________________
૩૩૨
જનધર્મ વિકાસ
પૂજ્ય પન્યાસજી મહારાજનો ઉજવાયેલ
જયંતિ–મહત્સવ. ઢવાની પોઢ, અમરાવવ. શ્રાવણ સુદિ ૩ ના રોજ સહવારના નવ વાગે આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજીના અધ્યક્ષસ્થાને શ્રી નીતિવિજ્ય સેવા સમાજ તરફથી જયંતિ મહોત્સવની ઉજવણીની સભા યે જવામાં આવી હતી. વ્યાખ્યાન હોલ અને પિળના સરિયામને રંગ બેરંગી વાવટાઓથી શુસોભિત બનાવવામાં આવ્યું હતું, અને આ મહોત્સવના અંગે ડેહલાના, વરના, અને સામળાની પિળના ઉપાશ્રયે વ્યાખ્યાને બંધ રાખી મોટા ભાગના મુનિવર્યોએ મહોત્સવમાં હાજરી આપેલ હોવાથી, તેમજ શ્રાવક શ્રાવકાઓ પણ ચારે ઉપાશ્રયના હાજર હોવાથી વ્યાખ્યાન હેલમાં જરા પણ જગ્યા રહી શકી નહોતી, બલકે કેટલાકને ઉપરના મજલે સાંભળવા બેસવું પડ્યું હતું.
પ્રારંભમાં સેવા સમાજના સેક્રેટરીએ આમંત્રણ પત્રિકા વાંચ્યા બાદ, ધરમપુર રાજ્યના રાજકવો ભેગીલાલભાઈએ પૂજ્ય ગુરૂદેવનું ગીત ગાઈ બતાવ્યા, બાદ શા. લક્ષ્મીચંદ પ્રેમચંદે મહૂમના જન્મથી તે સ્વર્ગગમન સુધીની ટુંકાણમાં કારકિદિ અને તેઓશ્રીના કૌટુંબીજનોની ઓળખ કહી બતાવતાં સં. ૧૯૭૦ના તેઓશ્રીને સુભ હસ્તે રાધનપુરમાં થયેલા પ્રદવીપદાન મહોત્સવની વિગતથી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ પન્યાસશ્રી સંપતવિજયજીએ તેઓશ્રીની કીયાકાંડ પ્રત્યેની અનહદ શ્રદ્ધા બાબત, મુનિશ્રી રામવિજયજીએ તેઓશ્રીની ક્રીયા શુદ્ધિ બાબત, મુનિશ્રી મલયવિજયજીએ તેઓશ્રીની ભાગવતી દીક્ષા મહત્સવ પ્રસંગે થયેલા ઉત્સવ બાબત, મુનિશ્રી અશોકવિજયજીએ મહૂમના સ્વભાવની સૌમ્યભાવના બાબત, મુનિશ્રી ચરણવિજયજીએ “થનામાં તથા UTT” અનુસાર યુક્તિ પ્રયુક્તિઓથી નામની સાથે તેઓશ્રીના ગુણને ઘટાવવા બાબત, પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજને તેઓશ્રીના જીવનની સેવા કરવાનો મુદય પ્રાપ્ત થયેલ હોવાથી પરિચીત પ્રસંગો બાબત, અને ભોગીલાલ કવીએ તેઓશ્રી પિતાની જ જન્મભૂમિના હોવાથી ગત આત્માના ગુણાદિ બાબત, એમ દરેક વક્તાઓએ પિતાની છટાદાર ભાષામાં સભાજને આકર્ષણ, અને રંજન થાય તેવી રીતે વકત્વ કર્યું હતું. અંતમાં ઉપસંહારમાં પ્રમુખ સ્થાનેથી અમારા દાદાગરૂને સ્વર્ગદિન ઉજવવા અહોભાગ્ય મને આજે સાંપડેલ છે તે બાબત હર્ષ વ્યક્ત કરી, ડેહલાના ઉપાશ્રયની અને તપાગચ્છના થઈ ગયેલા મહાન ગીતાર્થ અને પ્રભાવશાળી મહષિગણની કમવાર પટ્ટાવળી કહી સંભળાવી પૂર્વજોના પગલે ચાલી શાસન સેવા કરવાની ઉદઘોષણા કરી હતી. બાદ સમય વધુ થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.