SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્વચિંતન રસિકલાલ છોટાલાલ પરીખ ભારતનાં પ્રાચીન ચિંતકોમાં વૈદિક-જેન-બૌદ્ધમાં આચાર્ય હરિભદ્રનું (ઈ. સ. ૭૦૧થી ૭૭૧) ચિંતન "વિશિષ્ટ પ્રકારનું છે. આ પ્રાચીન સૂરિ પરત્વે આધુનિક વિદ્વાનો અને ચિંતકોએ પૂરતું ધ્યાન આપ્યું નથી–એ વિષે પંડિત ડો. સુખલાલજીએ તેમનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનોમાં યોગ્ય રજૂઆત કરી છે. - આચાર્ય હરિભદ્ર વિષે જે કથાઓ પરંપરામાં ઊતરી આવી છે તેમાંથી તેમનું જીવન પણ વિશેષ કોટિનું તરી આવે છે. જન્મ, સંસ્કાર અને શિક્ષણે બ્રાહ્મણ એવા એ મેવાડવાસી પંડિત યાકિની મહત્તા નામે જૈન સાધ્વીના ધર્મપુત્ર બન્યા અને પોતાને યાવિની મહત્તાજૂનુ નામે પ્રસિદ્ધ કરવામાં ગૌરવ લીધું –એ કલ્પનાને ઉત્તેજિત કરે એવી એમની જીવનધટના છે. એ પ્રસંગ વિષેની કથામાં જે સચવાયું છે તેના કરતાં એમાં ઘણું વધારે હોવું જોઈએ એમ એતિહાસિક પ્રતિભાને કુરણ થાય એવો એ પ્રસંગ છે. પંડિત સુખલાલજીએ વસનજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રના બૌદ્ધિક જીવનની તલસ્પર્શી અને વિશદ સમાલોચના કરી છે. તેમણે હરિભદ્રને “સમદર્શી' એવું બિરુદ આપ્યું છે. આ સમદર્શીપણું આચાર્ય હરિભદ્રમાં અનુભવની કઈ ભૂમિકામાંથી, જ્ઞાનના કયા ક્ષેત્રમાંથી ઉદ્ભવ્યું સંભવે એનો વિચાર કરવાનો મારો પ્રયત્ન છે; જો કે પંડિતજીએ કહ્યું છે તેનાથી બીજું કાંઈ કહેવાનું થશે એમ લાગતું નથી; ફક્ત મારી પોતાની સમજ માટે આ એક પ્રકારનું સ્પષ્ટીકરણ છે. આ દાર્શનિકની તાર્કિકતામાં જીવનપ્રાણ ફરતો દેખાય છે. લાગણીઓને બાજુ ઉપર રાખી પ્રસરતો વિચારપ્રવાહ શુષ્ક થાય તો એ યોગ્ય કહેવાય—એવી શુષ્કતા અને કર્કશતા એનું લક્ષણ બને એ આવશ્યક ગણાય; છતાં આ તર્કવ્યાયામનું પણ જીવનલક્ષ્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંક. ભાગ ૧ સે સાભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy