________________ SI SODOQUQ5OOOOO શુત સમાચાર 45 આગમ સટીક : પૂજ્ય દીપરત્નસાગરજી મ. સા. દ્વારા (પૂજ્ય સાગરજી મ.સા. દ્વારા સંપાદન કરીને પ્રકાશિત કરેલા ટીકા સાથેના 45 આગમગ્રંથોનું) પ્રકાશન શ્રી વર્ધમાન જૈન આગમમંદિર - પાલીતાણા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં દરેક પાના ઉપર જે તે શ્રુતસ્કંધ પત્રમાં રહેલ વિષય તેમજ પૂ. દીપરત્નસાગરજી દ્વારા છપાયેલ આગમગ્રંથોનો રેફરન્સ નંબર પણ આપવામાં આવેલ છે. 45 આગમ મૂળ : પૂજ્ય પૂર્ણચંદ્રસાગરસૂરિજી દ્વારા 45 આગમ મૂળના સેટ પ્રતાકાર ફરીથી રીપ્રિન્ટ કરાવવામાં આવેલ છે. જે આગમપૂજા, પૂજન વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે તો જેમને પણ જરૂર હોય તેઓ પૂજ્ય મ. સા. અથવા પ્રકાશકનો સંપર્ક કરવો. શ્રત પ્રેમી મિલન :- પૂજય આ. શ્રી મુનિચંદ્રસૂરિજી મ. સા. તથા પૂ.મુનીરાજ ભવ્યસુંદરવિજયજી મ. સા.ની નિશ્રામાં જૈન મરચન્ટ સોસાયટી-પાલડીઅમદાવાદમાં જ્ઞાનભંડારના સંચાલકો, ટ્રસ્ટીઓનું સ્નેહ મિલન તા. ૧૦મી સપ્ટેમ્બરે યોજાયું જેમાં અમદાવાદના અગ્રણી જ્ઞાનભંડારના વહીવટકર્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરત, વડોદરા, સુરેન્દ્રનગર અને પાલનપુર થી પણ સંચાલકો હાજર રહ્યા હતા. પૂજ્ય ગુરુભગવંતોએ આજના સમયમાં જ્ઞાનભંડારના સંચાલકોનું એકબીજા સાથે વધારે સંકલન થાય અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સરખું લીસ્ટ બનાવીને જિજ્ઞાસુઓને, ગુરુ ભગવંતોને પુસ્તકો પહોંચાડી શકાય. શ્રુતસેવા માટે માર્ગદર્શન આપેલ. IS સૂર અને સંગીત :- ભક્તિ ગીત સમ્રાટ કુમાર ચેટરજીનો ભવ્ય પ્રોગ્રામ શ્રી આંબાવાડી જૈન સંઘ તરફથી તા.૧૦ સપ્ટેમ્બર ના રોજ રાખવામાં આવેલ, જેમાં પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી તેમજ પૂ.આ.રાજહંસસૂરિજી મ. સા. એ નિશ્રા પ્રદાન કરી. શ્રી નમસ્કાર મહામંત્ર, શ્રી ભક્તામર સ્તોત્ર, શ્રી લોગસ્સ, શ્રી પદ્માવતી સ્તોત્ર અને શ્રી આનંદધનજીના પદો, જુદા જુદા શાસ્ત્રીય રાગોમાં ગાઇને શ્રોતાઓને તરબોળ કર્યા હતા. જેન મંત્રોનું ભક્તિમય વિવેચનની સાથે મંત્રોની શક્તિનું વર્ણનની સાથે પ્રેક્ટીકલ પ્રેઝન્ટેશન કર્યું હતું. વિશાળ હોલમાં 2000 શ્રોતાઓની સાથે અમદાવાદના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. નમ્ર વિનંતિ :- પૂજ્ય ગુરુભગવંતો તેમજ જ્ઞાનભંડારના સંચાલકો, ટ્રસ્ટીને ખાસ વિનંતિ કે તેમને જરૂરી હોય તે પુસ્તકોની શ્રી સંઘના લેટર પેડ ઉપર લખીને જે તે પ્રકાશક કે પ્રાપ્તિસ્થાનમાં લેખિતમાં મોકલવા વિનંતી છે. પત્ર, પોસ્ટ દ્વારા, કુરીયર થી કે Whatsapp કે Email થી પણ મોકલી શકાય. પરંતુ ફોન દ્વારા પુસ્તક ની માંગણી કરાય ત્યારે લખવાની અનુકુળતાઓનો અને તીવ્ર મરણ શક્તિના અભાવે આપની માંગણી પૂર્ણ કરી શકાતી નથી માટે ફોન નો ઉપયોગ ન કરવા વિનંતિ છે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed GOOOOOOSOO અહો ! શ્રુતજ્ઞાાન Rs. 1 Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org [ 2 ]]] > -JiI || અહો ! શ્રુતજ્ઞાનમ - 42 (8)