________________
ગ્રંથાવળીની યોજના.
૧ નામ-“જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી ગ્રંથમાળા”
૨ ઉદેશ–આ સંસ્થા મારફત શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના માનનીય પૂર્વાચાર્યોની કૃતિના ક્રિયાકાંડના અને ઉપદેશક અમૂલ્ય ગ્રંથ, આધુનિક પદ્ધતિએ વિદ્વાન લેખકેની કસાયેલી અને આકર્ષક વિદ્વતા ભરી કલમે લખાયેલા ધાર્મિક ગ્રંથ અને જૈન જગતની સમીપ જૈન જનતા રહી શકે તે માટે જૈન સમાજના તાજા સમાચારોથી ભરચક અખબારો આદિનું પ્રકાશન કરી તેને સસ્તી રીતે બહોળા પ્રમાણમાં પ્રચાર કરવાનું રહેશે.
૩ સહાય આ સંસ્થામાં નીચેની રીતે ભિન્ન ભિન્ન પ્રકારે કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સમુચિત રીતે કે છુટક સહાય કરી જ્ઞાન વિકાસનું પુન્ય ઉપાર્જન કરી શકશે.
૧ કોઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ એકી સાથે રૂ. ૨૫૦૧ સંસ્થાને આપશે, તે તેમાંથી તેઓના નામની ઈલાયદિ ગ્રંથમાળા શરૂ કરી, પ્રતિ વર્ષે એક પુસ્તક ગ્રંથમાળાના મણકા તરીકે મદદ કર્તાની ઈચ્છા મુજબ કઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર અને ફોટા મુકી સંસ્થા તરફથી બહાર પાડીને લાગત કીસ્મતથી બહોળા પ્રચાર માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે.
૨ કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સંપૂર્ણ કે છુટક સહાય આપીને કઈ પણ પુસ્તક પ્રકાશન કરાવવા સંસ્થા મારફત ઈચ્છતા હશે તે તેઓને તેમ કરી આપવામાં આવશે. પરંતુ તે પુસ્તક મૂળ ગ્રંથાવળીના ગ્રંથાંક તરીકે બહાર પાડવામાં આવશે, અને તે પણ સસ્તા સાહિત્યની એજના મુજબ લાગત કીંમતથી વિશાળ ફેલાવા માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે.
૩ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ. ૧૦૦૧] આપી સંસ્થાના જીવન પર્યંતના પેટ્રન થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા તમામ સાહિત્યની બબે નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કોઈ પણ ગ્રંથકની એક હજાર નકલમાં તેઓશ્રીને ફોટ અને જીવનચરિત્ર આપવામાં આવશે.
૪ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ. ૫૦૧) આપી સંસ્થાના જીવન પર્વતના પહેલા વર્ગના મેમ્બર થઈ શકશે. તેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કેઈ પણ ગ્રથાંકની હજાર નકલમાં તેઓશ્રીને ફેટે આપવામાં આવશે.