________________
'
જેનધર્મ વિકાસે.”
મહારાજે ઉપદેશ દ્વારા સંઘવી ઉજમણી કેવળના ટ્રસ્ટીઓ પાસેથી સારી રકમ ઈલાયદિ મુકાવી આપેલ છે જેની વ્યાજની ઉપજ અને મુડીમાંથી દર વર્ષે અમુક રકમ સાધુઓને ભણાવવા જોઈતા પંડિતે માટે ખર્ચવાનું નક્કી થયેલ છે અને જે રકમ પણ સાગરગચ્છની પેઢીમાં જ છે. આ રીતે પંડિતના ખર્ચમાં તો નહોતી એક પાઈ પણ ટ્રસ્ટીઓને પેઢીમાંથી કે પોતાની પાસેથી આપવાની બલકે સદ્દગત આચાર્યદેવના સદુપદેશથી ઈલાયદિ કાઢેલી રકમમાંથીજ ઉપયોગ કરવાનું હતું, છતાં પણ આચાર્યદેવના પરિવારને પણ તે રકમમાંથી પંડિતની વ્યવસ્થા કાર્યવાહકો કરી આપી શક્યા નહિ, એ કાર્યવાહકેની કેટલી બેપરવાઈ?
વળી જરૂરી પુસ્તક માટે પણ અનેકવાર કહેવા છતાં જાણે કે નાના ભુલકાઓને સમજાવતા હોય, તેવી રીતે પાંચ વખત કહે ત્યારે એકાદ વખત મંગાવી આપે તેવી જ રીતે જોઈતી દવા અને પરચુરણ સાધને પણ જાણે કે મુનિવર્યો પર ઉપકાર ન કરતા હોય તેમ અનેક વખતની ઉઘરાણીઓ પછી આપે, પર્યુષણ સુધી તો ઉપજ માટે પેઢી ચલાવવાની ટ્રસ્ટીઓને ખાસ જરૂરત હોવાથી થેપડ થેપડ ભાણું કરીને અને થોડીક થોડીક સગવડ આપીને પિતાનું કાર્ય કઢાવી લીધું અને બને પૂજ્યની જયંતિ પ્રસંગની કબુલાત આપેલ હોવા છતાં તદ્દન નફટાઈ બતાવી કઈ પણ સગવડ કરી આપી નહિ, તેથી તે અને કાર્યો માટે મુનિવર્યોને ઉપદેશ દ્વારા વ્યવસ્થા કરવી પડી.
પર્યુષણની સમાપ્તિની સાથે જમનાલાલે ઉપાશ્રયમાં આવવું સદંતર બંધ કર્યું. તેટલું જ નહિ પણ મુનિવર્યોએ અનેક વખત બોલાવવા મેકલ્યા છતાં જમનાલાલ પોતે ન આવતા કેઈક વખત બીજાને મોક્લે અને કહેવડાવે કે મહાર આવવાથી કદાચ ક્લેશ થઈ જાય માટે હું તે નહિ આવી શકે. આવી રીતે ચોખ્ખા શબ્દોમાં કહેવડાવે, તેટલું જ નહિ પણ ગામમાં નામધારી શાસનપક્ષીઓને મેઢે મુનિઓની વગોવણું કરતાં કહે કે સાધુઓ મરજી પડે તેવું ખર્ચ બતાવે, પરંતુ કારખાનું તેવું ખર્ચ કઈ રીતે કરી શકે. “આટલી બધી ટપાલની ટીકીટે” વગેરે શબ્દોમાં નિંદા કરે, આથી વધારે ટ્રસ્ટીઓની નફટાઈ શું હોઈ શકે.
આવી રીતે જમનાલાલ તરફની વગોવણીથી મુનિવર્યો અને શાસન પ્રત્યેની ધગશવાળા ગૃહસ્થોના હૃદયને આઘાત થતાં, મુનિવર્યોએ તેમને પર્યું. ષણ સુધીમાં કારખાના તરફથી મળેલ સામન, પેઢી ઉપર એક પત્ર લખી સામનના લીસ્ટ સાથે અમદાવાદના બાબુભાઈ શકચંદની સાથે મોકલાવી આપ્યું. જે તેઓએ મુનિઓને અર્પણ કરેલ હોવા છતાં પાછું સંઘરી લીધેલ છે. જે મોકલ્યાને લાંબો સમય થવા છતાં અને મુનિઓએ વિહાર કર્યો ત્યાં સુધી