________________
૩૨૮
જૈનધર્મ વિકાસ.
શ્રી સંઘને ચણે. લેખક-કવી ભેગીલાલ રતનચંદ, પાટણવાળા. સમસ્ત શ્રી જૈન સંઘને હાલના વર્તમાનમાં કઈ કઈ પરીસ્થીતી છે તે બાબતને ખ્યાલ આપતા, જૂનાકાળની શ્રી સંઘની સત્તા શું હતી અને કેવી હતી, તેને આછો ખ્યાલ આપું છું. આશા છે કે વાંચક વાંચે, વિચારે અને વીચરે.
જ્યારે પ્રભુ-મહાવીરના શાસનમાં જ્યારે ભદ્રબાહસ્વામી પાટે આવ્યા, તે વખતે અમુક સંજોગોમાં દેશનું વાતાવરણ બદલાયું અને જૈન ધર્મની પરિસ્થીતિ એવા પ્રકારની થઈ કે ઘણાખરા જૈન સીદ્ધાંતને નાશ થઈ ગયે. તેવા સમયમાં સીદ્ધાંત જાણકાર ખાસ કઈ વિદ્વાન મુનીઓ નહોતા, ફક્ત એકજ વિદ્વાન ભદ્રબાહુસ્વામી નેપાલમાં હતા. તે વખતે શ્રી સંઘે સારા સારા સાધુઓને ગુરૂ ભદ્રબાહુસ્વામીને બોલાવા મોકલ્યા, પણ તે વખતે ગુરૂ ધ્યાનમાં હતા. અને તે ધ્યાન બારે વર્ષે પુરૂ થાય તેવા પ્રકારનું હોવાથી, આવેલા મુનીમહારાજને શ્રીગુરૂદેવે કપુરે હાલ મારાથી નહી અવાય, શ્રીસંઘને મારા ધર્મ લાભ કહેજે. અને કહેજો કે હાલ તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં છે, મહારાજ પાછા આવ્યા. શ્રીસંઘને ગુરૂને કહેલ સંદેશે સંભળાવ્યો. શ્રીસંઘે વીચાર કરીને ફરી બીજા મુનીરાજને મોકલ્યા, અને કહાવ્યું કે આપને શ્રીસંઘની આજ્ઞા છે કે આપ પધારે. અને જે તે ન આવી શકે તે કહેજે કે શ્રીસંઘની આજ્ઞા ન માનનારને કઈ જાતની શીક્ષા હોઈ શકે. ત્યારે તેઓ કદાચ એમ કહે કે તે વ્યક્તિને સંઘ બહાર મુકી શકાય. તે તમો કહી દેજે કે શ્રી સંઘે તમને સંઘ બહાર મુક્યા છે. આ શ્રીસંઘની સત્તા અને મહત્તા! અને તેજ પ્રમાણે શ્રીસિદ્ધસેન દિવાકરમાં પણ એમ જ બન્યુ હતું. આવા આવા અનેક દાખલાઓ આજે મોજુદ છે. અને જે શ્રીસંઘે પિતાની મહત્તા એટલે સુધી વિશ્વમાં જમાવી હતી કે ભલભલી સલ્તનતે ધ્રુજતી હતી. આજે એજ શ્રીસંઘ જેને હાક્કાની માળાની ઉપમા અપાય. આજે એજ શ્રી સંઘ કે જેને કોઈ પણ અવાજ ન સંભળાય. આજે આ સંઘ કે સમાજમાં કઈપણ જગાએ એકયતા ન દેખાય, આવી પરિસ્થીતિથી આજે શ્રી સંઘનું બંધારણ એક જીવ વગરના કલેવર જેવું થઈ ગયું છે. કારણકે જેમ સંઘનું બંધારણ શીથીલ થતું ગયું, તેમ સાધુઓનું બંધારણ એથી પણ વધારે બગડતું ગયું. અને એનું પરીણામ આજે એ દેખાય છે કે “ઘરના ભુવા અને ઘરના જતી” જેવી સ્થીતિ પક્ષાપક્ષીથી થઈ રહી છે. તે શુ આજે શ્રી સંઘના આગેવાનોએ પિતાની ચાણક્ય બુદ્ધને શું ગીરવી મુકી છે? કહેવાતા સંઘના આગેવાને પિતાની સત્તા જમાવવા જ શું સંચાલકો થયા છે ? આવી હજારો બાબતને ખ્યાલ કરતા આજે શહેર કે નગર કે ગામડામાં કઈ ન કેમને નાયક કે નેતા છે જ નહિ, કે શુ?