________________
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી.
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી
અને વચનભંગ.
લેખક–સાગરસંઘનો સભ્ય. ગત ચાતુર્માસમાં આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ અને તેમના શિષ્યાદિ વગરને નામધારી શાસન પક્ષીઓ તરફથી ટ્રસ્ટીઓની આંખમીચામણીથી જે મુસીબતો ભોગવવી પડી હતી અને જેના લીધે ચાતુર્માસમાં જ વિહાર કરવાની ભાવના કરવી પડી હતી, તે પ્રસંગથી સમગ્ર જૈન આલમ અને મુનિગશે પરીચીત હોવાથી ગત વર્ષે ભાગ્યેજ કેઈ મુનિવર્ય રાધનપુરમાં ચાતુર્માસ કરવા આવવા સંભવ હતે. છતાં અનાયાસે યાત્રા નિમીત્તે આવી ચઢેલ તીર્થોદ્વારક સદ્દગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરિજી મહારાજના સમુદાયના બે મુનિવર્યોના શુભ પગલાં રાધનપુરના દ્વારે થયા અને આચાર્યદેવ ઉતરતા તે જ સાગરગચ્છના ઉપાશ્રયે તેઓશ્રી ઉતર્યા. યાત્રા પૂર્ણ થતાં વિહાર કરવાની જાહેરાત કરતાં સાગરગચ્છના કાર્યવાહકે એ ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી અને જે આપ સંમતી આપે તે અમે સંઘ તરફથી તાર કરી આપશ્રીના ગુરૂ પાસેથી આજ્ઞા મંગાવી આપીએ, તેમ કહેતા વયેવૃદ્ધ પન્યાસ શ્રી લાભ વિજયજી મહારાજના દબાણ અને કાર્યવાહકના અત્યાગ્રહથી બને મુનિઓએ કાર્યવાહકેને જણાવ્યું કે અમો રાધનપુરના તદ્દન અજાણ હોવાથી કેઈને ઓળખતા નથી તેથી અમારે જોઈતી તમામ સગવડ જેવી કે–પંડિત, પુસ્તક, જરૂરી સાધને અને પૂજ્ય જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરિજી અને અમારા પૂજ્ય પન્યાસજી શ્રી ભાવવિજયજી ગણિવર્ય મહારાજની જયંતિ અંગે પૂજા, પ્રભાવના આદિ દરેક બાબતની વ્યવસ્થા તમો કરાવી આપવાની જવાબદારી સ્વીકારતા હોય તે, અમ પૂજ્ય પન્યાસજી મહારાજ અને તમારા બધાનાં અત્યાગ્રહને વશ થઈ આજ્ઞા માટે તાર મુકવાની સંમતિ દર્શાવીએ. આના પ્રત્યુત્તરમાં ટ્રસ્ટી જમનાલાલ વમળસીભાઈએ ઉપરોક્ત માંગણી મુજબ બધું કરાવી આપવાની કબુલાત આપી એટલે મુનિવએ તાર મુકી આજ્ઞા મગાવી આપવાની સંમતિ દર્શાવતાં, આચાર્યશ્રી વિજયસૂરિજી ઉપર અમદાવાદ, સાગરસધે તાર મૂકી આજ્ઞા મંગાવી આપતાં, મુનિવર્યો સાગરગચ્છના ઉપાશ્રયે ચાતુર્માસ રહ્યા.
ચાતુર્માસના પ્રારંભથી જ જમનાલાલે કરેલ કબુલતેનો ભંગ કરવાની શરૂઆત કરી, પંડિતની મુદ્દલ વ્યવસ્થા મુનિઓની વારંવાર ઉઘરાણી હોવા છતાં ન આપી, જે કે પંડિત માટે સદ્દગત આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરિજી