________________
• દ્વયાશ્રય મહાકાવ્યમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના ઉદાહરણોના અભ્યાસની સાથે સાથે કુમારપાળ રાજાના ચરિત્રને પણ ઉજાગર કરેલ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ બનાવેલ વ્યાકરણ 'સિદ્ધહેમ' તે વ્યાકરણની સર્વશ્રેષ્ઠ અને સર્વોતમ કૃતિ છે. તેના લઘુન્યાસ, બૃહન્યાસની પણ રચના છે. તે પર લgવૃતિ, મધ્યમવૃતિ, બ્રહદવૃતિ, ધાતુપાઠ વગેરે મળીને હજારો શ્લોકો પ્રમાણ રચના છે. જેથી સંપૂર્ણ વ્યાકરણનો એક જ ગ્રંથના માધ્યમે અભ્યાસ થઇ શકે છે. 0 જૈનાચાર્ય શ્રી કુમુદેન્દુ દ્વારા ભુવલય નામનો ગ્રંથ જે આંકડામાં બનાવાયેલો છે. ૨૫૦ પ્રકારની ભાષામાં આ ગ્રંથ વાંચી શકાય છે. આડી ઉભી ચાવીઓ દ્વારા એક જ ગ્રંથમાં રામાયણ, મહાભારત વગેરે ગ્રંથો પણ મળે છે. 9 અષ્ટલક્ષ્મી નામના ગ્રંથમાં પૂ.સમયસુંદરજી ઉપાધ્યાયેરાન નો ૯તે સૌરભમ્ / આ એક જ વાક્યના આઠ લાખ અર્થો દર્શાવ્યા છે તેઓએ અન્ય પણ અનેક ગ્રંથોની રચના કરી છે. 0 સમસંધાન નામના ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજે એક શ્લોકમાંથી સાત સાત અર્થ નીકળે તેવી રચના કરી છે અને એ દ્વારા એક સાથે સાત સાત ચરિત્રો વાંચી શકાય છે. આવી તો અનેકાર્થક અનેકવિધ રચનાઓ છે. 0 તામિલ ભાષાના જાણકાર અગત્ય નામના ઋષિમુનિ એ કુલ પાંચ મહાકાવ્યો તામિલ ભાષામાં રચ્યા છે. જેમાંના શિલ્લાધિકારમ જીવક ચિંતામણી અને વલયાપતિ જૈન ધર્મને લગતા છે. 0 સત્તરમાં સૈકામાં વલ્લભ સંપ્રદાય અને વૈષ્ણવોમાં ભક્તિકાવ્યો અને કથાઓનું પ્રચૂર સર્જન થયું. દેશ કાળનો તકાદો સમજીને જૈન મુનિઓએ પણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત મારગુર્જર ભાષામાં અગણિત ભક્તિસાહિત્યનું સર્જન કર્યું o વિ.સં.૧૬૧૮ માં ઉપા.સકલચંદ્રજીએ સત્તરભેદી પૂજાની રચના કરી. જેમાં પરમાત્માની ૧૦ પ્રકારે પૂજાના વિવિધ રાગોને આલેખ્યા છે. ૭ ૧૮ મા શીકામાં ઉપા, યશોવિજયજીએ નવપદ પૂજા અને શ્રી વીર વિજયજીએ ૬૪ પ્રકારી પૂજા, ૯૯ પ્રકારી પૂજ વગેરેની રચના કરી છે. આત્મારામજીએ સત્તરભેદી પૂજા, વીસસ્થાનક પૂજાની રચના કરી છે. © ઉપા. શ્રી વિનયવિજયજી અને ઉપા. શ્રી યશોવિજયજીએ બનાવેલ શ્રીપાલરાજાનો રાસ આજે પણ લોકભોગ્ય ઉત્કૃષ્ટ રચના છે.
પૂર્વાચાર્યોએ અગણિત મહેનત કરીને ગ્રંથો લખ્યા છે અને સાચવ્યા છે. હજારો વર્ષ જુની પ્રતો ખોલીએ ત્યારે લાગે કે જીવની જેમ જતન કરીને આ ગ્રંથો સાચવ્યા છે. ઘણાં ગ્રંથકારો ગ્રંથના છેલ્લા ભાગમાં એક શ્લોક લખતા જેનો ભાવાર્થ આ ગ્રંથ લખતા લખતા અમારી કેડ ભાંગી ગઇ, આંખોના પલક નીચા ઢળી ગયા, ડોક વાંકી વળી ગઇ, ઘણી મહેનત કરીને આ ગ્રંથ લખીને તમોને આપીએ છીએ, તમે આ ગ્રંથને પાણીથી, અગ્નિથી અને ચોરોથી બચાવજો. ખાસ કરીને ઉંદરો કાતરી ના ખાય તેનું ધ્યાન રાખશો.આપણે શ્રુતજ્ઞાનને સાક્ષાત ભગવાન માનીએ છીએ. આગમાદિ શુત તે ભગવાનનો અક્ષરદેહ મનાયો છે તેના પ્રત્યે બહુમાનભાવ અને પૂજ્યભાવ રાખીને જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની ઉપાસના કરવાની સુવિહિત પરંપરા આજેય અખંડરૂપે જળવાયેલ છે તે આનંદનો વિષય છે.
અહો GSP(૨)
કંપ