________________
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી.
૯૩
જમનાલાલને મુનિઓ પાસે આવીને વિનવણી કરી સમજુત કરવાની પણ ફુરસદ કે વિવેક મળ્યો નથી, તેટલું જ નહિ પણ તે સામન પહચાની પહોંચ પણ આપવાની પુરસદ મળી નથી. આ રીતે ટ્રસ્ટીઓ ગચ્છના માલીક છે કે સમગ્ર સંઘે નીમેલા સેવક છે, તેને હરેક સાગરસંઘના સભ્યને ખ્યાલ કરવાની ખાસ વિજ્ઞપ્તિ છે. | મુનિઓને વિહાર કરવાનો સમય નજદિક આવતો હોવા છતાં, પાછા મોકલેલ સામનની જે જે ખાતે તે સામનના નાણા ઉધરેલ હોય તે તે ખાતે સામન પાછો આવેલ હોવાથી તે નાણું જમે કર્યા બદલની, યા તો સામન પહોંચ્યાની પહોચ મુનિવર્યોને મોકલાવેલ નહિ હોવાથી તે બાબત તપાસ કરવા સાગરગછના બે સભ્યએ એક દિવસ કારખાને જઈ મુનિમને પુછયું કે, મુનિવર્યોએ મેકલાવેલ સામન અમોને જેવો છે, માટે બતલાવો. જે સમયે ટ્રસ્ટી ગણપતલાલ પણ કારખાને બેઠેલ હતા, મુનિમે કહ્યું કે કામ કરીને બતલાવું છું. તેટલામાં તે જાણે કે મારી હાજરીથી મુનિએ હા પાડેલ છે તેથી બતાવશે તો નાહકનું વાર્તાલાપમાં ઉતરવું પડશે, તે બીકથી તરત જ પેઢીએથી ગુપચુપ રવાના થઈ ગયા.
ટ્રસ્ટી આમ એકાએક રવાના થઈ જવાથી મુનિમને, બતાવવાની જવાબદારી માથે લેવી વ્યાજબી ન લાગવાથી, વિવેકસહ આવનાર સભ્યને જણાવ્યું કે આપ કાલે પધારજો. હું ટ્રસ્ટીઓને પુછીને જવાબ આપીશ. સભ્ય મુનિમને વ્યાજબી જવાબ હોવાથી સ્વાસ્થાને ગયા અને બીજે દિવસે આવતા મુનિમે નમ્રભાષામાં વિવેકસહ જણાવ્યું કે ટીએને પુછતાં તેઓએ વ્યક્તિગત સભ્યને બતાવવાની તદન ના પાડી છે. પણ કહ્યું છે કે સંઘ મળીને પુછશે ત્યારે તેને જવાબ અપાશે, અને સામને બતલાવાશે. આમ ટ્રસ્ટીઓ તરફનો સ્પષ્ટ જવાબ મુનિને સંભળાવ્યો. આ પ્રત્યુત્તરથી સાગરસંઘના સભ્યોએ વિચારવાનું છે કે સંઘના સભ્યનો મલ્મો સંઘે નીમેલ ટ્રસ્ટીઓ પાસે કેડીની કિંમતને છે કે વધારે ?
બાદ મુનિ-વિહારના થોડાક દિવસ પહેલા એકદા ટ્રસ્ટી ગણપતલાલ ઉપાશ્રયે આવ્યા. અને પંન્યાસ લાભ વિજયજી મહારાજની હાજરીમાં બન્ને મુનિઓને કહ્યું કે મહેરબાની કરી આપે મોકલાવેલ બધો સામાન આપશ્રી સંભાળી લે તો હું કારખાનેથી મોકલાવી આપું. કારણ કે આ પ્રમાણે થાય તે સારૂ નથી લાગતું. મુનિઓએ પ્રત્યુત્તરમાં કહ્યું કે અમોએ તમોને સામન પાછો મોકલાવે, તે વખતે અમે અમારા વડીલેને લખી જણાવેલ છે એટલે અમારાથી તેમની આજ્ઞા સીવાય હવે પાછો લઈ શકાય નહિ. હવે તે વાત અમારા હાથમાં નથી. માટે તમે ખુશીથી અમદાવાદ લખીને અમો પાછો