________________
SODOB0105OOOOO
સેવાભાવી સંસ્થાના નેતૃત્વના ગુણો - પૂ. ભવ્યસુંદરવિજયજી
(૧) આજ્ઞા ન કરો આલંબન આપો. "LEADERSHIP BYEXAMPLE"
જો હું પોતે ગ્લાન/વૃદ્ધનું પડિલેહણ કરવા સમયસર રોજ બંને ટાઇમ પહોંચું તો મારા શિષ્યો આવશે જ. "મારા માટે આ કામ નીચું છે." એવો ભાવ કદી ન લાવવો. કામ એ કામ છે. દરેક કામનું પોતાનું મહત્વ છે. એક પણ કામની ખરાબ ક્વોલીટી આખા પ્રોજેક્ટને બગાડી શકે. (સંચાલક - સંગીતકાર - ગાયક બધા સરસ હોય પણ માઇક જરી પુરાણું હોય તો..?) (૨) જે કામ અઘરું હોવાથી તે સામાન્ય કક્ષાનું લાગવાથી કોણ કરશે ? એવો] પ્રશ્ન થતો હોય, તેવા કામ માટે પોતાનું નામ પહેલા લખાવો. (અને ઉલ્લાસથી પૂરી નિષ્ઠાથી કરો) કામની વહેંચણી વખતે પણ આવા કામ માટે પોતાની જ| પસંદગી કરો. જે કામ COVETED હોય, પડાપડી થતી હોય તેવા કામ બીજા માટે છોડી દો. કદાય પોતાની તેમાં વધુ કુશળતા હોય, તો તેવા કામ માટે બીજાને સાથે રાખીને તૈયાર કરો અને ધીમે ધીમે તેમના પર છોડતા જાવ. (૩) માંગણી કરવા બધા આવતા હોય છે. વિસર્જન કરતી વખતે કોઇ નથી | હોતું... વિસર્જન પૂર્ણ કરાવીને નીકળવાની ટેવ પાડો. તે જવાબદારી હંમેશા પોતાના માથે રાખો. (૪) કાર્યની સફળતા/જશનો આનંદ બધાને લૂંટવા દો. તે વખતે ત્યાંથી સરકી જાવ. નિષ્ફળતા/આપત્તિના સમયે હાજર રહો, દોડી જાવ, લોકોને જવાબ આપવા ઉભા રહો, જવાબદારી સ્વીકારો, નીચેના કાર્યકરોનો બચાવ કરો, તેમને હિંમત આપો, આત્મવિશ્વાસ તૂટવા ન દો... (૫) નવું કામ કરવામાં, પ્રચલિત કામ નવી રીતે કરવામાં કે.. નવી વ્યક્તિ પાસે કરાવવામાં ઉલ્લાસ દાખવો, એવા સાહસ જ અકલ્પનીય સફળતા અપાવી શકે છે. તેવા વિચારોને આવકારો, તોડી ન પાડો, કુંઠિત ન કરો, અવગણો નહીં. તેવી કલ્પનાશીલ વ્યક્તિઓને "THINKBANK" માં હંમેશા રાખો. (૬) કોઇપણ વિચારણામાં પોતાનો અભિપ્રાય ક્યારે પહેલા આપવો અને ક્યારે છેલ્લે આપવો, તે વિવેક શીખો. બીજાના અભિપ્રાયને અવશ્ય સાંભળો.. ખુલ્લા દિલે તેના પર વિચારો મારું તે સારું"નહીં " સારું તે મારું" નો અભિગમ રાખો. બીજાનો અભિપ્રાય ન રવીકારવાનો હોય તો શક્ય હોય તો કારણ જણાવો. "CONVINCE" કરો. તે પણ શક્ય હોય તો સામાનું દિલ સચવાય તે રીતે નિર્ણય જણાવો." શા માટે આમ? તે હું જણાવી નથી શક્તો, પણ મારું દિલ એ તરફ છે. અને મારા આ અંતઃકરણના અવાજ પર મને ચાલવા દો...દરેક વખતે હું તમને "CONVINCE" નહીં કરી શકું. " (6) પોતાના અભિપ્રાયની વિરુદ્ધની વાત પણ તમે રવીકારો છો. એવી IMPRESSION ઉભી થવી જોઇએ..સરમુખત્યાર છે એવું ન લાગવું જોઇએ. અટલે દરેક વખતે તમારી વાત સાચી પડતી હોય તો પણ, ક્યારેક બીજાની વાત રવીકારો.
II
II
કIDI
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૨ )