SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ હોય છે, અને તે સત્યપ્રાપ્તિનું. ફિલસૂફીના ઈતિહાસમાં અનેક નાનામોટા ચિંતકોના વિચારપ્રવાહો ચાલ્યા આવે છે. તે વિશે અનેક ગ્રહોને કારણે ચિંતકો રાગદ્વેષથી મુક્ત રહી શકતા નથી, અને કષાયથી કલુષિત થયેલી આવી તર્કપરંપરા સત્ય જોઈ શકતી નથી; તો વળી કેવળ શ્રદ્ધાના જોરે વિચાર કરનારા એ શ્રદ્ધા માટે હેતુઓ શોધવાના પ્રયત્નને સાર્થક ગણતા નથી. આમ મતમતાન્તર પ્રવર્તમાન રહે એ અનિવાર્ય છે, પરંતુ સત્યશોધકનો મત રાગદ્વેષથી પ્રેરાયલા સ્વીકાર કે ત્યાગથી દૂષિત થયેલો ન હોય, અને સત્યજિજ્ઞાસુમતિને હેતુપૂર્વકતાથી સંતોષ આપે એવો હોય એ ઇષ્ટ છે. આનું સ્પષ્ટ ભાન શ્રી હરિભદ્રસૂરિને દાર્શનિક તર્કજાલમાંથી નીકળવાના પ્રયાસમાં થયું લાગે છે. હેતુપુર:સર તક ચાલે એ તો આ બ્રાહ્મણ પંડિતની સહજ રૂચિ આવશ્યક ગણે, પણ સત્યજિજ્ઞાસાની મથામણ એને સૂચવે કે આ બધો પ્રયત્ન મતિ રાગદ્વેષપ્રેરિત પક્ષપાતથી મુક્ત રહી શકે એટલા માપમાં જ સફલ થાય, અર્થાત્ સત્ય ફલા આચાર્ય હરિભક્કે લોકતત્ત્વનિર્ણય ગ્રંથ રચતાં ઉતાર કહયો કે पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । મિલ્વનું ય તત્ય થાઃ વરિફઃ ૨૮' (પૃ. ૯૮) આ ઉદ્દગાર અને તેની આગળ-પાછળના શ્લોકોમાં વ્યક્ત થયેલી ભાવના કેવા મનોમન્થનમાંથી પ્રકટ થઈ હશે એ જાણવાનાં પ્રમાણે મળવાં અશક્યવત છે; પણ જેમણે થોડોક પણ સત્યની લાલસાથી મૂંઝાઈને ચિન્તનપ્રયાસ કર્યો છે તેમની કલ્પનામાં એ મનોમંથન ન આવે એવું નથી. આચાર્ય હરિભદ્રનું ચિંતન “યુક્તિમત્તાથી અટકતું નથી. સમત્વપૂર્વક હેતુયુક્ત વિચારણા કર્યા છતાં પણ મતમતાન્તર રહે છે; આવાં મતાન્તરો રહેવાનું કારણ શું? ફિલસૂફીના ઈતિહાસમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયા જ કરે છે. સ્વસ્થતાથી પ્રવર્તતી તત્ત્વજિજ્ઞાસા પણ આવાં મતાન્તરો ટાળી શકતી નથી. સુપ્રસિદ્ધ જર્મન ફિલસૂફ કાન્ટને આ પ્રશ્ન ખૂબ મૂંઝવ્યો હોયં એમ લાગે છે. પોતાની પૂર્વનાં લિસૂફોનાં તત્ત્વજ્ઞાનોની સમાલોચના કરતાં એને એમ દેખાયું કે તેઓ પરસ્પરના તત્ત્વજ્ઞાનને ખંડિત કરતા હોય છે. આ પરસ્પરખાન બધાં રાગદ્વેષથી નહિ; કેટલાકનું તો હેતુપૂર્વક તર્કથી થયેલું દેખાયું હશે. આ વિરોધના નિરાકરણને શોધતા એને એમ લાગ્યું હશે કે આવો પરસ્પરવિરોધ અપરિહાર્ય છે, એથી કાને આ જાતના તર્કપ્રવાહને વિસ્તારતી “મતિ (“રીઝન')ની મર્યાદાઓ તપાસવાનું ચિંતન કર્યું, જે એના “ક્રિટિક ઓફ પોર રીઝન'માં પલ્લવિત થયું છે. જે પરમ તત્ત્વો વિષે ફિલસૂફોએ ચિંતનપ્રયાસ કર્યા છે, અને જેને વિષે તેઓ એકમત કે સંમત થઈ શક્તા નથી તે “રીઝન (‘મતિ)ની શક્તિ બહારના છે એવા અભિપ્રાય ઉપર એ આવ્યો. કાલ, આકાશ, દિ, કાર્યકારણભાવ–આ તત્વોને મતિ સિદ્ધ કરી શકે નહિ, તેમને ગૃહીત કરીને જ મતિ આગળ ચાલે છે, એટલે દિક, કાલ, કારણકાર્યભાવ આદિનાં ઉપરની ભૂમિકા જો કોઈ હોય તો તે મતિને અગ્રાહ્ય છે. એટલે જે પદાથો સ્વભાવથી જ મતિને અગ્રાહ્ય છે તેમને વિષેનું ચિન્તન કેવી રીતે નિર્ણય કોટિનું બને? આથી જ દિકકાલાદિથી પર એવા પદાથોને આત્મા, ઈશ્વર, આચારધર્મ આદિને મતિ સિદ્ધ ન કરી શકે; તેમને આસ્થાથી (ફેઈથથી) રવીકારીને જ માણસે ચાલવું જોઈએ. જ્ઞાનતત્વના આ નિરૂપણ પ્રમાણે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સામગ્રીને દિકકાલ અને કાર્ય ૧ વીરમાં પક્ષપાતે ના, ના ય કપિલાદિમાં હેતુસંગત જે બોલે, પટે સ્વીકાર તેહનો. - બિ૦ ટકા. પૃ ૧૪ યુવચા–પરવા; g૦ ૨ | હેતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy