________________
શુISTનાની સુરક્ષા )શાReો અને પરંપરા
પ્રશ્ન: હજી એક છેલ્લી વાત, પ્રાચીન અવચિન ને બદલે સકળ સંઘના હિતમાં જે હોય તેને સ્વીકારવાની વાત બરાબર છે પરંતુ શ્રુતલેખન-હસ્તલેખન અહિંસક છે અને છાપકામતો અતિ હિંસક છે, તો શુતલેખન જ ન કરાવવું જોઇએ? ઉત્તર : તલેખન હાથ બનાવટના કાગળો ઉપર જ કરાય છે. આજે ઘણુ કરીને આ કાગળ બનાવટનો ઉધોગ જૈન ગ્રંથો લખાવવા અર્થે જ ટકી રહ્યો છે અથવા તો પ્રોત્સાહન આપી આપી ને ટકાવાઇ રહ્યો છે. જ્યાં કાગળ બનાતા હોય તેની સંપૂર્ણ પદ્ધતિ જોશો તો તે અલ્પહિંસક છે તેવું કહી શક્શો નહીં. ડીજીટાઇઝેશન અને પ્રીન્ટીંગમાં ઇલેક્ટ્રીસીટીનો વપરાશ વગેરે છે, પરંતુ એક વાત સ્પષ્ટ જાણવા જેવી છે કે આ પ્રીન્ટીગ માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. વિશ્વની હ૦૦ કરોડની વસ્તી જે પ્રીન્ટીગનો ઉપયોગ કરે છે, અને આ વિશ્વ વ્યવસ્થાનો ઉપયોગ માત્ર સવા દોઢ કરોડની વસ્તી ધરાવતો જૈન સંઘ પોતાને માટે કરી લે છે. એમાં પણ ધાર્મિક ઉપયોગ તો એથી ય ઓછો કરે છે, જે તે કાળે ન સંઘે એ જ વિકલા અપનાવ્યો છે. એટલે વર્તમાનમાં શ્રુતજ્ઞાનનું પ્રીન્ટીંગ કરાવવાથી સમગ્ર વિશ્વની પ્રીન્ટીંગની હિંસાનો દોષ શાસ્ત્ર છપાવનારને લાગી જાય એવું કોઈ કહેતું હોય તો તેણે કોઇ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતના ચરણોમાં બેસીને એનું શાસ્ત્રીય સમાધાન મેળવી લેવું જોઇએ. વાસ્તવિક રીતે જોવા જઇએ તો ભવિષ્યની પેઢી માટે ઋતરક્ષાની જ્યારે વિચારણા કરવાની હોય તેમાં અઘહિંસા કે વધુ હિંસાનો પ્રશ્ન ગણ છે. મુળભુત ઉદ્દેશ તો ભવિષ્યની પેઢીને શુદ્ધ વારસો શુદ્ધ સ્વરૂપે જ મળી રહે એ હોવો જોઇએ. વર્તમાન ગ્રુતલેખનની પદ્ધિતમાં અનેક અનિષ્ટો ઉભા થાય છે અને થઇ રહ્યા છે. તેની વિચારણા અન્યત્ર સ્વતંત્ર લેખમાં કરી જ છે. જેથી અહીં વિસ્તાર કરતા નથી, ટુંકમાં પ્રાચીન ગ્રુતવારસાના શુદ્ધ સ્વરૂપના સંરક્ષણ માટે હરાલેખન કરતા પ્રીન્ટીંગ છાપકામ એજ વધુ યોગ્ય ઉપાય છે. અને તે શીધે વિના સંકોચે અપનાવવો જોઇએ. ડીઝીટલ રવરૂપમાં સ્કેનીંગ દ્વારા સુતનું સંરક્ષણ કરવાથી બીનજરૂરી પ્રીન્ટીંગ અને તે માટે વપરાતા કાગળનો પણ બચાવ થાય છે. તેથી શ્રાવકોને ઉપયોગી હોય તેવા પુસ્તકો લેખ વગેરે તો પ્રીન્ટીંગના બદલે સોફટ નકલ રૂપે ઇમેઇલ થી પીડીએફ ફોરમેટમાં મોકલવાથી કાગળનો પણ બચાવ થાય છે. અને તેના લીધે કાગળ બનાવવા માટે વપરાતા હજારો વૃક્ષોનું પણ જતન થાય છે. એ વૃક્ષો બચાવવાથી પયાવરણ બચે છે અને વનસ્પતીકાયની વિરાધનાનો પણ બચાવ થાય છે.
આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મ. સા. દ્વારા તૈયાર થયેલ શ્રી નીશીથ સૂત્ર - ચૂર્ણની પ્રેસ કોપીના આધારે પૂ.કલાપૂર્ણસૂરિજી સમુદાયના શ્રી દિવ્યરત્નવિજયજી મ. સા.ના ઘણા વર્ષોના સંશોધનના પરિપાકરૂપે તૈયાર થઇ રહેલ સાત ભાગ પૈકી પ્રથમ ભાગની શ્રતોપાસના રૂપે ગ્રંથ વધામણાનો ભવ્ય કાર્યક્રમ પાટણ મુકામે તા. ૧૨-૧૦-૨૦૧૪ના રોજ યોજાયો. પ્રકાશિત થયેલ પ્રથમ ભાગ સુવિહિત ગીતાર્થ ગુરુભગવંતોને ટૂંક સમયમાં બહુમાનપૂર્વક અર્પણ કરવામાં આવશે.
અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૦ @