SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १५७ પ્રકારમાં દેવચંદ્રજી, કુમારપાળવિરચિત આત્મનિંદા વગેરે આગળ છે. આપણે મોહનવિજયજીથી શરૂઆત કરીએ : શિવ પદ દેવાં જે સમરથ છો, તો યશ લેતાં શું જાય ? હો પ્રભુજી! ઓળભો મત ખીજ. એટલું ખરું કે જૈન સ્તવનો, સજઝાયાદિ પ્રાચીન છંદો કે અખાની માફક છપ્પામાં રચાયાં નથી એટલે હાલ લોક્યોગ્ય નથી. પરંતુ એવી રીતના રાગ-રાગિણીમાં રચાયેલાં છે કે જે સામાન્ય માણસ પણ ગાઈ શકે–એની પ્રવાહિતાનો આનંદ માણી શકે. હાલ માત્ર જરૂર છે તેવા રાગોને પ્રચલિત કરવાની. આપણું સંગીતકારો પાસેથી આટલી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. જોકે ચિત્રપટ સંગીતમાં રચ્યાપચ્યા રહેતા જેન યુવકો જ આ વસ્તુને પિછાનતા નથી. ક્ષણિક કર્ણપ્રિયતાને વર્ય ગણું, આમ અંધારામાં રહેલી કૃતિઓને ઓપ આપવાની જરૂર છે. નીચેના રતવનનો ઢાળ જુઓ: બાલપણે આપણ સનેહી રમતાં નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તો સંસારની વેશે, હો પ્રભુજી! ઓળભડે મત ખીજે. –મોહનવિજયજી સતયુગમાં, જન પરિભાષામાં કહું તો ચતુર્થ આરામાં, લોકો પણ ભકિક હતા અને અલૌકિક પુરુષ વિદામાન હોવાથી લોકોદ્ધાર તાત્કાલિક થતો. જયારે આજે કળિયુગ–પાંચમો આરો, અને લોકો મનના મેલાં, એટલે ઈશ્વરની અમીદષ્ટિ થાય નહિ. આ સામે કવિનું હૃદય બળવો પુકારે છે, અને મીઠાશથી કહે છે : શ્રી શુભવીર પ્રભુજી મોંધે કાળે રે, દીયતા દાન ૨ શાબાશી ધણું. --બાર શ્રતની પૂજા: ૫૦ વીરવિજયજીકૃત તો કોઈ જગ્યાએ હદય ભક્તિથી છલકતું હોય પણ આપણી લાગણી આપણા વાલમના ખ્યાલ બહાર રહેતી હોય એવી આપણને આશંકા થાય ત્યારે વિનતિરૂપે વીરવિજયજીની પંક્તિઓ જુઓ: ભક્તિ હદયમાં ધારજો રે, અંતરવરીને વારજે રે, તાર દીનદયાળ. –નવાણું પ્રકારની પૂજાઃ ૫૦ વીરવિજયજીકૃત જેમ શ્રી વીરવિજયજી મોંધા કાળમાં વરસ્યાની ખરી કિંમત આંકે છે તેમ ચિદાનંદજી પણ આ જ વાતને જરા જુદા સ્વરૂપે રજૂ કરે છે: મોહ ગયે જે તારશો, વેળા હી કહો તુમ ઉપગાર ? સુખ વેળા સજજન અતિ દુઃખ વેળા હો વિરલા સંસાર, પરમાતમ પૂરણ કળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525044
Book TitleSramana 2001 04
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages226
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy