________________
જૈનધર્મ વિકાસ.
આચાર્યશ્રીના જીવન ઉપર સુંદર પ્રકાશ પિતાની છટાદાર સૈલીમાં પાડ્યો હતો. જે બાદ જુદા જુદા વક્તાઓએ સમાચિત સદ્દગત આચાર્યદેવશ્રીના અનેક ગુણે ઉપર વિવેચન કરી સભાજનોને પરિચિત કર્યા હતા, તેમજ પેઢી પાસેના મોટા દેરાશરે, જસ કેરની ધર્મશાળાના જિનાલયે ઘણાજ ઠાઠમાઠથી ગવૈયા અને ટેળીવાળાઓએ રાગરાગીણથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માને ભભકાદાર અંગરચનાઓ કરાવી હતી.
દા. પિસ વદિ ૩ ના આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજનો સ્વર્ગદિન હોઈ તે દિવસે મુનિશ્રી કનકવિજયજીની સૂચનાથી ખેતરવસીના પાડાના જિનાલયે અને સાધ્વી જીનશ્રીજી, મહિમાશ્રીજી આદિ સાધ્વીઓની સૂચનાથી પંચાસરાના જિનાલયે ઘણી જ ભભકાદાર આંગીઓ કરાવવામાં આવી હતી.
. તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રીને સ્વર્ગદિન પિસ વદિ ૩ ને હાઈ તે દિને આદેશ્વરજીના મહટા દેરાશરે આશરે રૂ. ૭૫ ના ખર્ચે મનોરંજક આંગી ભક્તજનો તરફથી રચાવવામાં આવી હતી.
મુંવારુ. શ્રી ખંભાત જનયુવકમંડળ, શ્રી આત્માનંદ જનસભા, જૈન સ્વયં સેવકમંડળ આદિ જુદિ જુદિ સંસ્થાઓ તરફથી ગેડીજીના ઉપાશ્રયે કાન્તીલાલ ઈશ્વરદાસ મોરખીયાના અધ્યક્ષસ્થાને તીર્થોદ્ધારક આચાર્યશ્રીની જયંતિ ઉજવવા એક સભા પિષ વદિ ૩ ના રોજ જવામાં આવી હતી.
પ્રારંભમાં મંગળાચરણ થયા બાદ જુદાજુદા વક્તાઓએ આચાર્યદેવના જીવન પિકી કેટલાક બેધદાયક પ્રસંગનું વિવરણ કરી બતાવતા, મહુંમની સરળતા અને સમભાવદ્રષ્ટીના મુક્તકઠે વખાણ કર્યા હતાં અતમાં પ્રમુખ મહાશયે પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે આચાર્યશ્રી કઈ એવા પ્રભાવશાળી, અનોખી વ્યક્તિ હતા કે જેઓ દરેકને સંતોષ આપી શક્તા. અમારી રાધનપુરની બેડીંગના સ્થાપક અને મને પ્રેરણા કરનાર પણ તેઓશ્રીજ હતા, બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
આ સિવાય પણ જુદા જુદા સ્થળોએ આચાર્યશ્રીને ભક્તજન અને મુનિવર્યો તરફથી પોષ વદિ ૩ના આચાર્યદેવને સ્વર્ગદિન હેઈ પૂજા, આંગીઓ રચાવડાવવામાં આવ્યાના સમાચારો મળેલ હોવા છતાં, સ્થળ સંકેચના અંગે અમે આપી શક્યા નથી, જેથી તેવા સમાચાર મોકલનાર સજજને અમને દરગુજર કરશે એવી આશા છે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે–અમદાવાદ. પ્રકાશક-ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય
| વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ.