SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વિરથા જન્મ ગુમાયો, રે મૂરખ! વિરથા જન્મ ગુમાયો – ચિદાનંદજીના પદો : પદ સોળમું આપણી રોજની રામકહાની કોઈને આજે તાત્કાલિક સમજાય છે તો સુમતિને મિલાપને આનંદ અર્પી શકે છે અને પોતે પણ નિજાનંદ માણી શકે છે. જેને પાછળથી સમજાય છે એને પશ્ચાત્તાપરૂપી ઝરણુમાં સ્નાન કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે અને તે પવિત્ર થવાનો યોગ પ્રાપ્ત કરે છે, ત્યારે ગત જીવનના સંસ્મરણે દિવાસ્વપ્નો જેવા લાગતાં આત્મા પુકારે છે: રે નર ! જગ સપનેકી માયા – ચિદાનંદજીનાં પદો : પદ સત્તરમું. સૌથી વિશેષ કાર્ય ત્યારે પ્રગટે છે જ્યારે સુમતિની વિનતિ આપણે અંતરાત્માથી અવગણી શકીએ તેમ ન હોઈએ અને કુમતિના સકંજામાં સપડાયેલા હોઈએ, એટલું જ નહિ પરંતુ તેમાંથી છૂટવાનો અવકાશ જણાતો ન હોય, અને એવી ત્રિશંકુ જેવી દશા હોય ત્યારે? પ્રભુ મેરો મનડો હટક્યો ન માને. બહુત ભાત સમજાયો, યાંકુ ચોડે હું અરુ છાને, પણ ઈય શિખામણુ કછુ રંચક, ધારત નવિ નિજ કાને, પ્રભુ! મેરો મનડો હટકયો ન માને. – ચિદાનંદજીનાં પદો : પદ એકવનમું. આવી દશા કાંઈ ચિદાનંદજી એકલા જ અનુભવે છે એવું થોડું છે? આનંદધનજી પણ વર્તમાન ચોવીશીના સત્તરમા તીર્થંકર શ્રીકુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહે છે? સુરનર જન પંડિત સમજાવે, સમજે ના માહરો સાળો, હો કુંયુજિના મન કિમ હી ન બાજે. મન કેવું છે તેની વ્યાખ્યા આપી શકાય ખરી? આ પ્રશ્ન આનંદધનજી જેવા સિદ્ધહસ્ત કવિ માટે પણ વિકટ છે. છતાં તેઓ લખે છે: જે ઠગ કહું તો ઠગ તો ના દેખ શાહુકાર પણ નાહીં, સર્વ માંહે ને સહુથી અળગું એ અચરિજ મન માંહી, હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે. મન કાબૂમાં નથી. મન વિષે બયાન પણ કર્યું. એનો ઉપાય બતાવતાં ખરેખર સાધક કોણ છે એ દર્શાવે છે ત્યારે “મનઃવિ મનુષાનામ્ | Pષ મોwયો:” સૂત્ર યાદ આવ્યા વિના રહેતું નથીઃ મન સાધ્યું તિણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી.” –આનંદધનજી ૨ રીત. ૩ પ્રગટ. ૪ અને. ૫ આત્માની પરિણતિ–ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે આત્માની પત્ની. તેનો ભાઈ તે આપણું મન. એટલે અહીં સાળો' કહો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525044
Book TitleSramana 2001 04
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages226
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy