________________
પરાજીતનું ગાન.
મંજીરા અને કરતાલ સાથે શ્રીકાન્તજી? પરાજીતનું ગાન.
લે. શ્રીમાન ઉધી ખેપરી. રાગ-મન ગમતો.
એકલ
પરાજીતનું
ગાન.
પરાજીતનું ગાન : ગાવ મન પરાજીતનું ગાન;
એકલ પરાજીતનું ગાન.
પરાજીત સેના પતિનાં : પંથ ને મેદાન સૂનાં:
શમ્યા છે સન્માન જુનાં. ગાવ મન પરાજીતનું ગાન. એકલ પરાજીતનું ગાન.
પરાજીત પાછો વળે, સજવાં નવાં આયુદ્ધ, સોનું રૂપુ મળી જશે. તે સર્જાવીશ અવનવા રંગ. ગાવ મન પરાજીતનું ગાન, એકલ પરાજીતનું ગાન.
પાલીતાણાની ગલીએ ગલીએ, ગજવું મારું ગાન,
છતાં, શમ્યા છે માનપાન, કેમ છે દુનીઆનું આવું જ્ઞાન? ગાવ મન પરાજીતનું ગાન. એકલ પરાજીતનું ગાન. * * * પરાજયમાં દુધપાક પુરી, પરાજયમાં નાંણાની ઝોળી, પરાજયમાં કદરદાની, પરાજયમાં પુજા થાય ભારી. ગાવ મન પરાજીતનું ગાન,
પાલીતાણાના વંડામાં, મહાન માનવીઓના વિરાટ ઉત્સવમાં, રાગરાગણીથી પિોતે-શ્રીમાન શ્રીકાન્તજ-કરનાર અને મંજીરાની સાથે એક તાન બની, તાલબદ્ધ સૂર સાથે, તા. ૧૦-૮-૪૨ ને સોમવારી ચૌદશે, ગાતા હતા. એવા સમાચાર–મારી પાંચમી તાર–મારફતના સત્તાવાર હેવાલમાં મળ્યા છે.
પણ કેટલુંક નજરે જોયું ને કાને સાંભળ્યું પણ જુઠું ઠરે છે, છતાં શાસન સુધાકરમાં આ બનાવ, સાચે છે. અને એના શાસ્ત્રીય પૂરાવાઓ સાથે પ્રસિદ્ધ પામે તે આશ્ચર્ય પામશો નહિ.