________________
ITSIનાનીસુરક્ષા થી શારટો જુની ઇEાયા
(ગતાંકથી ચાલુ) જે શાસ્ત્ર કે સિદ્ધાંતરૂપે હોય તે અફર-નિયત હોય, અનેકાંતવાદ, અપરિગ્રહવાદ વગેરે જૈનશાસનના સિધ્ધાંતો છે અને તે મૂળભૂત બંધારણમાં ભiધ છોડ હોય નહીં. પરંતુ જે તે કાળની પરિસ્થિતિ-સંયોગને આધીન જે જે વસ્તુ માન્યતા, વ્યવહાર પ્રચલનમાં આવે તેને પરંપરા કહેવાય, સુતલેખન-હાલેખન આ હા પરંપરા કહેવાય. પરંપરા ક્યારેક નિયત-શાશ્વત ન હોય. શાશ્વત હોય તો તે સિધ્ધાંત બની જાય, જેમાં પરિસ્થિતિ સંયોગાધીન કાળક્રમે ફેરફાર સંભવે તેનું જ નામ પરંપરા, સિદ્ધાંત અને પરંપરાનો ઉપરોક્ત ભેદ સમજી રાખવા જેવો છે, અને માટે જ (૧) તાડપત્ર લેખન (૨) કાગળ પર હસ્તલેખન અને (૩) છાપકામ (૪) ડીજીટલાઇઝેશન. ચારેય પરંપરામાં જ આવે. અને માટે જ “શ્રુત લેખન એ જ શાસ્ત્રીય છે છપાવું તે અશાસ્ત્રીય છે.” એવું કંઇ છે નહીં અને જો એવું કોઇ કહેતું હોય તો તે શ્રીસંઘના ગેરમાર્ગે દોરનાર છે બાકી દ્રવ્ય વિરાધના તો ચારેય વિકલ્પોમાં છે જ. એટલે સાર એ છે કે શ્રમણ વર્ગ, શ્રમણ ધર્મની મર્યાદામાં રહી ઉચીત માર્ગદર્શન આપે તથા અત્યંત આરંભ સમારંભમાં જ રહેલા શ્રાવકો શ્રીસંઘના ભવિષ્યના હિતને ધ્યાનમાં લઇને જે પરંપરા પદ્ધતિ વધુ ઉચિત લાભદાયક જણાય તે અપનાવે છે.. પ્રશ્ન : પરંતુ, શ્રુતલેખન તે આપણી પ્રાચીન પરંપરા છે, અને છાપકામ(પ્રીન્ટીંગ) તે અવચિીન પરંપરા છે. તો પછી પ્રાચીન પરંપરાને જ વળગી રહેવું જોઇએ ને ? ઉત્તર: પ્રાચીન હોય તે વધુ સારુ જ હોય અને અવચીન હોય તે બધુ નરસુ જ હોય એવો કોઇ એકાંત જિનશાસનમાં છે નહીં અને સમગ્ર વિશ્વમાં પણ નથી, અત્યારનું જે આધુનિક છે, અવાચીન છે તે જ કાલે પ્રાચીન થવાનું છે, તો શું એ પ્રાચીન થયા પછી જ સારુ ગણાશે.
પ્રાચીન કાળે સતી થવાની પરંપરા હતી, દીકરીને દુધ પીતી કરવાની પરંપરા હતી, અકબર પ્રતિબોધક આ. શ્રી હીરવિજયસૂરિશ્વરજી મ.ને કાળે બત્રીસ વર્ષથી નીચેના બહેનોની દીક્ષા પાર પ્રતિબંધ હતો, આજે જેને ચારસો વર્ષ થઇ ગયા તો શું પ્રાચીન હોવા માત્ર થી જ જે તે વસ્તુ અપનાવી લેવાય છે કે પછી વર્તમાન પરિપ્રેક્ષ્ય માં તેના પર વિચાર વિમર્શ કરાય છે? ઢગલા બંધ પ્રાચીન બાબતો એવી છે કે જે આજે અમલમાં નથી અને દીર્ધદષ્ટિપૂર્વક વીચારીયે તો તે યોગ્યપણ છે જ. એટલે પ્રાચીન હોય એ જ સારુ, એવું ભુત મગજમાંથી કાઢી નાંખવું જોઇએ. કોઇ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતના સાનિધ્યમાં બેસીને જાણવા જેવું છે કે કેટલાય પ્રાચીન અને શારઝમાન્ય આચારો આજે વ્યવહારમાં નથી, છતાં કોઇ હરફ સુધ્ધાં ઉચારતું નથી. તો પછી, શ્રુતલેખન બાબત જ પ્રાચીનતાનો આટલો મોહ શા માટે ? નગ્ન વાસ્તવિક્તા તો એ છે કે પ્રાચીનતાની વાતો કરનારા લગભગ બધા જ આધુનિક ટેકનોલોજીનો (લ્હીલચેર, ટેલીફોન, મોબાઇલ, વાહનો, ફૂલશ સંડાસ વગેરેનો) જરૂર મુજબ ઉપયોગ કરે છે. તેના ફાયદાઓ મેળવે છે. વેપાર ધંધાઓ કરે છે, એ તેમ છતાં પ્રાચીનતાની બાંગ ફૂકે છે. વાસ્તવમાં તો પ્રાચીન હોય કે અવfચીન સંયમી વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોને તત્કાલીન પરિસ્થિતિને આધિન શાસ્ત્રની વફાદારી પૂર્વક સકળ શ્રીસંઘની વર્તમાન અને ભવિષ્યની પેઢીના હિતમાં જે ઉચિત જણાય તે સર્વ શ્રીસંઘને માન્ય બની શક્કે છે. અને બન્યું છે અને તે યોગ્ય જ છે. આ વાત માત્ર શ્રુતછાપકામ માટે નહીં બીજા પણ અનેક મુદ્દે લાગુ પડતી જણાશે.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૦ 9