________________
મહાવીર યુગના ક્વલ ત જાતિધર.
(ગતાંક પૃષ્ઠ ટાઈટલ પેજ ૩ થી અનુસંધાન), આચાર્યદેવે જેટલી લાગણી ગીરનારના જીર્ણોદ્ધારમાં રાખેલ તેથી પણ T વધુ લાગણી સિદ્ધગીરી બાબતમાં પણ રાખી, અનેક એજન્સી અમલદારો દ્વારા
લાગવગનો ઉપયોગ કરાવી, પાલીતાણા દરબાર સાહેબ સાથે રખાપાના પ્રશ્નનું | સમાધાન કરાવવા પ્રયત્ન કરેલ, પરંતુ તે સમયમાં શેઠ આણંદજી કલ્યાણજીના
કાર્યવાહકે માત્ર એકજ તરફ ખેંચાયેલ હોઇ, આયાર્યદવના પ્રયત્નો પ્રત્યે દુલક્ષ દાખવતા હતા એટલે તે કાર્ય માં આચાર્ય દેવ યશ સંપાદન કરી શાસનસેવા કરી શક્યા નથી.
આચાર્યદેવને સ્વભાવ મીલનસાર, શાન્ત, ગાંભીર્ય પૂર્ણ અને નીલેષી હોવાથી દરેકને મળતાની સાથેજ પોતાના થઈ શકતા હતા. તેઓશ્રીના જીવન નમાં એક પણ એવે દાખલ નહિ મળે કે અચાર્ય શ્રીથી કોઈ પણ વ્યક્તિ પછી તે કોઈ પણ સમુદાયના સાધુ હોય કે કોઈ પણ સંપ્રદાયના શ્રાવક હોય તે જરા પણ નારાજ કે નાખુશ થયા હોય. તેઓશ્રીના વરદ હસ્તે સ્વસમુદાય સિવાય પર સમુદાયના પણ અનેક સાધુ, સાધ્વીઓને ભાગવતી દીક્ષા, બ્રહત દીક્ષા, પદવી પ્રદાન, અને માંડળીયા નથી તે શ્રી ભગવતીજી સૂત્રના ચોગ સુધીના ગવહન કરાવાયેલ છે, જેમાં મુખ્યતવે લવારની પાળના પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ, વાગડોદ્ધારક મુનિશ્રી જીનવિજયજી મહારાજ, મેહમયાનગરીના સાધુમાર્ગ ખુલ્લો કરનાર મુનિશ્રી મોહનલાલજી મહારાજ, શાન્તમૂર્તિ આચાર્ય શ્રીમદ વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, અધ્યાતમી આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ અને વિમળગછ આદિ સમુદાયના સાધુ, સાધ્વીઓએ વિશેષ પ્રમાણમાં લાભ લીધેલ છે. તેઓશ્રીની આ પદ્ધતિથી દુનીયાભરના સાધુ સમુદાય આજે સદગત આત્માના યશોગાન ગાઈ રહેલ છે. આચાર્ય દેવની આવી પ્રેમાળ લાગણી અને સેવાભાવના માત્ર સંવેગી સમુદાય પ્રત્યે હતી તેમ નહિ પણ યતિ વગ" કે સ્થાનક્વાસી સમુદાયના સાધુઓ પ્રત્યે પણ ખૂબજ હતી જે પ્રેમ અને સદભાવનાથી આકર્ષાઈ આજે સ્થાનકવાસી સંપ્રદાયના બત્રીસ વર્ષથી તે છ વર્ષ સુધીના દીક્ષિત નવ સાધુઓ અને પ્રતિ વર્ગ માંથી પણ ત્રણ યતિઓ આચાર્યશ્રીના પરિવારમાં શિષ્ય પ્રશિષ્ય તરીકે સરવેગીવેશમાં મોજુદ છે. એજ આચાર્યશ્રીની સમભાવ દ્રષ્ટી સિદ્ધ કરી આપે છે.
આચાર્ય દેવે પોતાના ઓગણપચાસ વર્ષના ચારિત્ર પર્યાયના સમયમાં મેહમયીથી મારવાડ અને વેરાવળથી ઉજજૈન સુધીમાં ૧૫, અમદાવાદ, પ, રાધનપુર, ૩ સિદ્ધગીરી, ૨, પાટણ, ૨, વીરમગામ, ૨, સુરત, ૧, મુંબાઈ, ૧, રાજકોટ, ૧, વાંકાનેર, ૧ જેતપુર, ૧ જુનાગઢ, ૧ વેરાવળ, ૧ કપડવંજ, ૧ વીજાપુર, ૧, વીસનગર, ૧, વડનગર, ૧, સીપોર, ૧, ઉંઝા, ૧, ચાણસ્મા, ૧,.