________________
J[US[૩] ||DJ લી
451
(૮)
દરેક નિર્ણય પોતે કરવાનો આગ્રહ ન રાખો. કેટલાક નિર્ણય બીજાને સોંપી દો.. (દા.ત. યાત્રા પ્રવાસનું સ્થળ XYZ નક્કી કરે તે ફાઇનલ) અલબત્ત મહત્વના POLICY DECISIONS પર તમારું નિયંત્રણ જાળવી રાખો. બીજાને નિર્ણય સોંપીને તમારો અભિપ્રાય જણાવી શકો અને તેનાથી જુદો નિર્ણય સહર્ષ સ્વીકારો.. (૯) કદાય તમારા આપેલ અભિપ્રાય વિરુદ્ધ થયેલું કાર્ય નિષ્ફળ જાય ત્યારે "હું નહોતો કહેતો.." તે રૂપે કદી યાદ ન કરવો. એ બૂમરેંગ થશે જ.. એક વાત યાદ રાખો " અભિપ્રાય વ્યક્તિગત હોય છે. નિર્ણય સામૂહિક જ હોય છે. તેની જવાબદારી બધાની છે - જેણે તેની વિરુદ્ધમાં મત આપ્યો હોય તેણે પણ આ સિદ્ધાંત આત્મસાત્ કરાવો... (૧૦) નિષ્ફળતા/આપત્તિ વખતે જેમને યાદ કરવાના હોય તેમને હંમેશા પહેલેથી વિશ્વાસમાં લો.. (૧૧) બીજાના સારા વિચારો-સૂચનોની, સંસ્થાના કાર્યમાં યાગદાનની, વ્યક્તિગત સુકૃતની-ઉપબૃહંણા વ્યક્તિગત/સમષ્ટિગત અવશ્ય કરો.. દરેક મિલનમાં અડધો કલાક / ૧૫ મિનિટ ખાસ આના માટે ફાળવવી જોઇએ. જેમાં સહુ એક બીજાની અનુમોદના કરી શકે.
11
(૧૨) નિર્ણયમાં મુંઝવણ હોય ત્યારે બધા વિકલ્પો અને તેના લાભ/નુકશાન (PROS/QUONS) ટપકાવીને પછી વિચારો.. અને તેમાં સાથે તે વિકલ્પની તરફેણમાં
કઇ વજનદાર વ્યક્તિ છે, તે પણ ટપકાવો.
(૧૩) સફળતા કરતાં નિષ્ફળતા હંમેશા વધુ બોધદાયક હોય છે. બીજાની પણ નિષ્ફળતાના કારણોનું Analysis કરીને શીખો.
[][][SU||||||||||||
(૧૪) હિસાબની બાબતમાં બિલકુલ સ્પષ્ટ અને ચોખ્ખા રહો. "BATA PRICE" ની જેમ.. દરેક દાતાને પાતોના પૈસાનો પૂરો સદ્ઉપયોગ થાય તેવી ઇચ્છા હોય જ છે, હિસાબ કાર્યકરો વચ્ચે.. ઉપરાંત તે તે કાર્યના મુખ્ય દાતાઓને પણ આપવાથી સારી છાપ પડશે. અને તે પણ શીઘ્રતાથી થવું જોઇએ.
11
ન
(૧૫) કાર્યકરોની ખાનદાની પર શ્રધ્ધા રાખો..શ્રધ્ધા રાખવાથી, આલંબન આપવાથી ખાનદાની બહાર આવે છે જ. શિસ્ત પાળો, ટકોર કરો, પણ "કોઇ આવતું નથી - કરતું નથી " વિ.સ્વરૂપ કાગારોળ કદી ન કરો. વાસ્તવમાં કોઇ ન આવતું હોય તો પોતાની કાર્યશૈલી પર જ આત્મનિરીક્ષણ કરવું જોઇએ. (૧૬) ઇર્ષ્યા એ સફળતાની જોડીયા બહેન છે. તેને સહજતાથી સ્વીકારી લો. આપણામાં પણ એ દોષ છે જ અને બીજામાં રહેવાનો જ છે..તેની ફરીયાદ ન કરો. (૧૭) પોતાના કરતાં સારું નેતૃત્વ તૈયાર થાય ત્યારે પદ છોડવામાં ક્ષણ પણ ન "હું છોડી દઇશ" એવી ધમકી કદી ન આપો. પણ"હું છોડવા માટે સદા તૈયાર છું" એવી લાગણી બધાના મનમાં ઉભી કરો/રાખો(ડર ન હોવો જોઇએ તેમ ચીટકુ છે તેવી ફરિયાદ પણ નહીં)
લગાડો..
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૨
७
ܗ
H[T]
75
DIE
O
57