________________ ' જયારે પુસ્તક-પ્રત છપાવો ત્યારે... પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો દ્વારા સંશોધિત-સંપાદિત-લેખિત-પ્રેરિત પુસ્તકો જુદી જુદી પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં હોય છે. માસિક વગેરેની પ્રકાશન કોલમો દ્વારા જ્યારે તે પુસ્તકોની માહિતી મળે ત્યારે જરૂરિયાતવાળાઓ પુસ્તકો મંગાવતા હોય છે. એક સાથે 4-5 નકલ મોકલવાની હોય ત્યારે મોટા ગ્રંથોનું વજન અને વોલ્યુમ વધતા પેકીંગ કરીને પોસ્ટ કે કુરીયર કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. તથા નાના ગામડાઓમાં કે પરા વિસ્તારમાં તે મોકલવાનું જલ્દી શક્ય બનતું નથી. તેથી નૂતન પ્રકાશનમાં નીચેની વિગતો ધ્યાનમાં લેવી જરૂરી જણાય છે. સંસ્થાનું નામ લખી શકાય. (2) પ્રાપ્તિસ્થાનમાં જેઓ લાગણીથી દોડીને કામ કરે છે, એવા પોતાના સ્વજન, શ્રુત પ્રત્યે રૂચિવંત શ્રાવક કે સંસ્થાનું નામ લખવું જોઇએ.તથા સમુદાયના સાધ્વીજી મ.સાની પ્રેરણાથી બનેલ શ્રાવિકા ઉપાશ્રયનું પણ રાખી શકાય (3) પ્રાપ્તિસ્થાનમાં અમદાવાદ, સુરત, મુંબઇ વગેરે મુખ્ય શહેરોના બે-ત્રણ નામ જુદા જુદા વિસ્તારના ચોક્કસ રાખવા જોઇએ. (4) જ્યારે પણ પુસ્તક પ્રકાશન અંગેની જાહેરાત કે પરિપત્ર બીજાને મોકલાવો ત્યારે જે તે પ્રાપ્તિસ્થાનેથી રૂબરૂ પુસ્તક લઇ જવા અંગેની સૂચના આપી શકાય, જેથી બિનજરૂરી ખર્ચ, સમય, શક્તિનો વ્યય અટકશે અને પુસ્તકો જરૂરિયાત મુજબના મળી રહેશે. (5) પ્રકાશિત પુસ્તકનું નામ જે પણ રાખ્યું હોય, પરંતુ કોંસમાં અથવા પુસ્તક સંબંધિત નોંધોમાં તે ચરિત્રગ્રંથ, આગમગ્રંથ, દર્શનશાસ્ત્રગ્રંથ, વ્યાકરણગ્રંથ વગેરે રૂપે નોંધ આપવી જરૂરી જણાય છે. અને શક્ય હોય તો આધાર ગ્રંથનું નામ પણ લખી શકાય. (6) પસ્તકો શક્ય બને તેમ ઓછા વજનવાળા કરવા. જેથી વિહાર દરમ્યાન પણ રાખવા સુલભ બને. વળી વર્તમાન કાળે મેગા સીટીઓમાં પેપરલેસ ઓફીસો આવી રહી છે. જ્ઞાનની અને પર્યાવરણની દષ્ટિએ મર્યાદિત નકલો છપાવી, તેને પ્રાયોગ્ય જ્ઞાનભંડારો કે મહાત્મા સુધી પહોંચે એમ કરી શકાય. વારંવારની રીપ્રીન્ટ કરાવવા કરતા જે તે યોગ્ય પુસ્તકોOnline મૂકી દેવા જોઇએ. જરૂરીયાતવાળા તેનો યથાયોગ્ય ઉપયોગ કરી લેશે. (9) ભેટમાં મોકલાવેલ પુસ્તકો જે પણ પૂજ્યોને અથવા જ્ઞાનભંડારોને જરૂર ન હોય તો પરત મોકલવા અંગેનું સરનામું પત્રમાં સાથે મોકલશો જેથી નવા પુસ્તકો પસ્તીમાં જતા અટકશે.. Printed Matter BookPosted 1147) U/C, 5A P &T Guide hence not be taxed અહો ! શ્રદ્વાળા Rs. 1 Ticket પ્રકાશક : શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com isi : Ads -20