SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ s , 'જિનશાસનની અમૂલ્ય અલોકિક શ્રુતસંપદા 0 પ્રભુવીરના મુખેથી ત્રિપદી મેળવી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી તથા અન્ય પણ શ્રતધરોએ અનેકાનેક ગ્રંથો રચ્યા. પૂર્વકાળે ૧૨ અંગ અને ૮૪ આગમ હતા. હાલ ૧૧ અંગ અને ૪૫ આગમ આપણને સંપ્રાપ્ત છે. ૦ પછી પછીના કાળ આગમ ગ્રંથો પર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ અને ટીકાઓ રચાઇ અને આ રીતે જિનશાસનમાં પંચાંગી માન્ય થઇ. ૦ તદુપરાંત પૂર્વધર મહર્ષિઓ રચિત તથા તેમાંથી ઉદ્ભૂત થયેલા અનેકાનેક ગ્રંથો પણ આપણને મળ્યા. ૦ યુગપ્રધાન આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિએ સમગ્ર શ્રતને વિષયની દષ્ટિએ ચાર અનુયોગમાં વહેંચી દીધું. (૧) દ્રવ્યાનુયોગ : જેમાં આત્મા, કર્મવાદ તથા વિશ્વવ્યવસ્થા, પુદગલ આદિ સંબંધી ચર્ચા-વિચારણાઓ હોય, સન્મતિતર્ક વગેરે દર્શનપ્રભાવક ગ્રંથો આમાં સમાવિષ્ટ થાય (૨) ગણિતાનુયોગ : જેમાં સૂર્ય-ચંદ્રના ચાર્ટ વગેરે ખગોળ સંબંધી વાતો હોય. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રાપ્તિ વગેરે ગ્રંથો આમાં આવે. (૩) ચરણકરણાનુયોગ : જેમાં શ્રમણજીવનના આચારોનું વિસ્તૃત વર્ણન હોય, આચારાંગ, ઓપનિર્યુક્તિ, પિંડનિર્યુકિત, ગચ્છાચાર, પ્રકીર્ણમ (૪) ધર્મકથાનુયોગ : જેમાં કથાઓના માધ્યમે જૈનદર્શનના પદાર્થો સરળ, લોકભોગ્ય ભાષામાં પરસાયેલા હોય છે. ઉદા.: જ્ઞાતાધર્મકથા, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મુખ્ય ગ્રંથોમાંથી પદાર્થોનું સંચયન કરીને જે ગ્રંથો રચાયા તે પ્રકરણગ્રંથો કહેવાયા. તે પણ ઘણા બધા છે. ૭ સમય સંજોગોને અનુસાર શ્રુતને સાચવવા માટે વીરનિવણિના ૯૮૦ વર્ષે ૮૪ ગચ્છના ૫૦૦ આચાઓ ભેગા મળીને વલ્લભીપુરમાં ઋતરક્ષાનું કાર્ય આરંવ્યું. જેનો એક અક્ષર પણ લખવામાં સાધુઓને એક આયંબિલનું પ્રાયશ્ચિત હતું, તે શ્રુતજ્ઞાન હવે દેવદ્ધિગણિક્ષમાશ્રમણની રાહબરી હેઠળ લીપીબદ્ધ તાડપત્ર પર લેખન થયા. ૦ તાડપત્ર બે પ્રકારના હતા. (૧) શ્રીતાડ: જે સુંવાળા લીસા હતા. (૨) ખરતાડ : જે ખરબચડા બરછટ હતા. તે પર વનસ્પતિ જન્ય શાહીથી લખવામાં આવતું. દક્ષિણ ભારતમાં ત્યારે સોંય જેવા અણીયારા સાધનથી તાડપત્ર પર અક્ષરો કોતરીને પણ લખવામાં આવતા. અલબત્ત દુર્ભાગ્યે આજે છઠ્ઠીથી દશમી સદી સુધીના કોઇ તાડપત્રીય ગ્રંથો મળતા નથી. ૭ ૧૨-૧૪ મી સદીથી શ્રુતસંવર્ધન ઘણું વધ્યું છે. નૂતન કૃતોપાર્જન પણ સારા એવા પ્રમાણમાં થયું છે. છે તેની સુરક્ષા બાબતનો ઇતિહાસ તો ઘણો લાંબો છે, પરંતુ એ શ્રુતજ્ઞાન સમુદ્રના કેટલાક મોતીઓ પર દષ્ટિપાત કરીએ. © તત્વાર્થસૂત્રમાં પૂ.ઉમાસ્વાતીજી મહારાજે માત્ર ૬૪૦૦ અક્ષરો પ્રયોજીને જૈનદર્શનના સિદ્ધાંતોને ટૂંકમાં આલેખ્યા છે. તે પર ઘણી બધી ટિકાઓ ઉપલબ્ધ છે. જૈનોના ચારેય ફીરકાઓમાં આ ગ્રંથ સર્વમાન્ય છે. Aો . 8 શ્રુSિEB,
SR No.523320
Book TitleAho Shruta gyanam Paripatra 20
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2013
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy