Book Title: Aho Shruta gyanam Paripatra 42
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ JSODOB01 SODOBA તો // શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | પુરત © V_ 6 અહો ! શ્રવજ્ઞાન સંકલના શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૦૩, આસો સુદ - ૧૫ બેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય સંયમી ગીતાર્થ ગુરુ ભગવંતોના ચરણોમાં વંદન... જિનાજ્ઞા આરાધક શ્રેષ્ઠિવર્યશ્રી/ પંડિતવર્ય શ્રી આદિ યોગ્ય પ્રણામ.. જિનશાસનનો આધાર છે શ્રુતજ્ઞાન...મંદિરો ધ્વંસ થતાં નવા મંદિરો ઉભા થઇ શકે છે. પણ પૂર્વના વિદ્વાન જ્ઞાની મહાપુરુષો દ્વારા પરંપરા પ્રવાહ પ્રાપ્ત વિવિધ પદાર્થોથી સંકલિત શાસ્ત્રગ્રંથો નષ્ટ થતાં નવા સર્જકોથી નૂતન ગ્રંથો તો રચાશે, પણ એ પૂર્વના પુણ્યપદાર્થો કાયમ માટે અપ્રાપ્ય થઇ જાય છે. આવા એક શુભ આશય અને વિચારોને સમર્પિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વગેરે જેવી સંસ્થાઓ દ્વારા પ્રાચીન ગ્રંથોના પુનઃમુદ્રણ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એક અદ્ભુત ક્રાંતિ આવી જ છે. આવા કાર્યોમાં કેટલાક શ્રાવકોનું પણ અદભુત યોગદાન હોય છે. પૂજ્ય આગમોદ્ધારક સાગરાનંદસૂરિજી દ્વારા અનેક આગમો મુદ્રિત થયા તેમાં સુરતના શ્રેષ્ઠી દેવચંદ લાલભાઇ વગેરે જેવા શ્રાવકોનો સહયોગ પણ ખૂબ સરાહનીય ગણાય. પૂજ્યપાદ હરિભદ્રસૂરિશ્વરજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી એમાં પણ એમને ગ્રંથ રચનામાં સહાયક રાત્રીમાં પ્રકાશ કરનાર રનો આપનાર લલિગ નામના શ્રાવકને પણ કેમ વિસારી દેવાય? મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જૈન શાસનને મળ્યા એમાં ધનજી શૂરા નામના શ્રાવકના યોગદાનનું મૂલ્ય ઓછુ શી રીતે અંકાય? કે જેણે અવસરોચિત સહાય કરી. અનેક અવસરોએ સૂરિ શ્રમણોએ જે અભૂતપૂર્વ ઋતરક્ષા અને શ્રુતસર્જનો કર્યા છે, એમાં તત્કાલીન શ્રાવકોનું પ્રદાન પણ આદરણીય છે જ. કેટલાક ધનાઢય શ્રાવકો ધનથી તો કેટલાક તનથી આ પ્રકારની સેવા બજાવે છે. ભીમસિંહ માણેક અને હીરાલાલ હંસરાજ જેવા શ્રાવક રત્નોએ રવયં ગ્રંથ સંશોધન-સંપાદન કરી છપાવ્યા છે. કલકત્તાના રાયબહાદુર ધનપતસિંહજીએ સૌપ્રથમ શાસ્ત્રગ્રંથોના હસ્તલેખનમાંથી મુદ્રણની ક્રાંતિ કરી. - આજે પણ સંઘ-સમાજમાં દૂરંદેશી નજર કરતાં આવા શ્રાવક રત્નો આપણી નજર સામે આવ્યા વિના રહે નહિ. જેમાના કેટલાક તો સમાજમાં સાવ અલ્પ પરિચિત હોય છે. જેની ક્યાંય નોંધ પણ લેવાતી નથી. શ્રુતજ્ઞાન ક્ષેત્રને ઉજાગર કરવાના અનેક પ્રયત્નોના ભાગ રૂપે આવા શ્રુતસમર્પિત શ્રાવકો સંદર્ભે પણ કંઇક નવો અભિગમ અપનાવવો જોઇએ. અન્ય સમુદાયમાં શ્રુતક્ષેત્રે કાર્યરત અનેક શ્રાવકો જોવા મળે છે. પ્રસિદ્ધ છે...શ્વેતામ્બરોમાં પણ એવું કંઇક શું થઇ શકે તે વિચારણીય છે. આશા રાખું છે કે વિદ્વાન વિચારકો આ તરફ અંગુલી નિર્દેશ કરે.. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ્.... SOU s " તાસૌદ્ધ સર્વ સાધૂનામ્ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ pust i OdsIJU. x

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8