ આવે છે કે ઈશ્વરાગીને દુનિયા સાથે શો સંબંધ ? સાચા ભક્તને આવો વિચાર ન હોય. તરત જ ઉમેરી દે છે ઃ જેઠને પિપાસા હો અમૃતપાનની, ક્રિમ ભાંજે વિષપાન ! Jain Education International અભિનંદન જિન દરિશણુ તરસીએ. જૈન દર્શનમાં દરેક વિષયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકન થયું છે. એમાં જેટલું મુહિમાલ છે એટલું જ એ ઊર્મિ-પ્રધાન છે. સ્યાદ્બાદ મતથી સામા પક્ષની લાગણીનો વિચાર કરવાનો અવકારા મળે છે. એટલે એમના પ્રતિ ઉદ્ગગ થવાને બદલે પ્રેમ, મૈત્રી કે કારુણ્ય પ્રગટશે. જેમ જૈન તત્ત્વજ્ઞાન દરેક વિષયને ઊંડાણથી સ્પી છે, તેમ જૈન કવિઓએ કાવ્યમાં ઊર્મિને સમદષ્ટિથી અવલોકી છે. આ સૂક્ષ્મદષ્ટિમાં જૈનેતર કવિઓ અને જૈન કવિઓમાં થોડોક ક્રૂરક છે. અન્ય કવિઓએ શ્રીકૃષ્ણની લીલાનાં બયાન ઊર્મિ-સભર કર્યો છે, એમના ગુણગાન ગાયાં છે; જ્યારે જૈન કવિઓએ ગુણુઞાન કીર્તન કરવા ઉપરાંત, અપ્રતિમ ભક્તિ છતાં, જ્યારે રિવર ઉપકારક ન થતો હોય ત્યારે મીઠો ઉપાલંભ આપતાં ઢાવ્યો આપ્યાં છે, અગર તો આપણી ભક્તિમાં ક્યાંક ન્યૂનતા છે, એટલે આત્મનિરીક્ષણુ કરે છે. મીઠો ઉપાલંભ આપવામાં મોહનવિજ્યજી, યશોવિજયજી, ચિદાનંછ વગેરે મોખરે છે; જ્યારે આત્મનિંદાના બીજા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525044
Book TitleSramana 2001 04
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages226
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy