________________ મહેરવાડા, 1, સાદડી, 1, સીવગજ, 1, પકણુ ધિ, 1, જાવાલ, 1, ઉદયન પુર, 1 ઉજજૈન આ રીતે હિંદભરના જુદા જુદા પ્રદેશોની યાત્રા કરી ઉપરોક્ત સ્થળોએ ઓગણપચાસ ચાતુમોસ કરી સેંકડે જીવાને ઉપદેશદ્વારા પ્રતિબંધ આપી. બારવ્રત, ચતુર્થ વ્રત, અને બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, વીશસ્થાનક, વધુ માનતપ, રોહિણી આદિ તપના વ્રત આચરાવી ધર્મના સન્માગે ચઢાવ્યા હતાં, તેટલુજ નહિ પણ તેઓશ્રીએ ભક્તજનો પાસેથી ઉપદેદાદ્વારા જુદા જુદા શાસન ઉદ્યોતના ખાતાઓમાં અડધો કરોડ ઉપરાંત રકમને સદવ્યય કરાવેલ છે. જેમાં મુખ્યત્વે મોટી રકમનો ફાળો આપનારા તેઓશ્રીના અથંગ ભક્તજન શેઠ ખાડીલાલ સૌભાગ્યચંદની ધર્મપત્ની ગલબીબાઈ “કૈસરે હિન્દ,” શેઠ પ્રેમચંદ મુળજી ધનજી, શેઠ વાડીલાલ પુનમચંદ, મસાલીયા વમળસી જીતમલભાઈ આદિ રાધનપુરના, શેઠ જીવરાજ ધનજી અને તેમના ધર્મ પત્ની હીરૂબ્લેન કચ્છ-માંડવીના, શેઠ ચુનીલાલ ખુશાલદાસ; શેઠ મગનલાલ ઠાકરસી, શેઠ સાંકળચંદ નગીનદાસ; શેઠ મણીલાલ સુરચંદ, શેઠ વાડીલાલ છગનલાલ વાયવાળા, શેઠ વાડીલાલ મગનલાલ અપ્પા, શા. સાંકળચંદ જીવણલાલ વેલારવાળા; શેઠ સેનાભાઈ ચુનીલાલ, શેઠ ધોળીદાસ ચીમનલાલ આદિ અમદાવાદના, શેઠ કલ્યાભાઈ વાલચંદ, શેઠ મગનલાલ સાંકળચંદ આદિ સીપેરના, શેઠ વધુભાઈ હેમચંદ પાટણના, શેઠ ચત્રાશા લાલચંદજી ઉજજૈનના અને શેઠ જેશીંગભાઈ પરસાતમદાસ વીજાપુરના, આદિ અનેક ભક્તજનોએ લાખ ઉપરાંતની રકમના આચાયદેવના સદુપદેશથી સન્માગે વ્યય કરેલ છે. આચાર્ય દેવનું સાધ્યબીન્દુ તીર્થોદ્ધારક અને જીર્ણોદ્ધારનું હોવા છતાં પણ શ્રાવકગણની ઉન્નતિ તરફમાં પણ તેમનું લક્ષ એાછુ નહોતું. તેઓશ્રીએ શ્રાવકગણુ ધર્મના સન્માગ માં જોડાય અને પિતાને અસ્પૃદય કરી શકે તે માટે જામનગરની આજુબાજુના અશિક્ષીત ડબાસંગ પ્રદેશમાં જાતે ફરી પાંત્રીસેક પાઠશાળાઓ સ્થાપન કરાવી, આજ પર્યત લગી તેઓશ્રી દર વર્ષે ભક્તજનોને ઉપદેશ આપી હબીસંગ પ્રદેશમાં પચીસોક રૂપીઆ મોકલાવતા હતા. આજે આ પુનિત આત્માના જ્ઞાન વૃદ્ધિના પ્રયત્ન ડબાસંગ પ્રદેશના શ્રાવકગણુ આક્રીકા જેવા દુર દુરના પ્રદેશનું દેશાંતર કરી સમૃદ્ધિવાન બનેલ છે અને તેને આભારી આજે આચાર્યશ્રીની સ્થાપન કરેલ બધી પાઠશાળાના ખચન બાજે સ્થાનીક આગેવાનોએ ઉપાડી લેવા સાથે જામનગરમાં પોતાનાં છોકરાં અભ્યાસ કરી. જ્ઞાનમાં આગળ વધી શકે તે માટે આલીશાન બીલ્ડીંગ બંધાવી, એકસા વિદ્યાથી લાભ લઈ શકે તેવી બાડી"ગ ખેલી આચાર્યશ્રીનું સાચું સમારક ડબાસંગવાસીઓએ કરેલ છે, તેમ કહીએ તે તે અતિશયોક્તિ ભરેલ નહી કહેવાય. ઉપરાંત મેવાડ, ગુજરાતમાં પણ પાઠશાળાઓ અને બેડી ગે ખેલાવી શ્રાવકગણું પ્રત્યે ધર્મગુરૂ તરીકેની ફરજ બજાવવાનું પણ તીર્થોદ્ધારક આચાર્યદેવ ચુકેલ નથી. (અપૂર્ણ.) તંત્રી સ્થાનેથી.